Surat : હવે વિદ્યાર્થીઓનો વારો, ત્રીજી જાન્યુઆરીથી શાળાઓમાં રસીકરણ શરૂ કરાશે

વિદ્યાર્થીઓ માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન કરવામાં આવનાર છે. સ્કૂલોએ રસીકરણ માટે ફક્ત જગ્યા જ આપવાની રહેશે. બાકીની તમામ કામગીરી પાલિકાની ટિમ દ્વારા કરવામાં આવશે. 

Surat : હવે વિદ્યાર્થીઓનો વારો, ત્રીજી જાન્યુઆરીથી શાળાઓમાં રસીકરણ શરૂ કરાશે
Vaccination will start from 3rd January for students
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 30, 2021 | 10:03 AM

આગામી 3 જાન્યુઆરીથી 15 થી 18 વર્ષ સુધીના બાળકોને (Children )કોવિડ રસીકરણ (Vaccination )આપવાની સરકારની જાહેરાતને પગલે સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા આ વયમર્યાદાની અંદર શાળાઓમાં ભણતાં વિદ્યાર્થીઓનો સર્વે હાથ ધરાયો છે . તમામ શાળાઓ પાસેથી મળેલી માહિતી મુજબ , 15 થી 18 વર્ષની વયમર્યાદામાં હાલ 1.41 લાખ વિદ્યાર્થીઓ શાળાઓમાં નોંધાયા છે . આ સંખ્યામાં થોડો વધારો થઇ શકે છે .

31 ડીસેમ્બર , 2007 પૂર્વે જન્મેલા તમામ બાળકોને રસીનો ડોઝ આપવામાં આવશે . મોટેભાગે જે – તે શાળામાં વેક્સિનની કામગીરી માટે જગ્યા ઉપલબ્ધ હોય તો તે જ શાળાઓમાં વેક્સિનેશન માટેની વ્યવસ્થા ઊભી કરવાનું મનપા દ્વારા આયોજન થઇ રહ્યું છે . સુરત મનપા સંચાલિત 18 સુમન હાઇસ્કૂલોના 12 શાળાભવનોમાં અભ્યાસ કરતાં 15 થી 18 વર્ષ સુધીના બાળકોને તે સ્કૂલમાં જ વેક્સિનેશન માટેની વ્યવસ્થા ઊભી કરવામાં આવશે .

તદ્ઉપરાંત , ખાનગી શાળાઓ પાસે પણ સંલગ્ન વિદ્યાર્થીઓને ત્યાં જ રસી માટેની વ્યવસ્થા ઉપલબ્ધ થઇ શકે તે હેતુથી શાળામાં જ સેન્ટર શરુ કરી શકાય કે કેમ ? તે માટેની માહિતી મગાવવામાં આવી છે . સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના જણાવ્યા પ્રમાણે, 80 જેટલી ખાનગી શાળાઓએ પોતાના પ્રિમાઇસિસમાં જ રસીકરણ સેન્ટર માટે જગ્યા ફાળવવા સંમતિ આપી દીધી છે .

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

છેલ્લાં બે – ત્રણ અઠવાડિયામાં શહેરમાં પોઝિટિવ આવેલા કેસોમાં એવરેજ 20 થી 25 ટકા કેસો વિદ્યાર્થીઓના છે તેથી તંત્ર દ્વારા ઝડપથી સરકારની ગાઇડલાઇન પ્રમાણે 15 થી 18 વર્ષના બાળકો વિદ્યાર્થીઓને ઝડપથી કોવિડ સામે રક્ષણ આપતી રસીનો ડોઝ અપાય જાય તેની યુદ્ધ સ્તરે તૈયારી , વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

આ ઉપરાંત સ્કૂલોમાં ન ભણતા હોય તેવા પણ 15 થી 20 હજાર બાળકોને આવરી લેવાનું મહાનગરપાલીકાનું આયોજન છે. આમ, સુરતની 1619 પૈકી 80 જેટલી સ્કૂલોમાં તારીખ ત્રીજી જાન્યુઆરીથી વેક્સિનેશન શરૂ કરવામાં આવશે. અને તમામ બાળકોને કોવેક્સિન આપવામાં આવશે. પાલિકા સંચાલિત 12 અને ખાનગી 68 જેટલી શાળાઓમાં આ વેક્સિનેશન કામગીરી કરવામાં આવશે. ત્યારપછી તબક્કાવાર સ્કૂલોની સંખ્યા વધારવામાં આવશે.

વિદ્યાર્થીઓ માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન કરવામાં આવનાર છે. સ્કૂલોએ રસીકરણ માટે ફક્ત જગ્યા જ આપવાની રહેશે. બાકીની તમામ કામગીરી પાલિકાની ટિમ દ્વારા કરવામાં આવશે.

આ પણ વાંચો : RAJKOT : શહેરમાં વધી રહ્યાં છે કોરોનાના કેસ, 3 દિવસમાં બમણા થઇ રહ્યાં છે કેસો

આ પણ વાંચો : ગાંધીનગરમાં પણ કોરોનાને લઇને તંત્ર સતર્ક, દરરોજ 1000 ટેસ્ટ માટેનું આયોજન

g clip-path="url(#clip0_868_265)">