Surat : અડાજણમાં સૂર્ય કૃતિ બિલ્ડિંગનો સ્લેબ ધરાશાય, નીચે પાર્ક કરેલી બે કારનો કચ્ચરઘાણ, જુઓ Video

|

Apr 05, 2023 | 2:12 PM

સુરતના રાંદેર અડાજણ પાટીયા વિસ્તારમાં આવેલા ચાર માળના સૂર્ય કૃતિ એપાર્ટમેન્ટનો ટેરેસનો સ્લેબ ધરાશાય થયો હોવાની ઘટના બની હતી. ગત મોડી રાત્રીએ કૃતિ એપાર્ટમેન્ટની અગાસીની ગેલેરીનો એક ભાગ અચાનક ધડાકાભેર તૂટી પડ્યો હતો. અગાસીની એલીવેશન સહિત સ્લેબનો ભાગ અચાનક તૂટી પડ્યો હતો.

સુરતના અડાજણ પાટીયા વિસ્તારમાં આવેલા ચાર માળની બિલ્ડિંગનો મોડી રાત્રે સ્લેબ ધરાશાય થવાની ઘટના સામે આવી હતી. બિલ્ડિંગના ટેરેસની ગેલેરીનો સ્લેબનો ભાગ અચાનક ધડાકાભેર તૂટી પડ્યો હતો. જેને લઇ બિલ્ડિંગની નીચે પાર્ક કરેલી બે કાર પર પડતાં કારનો કચ્ચરઘાણ થઈ ગયો હતો. ઘટનાની જાણ ફાયર વિભાગને કરાતા ફાયરની ટીમ તાત્કાલીક ધોરણે ઘટના સ્થળે આવી પહોંચી હતી. અને કાટમાળ દૂર કર્યો હતો. જો કે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી.

આ પણ વાંચો : Surat : કાર ચાલકે લારીમાં શાકભાજી વેચતા યુવકને એડફેટે લેવાના CCTV આવ્યા સામે, સારવાર દરમિયાન યુવકનું મોત

બિલ્ડિંગ નો સ્લેબ ધરાશાય

સુરતના અડાજણ પાટીયા વિસ્તારમાં આવેલ ચાર માળના સૂર્ય કૃતિ એપાર્ટમેન્ટનો ટેરેસનો સ્લેબ ધરાશાય થયો હોવાની ઘટના બની હતી. ગત મોડી રાત્રીએ કૃતિ એપાર્ટમેન્ટની અગાસીની ગેલેરીનો એક ભાગ અચાનક ધડાકાભેર તૂટી પડ્યો હતો. અગાસીની એલીવેશન સહિત સ્લેબનો ભાગ અચાનક તૂટી પડ્યો હતો. જેને લઇ મોડીરાત્રીએ દોડધામ મચી ગઈ હતી. ધડાકાભેર અવાજ આવતા લોકો દોડીને બહાર આવી ગયા હતા અને અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો.

કોણ છે એ છોકરી જેના કારણે કોહલી-ગંભીર સાથે જોવા મળ્યા?
લગ્ન પહેલા પુરુષોએ આ મેડિકલ ટેસ્ટ જરૂર કરાવવા જોઈએ, જુઓ List
Phoneને ઝડપી ચાર્જ કરવા માટે શું કરવું? જાણો અહીં સરળ ટ્રિક
આ છે ઢોલીવૂડનું સેલિબ્રિટી કપલ, જુઓ ફોટો
રબરનો છોડ ઘરે ઉગાડવાથી થાય છે અનેક ફાયદા
આજનું રાશિફળ તારીખ : 19-09-2024

ફાયર અને પોલીસ ઘટના સ્થળે પહોંચ્યા

સૂર્ય કૃતિ એપાર્ટમેન્ટની અગાસીનો ભાગ ધડાકાભેર તૂટી પડતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. સ્લેબ ધરાશાય થતાં લોકો બહાર આવી ગયા હતા અને ફાયર વિભાગને જાણ કરી હતી. ઘટનાની જાણ ફાયર અને પોલીસને થતા તેઓ ઘટના સ્થળે આવી પહોંચી હતી. ફાયર વિભાગ દ્વારા ઘટના સ્થળે પહોંચી કાટમાળ દૂર કર્યો હતો. અને અગાસી પરનો વધારાનો ડેમેજ સ્લેબ ઉતારી પાડ્યો હતો.

બે કારને નુકસાન

ચોથા માળનો સ્લેબ ધડાકાભેર તૂટી પડવાની આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી. 25 વર્ષ જુના આ બિલ્ડિંગમાં તમામ ઘરોમાં લોકો વસવાટ કરી રહ્યા છે. તેમ છતાં સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી. પરંતુ સ્લેબનો ભાગ ચોથા માળેથી નીચે પાર્ક કરેલી બે કાર ઉપર પડ્યો હતો. જેને લઇ બેમાંથી એક કારનો કચ્ચરઘાણ થઈ ગયો હતો અને બીજી કારને મોટું નુકસાન થયું હતું. જોકે આ ઘટનાને પગલે સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Next Article