AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat : એક દિવસ બંધ રાખવાથી સુરતની ટેક્સ્ટાઈલ માર્કેટોને 150 કરોડનું નુકશાન, છતાં લડત આપવા વેપારીઓ કટિબદ્ધ

વેપારીઓ દ્વારા આ પહેલા પોસ્ટકાર્ડ અભિયાન પણ ચલાવવામાં આવ્યું હતું. ફોસ્ટાના સભ્યના જણાવ્યા પ્રમાણે એક દિવસના બંધના કારણે વેપારીઓને 150 કરોડ જેટલું નુકશાન જશે.

Surat : એક દિવસ બંધ રાખવાથી સુરતની ટેક્સ્ટાઈલ માર્કેટોને 150 કરોડનું નુકશાન, છતાં લડત આપવા વેપારીઓ કટિબદ્ધ
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 30, 2021 | 6:18 PM
Share

કાપડ અને ગારમેન્ટ પર જીએસટી (GST)નો દર 5 ટકાથી વધારીને 12 ટકા કરવા સામે આજે સુરતના વેપારીઓએ વિરોધ દર્શાવ્યો હતો અને 165થી પણ વધુ ટેક્સ્ટાઈલ માર્કેટોના(Textile Market ) 65 હજાર કરતા પણ વધારે વેપારીઓએ પોતાની દુકાનો બંધ રાખી હતી. એક દિવસના બંધના કારણે માર્કેટને 150 કરોડનું નુકશાન સહન કરવાનો વારો આવ્યો છે. છતાં જીએસટી મામલે હજી પણ લડત આપવા વેપારીઓએ મન બનાવી લીધું છે.

ગુરુવારે સાંકેતિક રીતે સુરતની ટેક્સ્ટાઈલ માર્કેટો બંધ રહેવાને કારણે 150 કરોડના વેપાર પર તેની અસર પડી હતી. એટલું જ નહીં દેશભરની કાપડ માર્કેટોમાં મોકલવાના પાર્સલો પણ આજે અટવાયા હતા. જેના કારણે પણ મોટું નુકસાન વેપારીઓને સહન કરવું પડ્યું છે. નોંધનીય છે કે જીએસટીના દરમાં વધારાને લઈને કાપડ વેપારીઓમાં અસંતોષની લાગણી જોવા મળી રહી છે.

સુરતના કાપડ માર્કેટના એક વેપારી સંગઠને જણાવ્યું છે કે આ સિવાય આજે સુરત શહેર ટેમ્પો એસોસિયેશન, ઓલ ટેમ્પો ટ્રક વેલ્ફેર એસોસિયેશન, ગ્રે ફિનિશ ડિલિવરી ટેમ્પો એસોસિયેશન, સુરત ટેક્સ્ટાઈલ શોપ બ્રોકર્સ એસોસિયેશન, લેબર પાર્સલ યુનિયન વગેરે સંગઠનોએ પણ એક દિવસના આ બંધના એલાનને સમર્થન આપ્યું છે.

સુરત મર્કન્ટાઈલ એસોસિએશનના પ્રમુખના જણાવ્યા પ્રમાણે કાપડ પર જીએટી દર પાંચ ટકાથી વધારીને 12 ટકા કરવાથી કાપડ ઉદ્યોગને મોટું નુકશાન જશે. કાપડ ઉદ્યોગ અને તેની સાથે જોડાયેલા તમામ વેપારી વર્ગના હિતોને ધ્યાનમાં રાખીને આ નોટિફિકેશન કેન્દ્ર સરકારે પરત લઈ લેવું જોઈએ તેવી માંગણી કરવામાં આવી છે.

વેપારીઓ દ્વારા આ માટે સદબુદ્ધિ યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેથી સરકારને સદબુદ્ધિ આવે કે આ નિર્ણય વેપારીઓ માટે કેટલું નુકશાનકારક છે. આ ઉપરાંત વેપારીઓ દ્વારા આ પહેલા પોસ્ટકાર્ડ અભિયાન પણ ચલાવવામાં આવ્યું હતું. ફોસ્ટાના સભ્યના જણાવ્યા પ્રમાણે એક દિવસના બંધના કારણે વેપારીઓને 150 કરોડ જેટલું નુકશાન જશે પણ આગામી દિવસોમાં પણ જો જીએસટી મુદ્દે નિરાકરણ નહીં લાવવામાં આવે તો હજી પણ વેપારીઓ ઉગ્ર લડત આપશે.

આ પણ વાંચો : Surat : શિક્ષણ સમિતિના વિદ્યાર્થીઓને એક જોડી યુનિફોર્મથી આખું વર્ષ ચલાવવું પડશે? જાણો શું છે મામલો

આ પણ વાંચો : Surat : હવે વિદ્યાર્થીઓનો વારો, ત્રીજી જાન્યુઆરીથી શાળાઓમાં રસીકરણ શરૂ કરાશે

g clip-path="url(#clip0_868_265)">