Surat: વસ્તીનિયંત્રણ કાયદા વચ્ચે લાગ્યા બેનર, ગુજરાતમાં વસ્તી નિયંત્રણનો કાયદો ક્યારે અમલમાં આવશે?

સુરતના ટ્રાફિકથી ધમધમતા અઠવાગેટ વિસ્તારમાં આ બેનર રાષ્ટ્રસેના દ્વારા લગાવવામાં આવ્યા છે. જેમાં વસ્તી નિયંત્રણના કાયદાની માંગણી દર્શાવતા બેનર જોઈ શકાય છે

Surat: વસ્તીનિયંત્રણ કાયદા વચ્ચે લાગ્યા બેનર, ગુજરાતમાં વસ્તી નિયંત્રણનો કાયદો ક્યારે અમલમાં આવશે?

તાજેતરમાં જ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ (DyCM Nitin Patel ) દ્વારા બહુમતી હિન્દુઓના નિવેદને ખુબ ચર્ચા જગાવી છે. તે પછી સુરતમાં અઠવાગેટ વિસ્તારમાં રાષ્ટ્રસેનાના નામથી હોર્ડિંગ્સ અને બેનર લાગતા મામલો ફરી ગરમાયો છે. આ બેનરમાં સવાલ પૂછવામાં આવ્યો છે કે ગુજરાતમાં વસ્તી નિયંત્રણ કાયદો ક્યારે અમલમાં આવશે?

 

સુરતના ટ્રાફિકથી ધમધમતા અઠવાગેટ વિસ્તારમાં આ બેનર રાષ્ટ્રસેના દ્વારા લગાવવામાં આવ્યા છે. જેમાં વસ્તી નિયંત્રણના કાયદાની માંગણી દર્શાવતા બેનર જોઈ શકાય છે. બેનરમાં સરકાર સામે પ્રશ્ન કરવામાં આવ્યો છે કે સરકાર હવે ગુજરાતમાં વસ્તી નિયંત્રણનો (Population Control Law) કાયદો ક્યારે અમલમાં લાવવા જઈ રહી છે. આગામી દિવસોમાં આ મુદ્દાને લઈને વધુ ચર્ચા અને વિવાદ થાય તો નવાઈ નહીં.

 

સુરતમાં હાલમાં અશાંતધારાના મુદ્દે આક્રમક ચળવળ ચલાવવામાં આવી હતી અને હવે હાલમાં ગુજરાતમાં વસ્તી નિયંત્રણના કાયદાની માંગણી કરતા બેનરો પણ લગાવવામાં આવ્યા છે. આ બેનર શહેરના ટ્રાફિક અને લોકોની અવરજવરથી ભરચક રહેતા અઠવાગેટ વિસ્તારમાં લાગ્યા છે.

 

બેનરમાં પૂછતાં હૈ ગુજરાત લખવામાં આવ્યું છે અને સરકારને સવાલ પૂછવામાં આવ્યો છે કે ગુજરાતમાં વસ્તી નિયંત્રણનો કાયદો ક્યારે અમલમાં લાવવામાં આવશે? સાથે રાષ્ટ્રહિતના આ મહાઅભિયાનમાં સમગ્ર ગુજરાતને પણ જોડાવવા માટે આહવાન કરવામાં આવ્યું છે.

 

નોંધનીય છે કે તાજેતરમાં જ ડેપ્યુટી સીએમ નીતિન પટેલે હિન્દૂ બહુમતીને લઈને નિવેદન કર્યું હતું. જેને રાજ્યભરમાંથી સમર્થન પણ મળ્યું હતું. વસ્તી નિયંત્રણના કાયદાની વાતો અને ચર્ચા પણ કરવામાં આવી છે પણ સરકાર દ્વારા આ માટે હવે નક્કર કાયદો બનાવવામાં આવે તેવી માંગણી પણ અવારનવાર ઉઠી રહી છે.

 

સરકાર દ્વારા આ મુદ્દે યોગ્ય અભ્યાસ કર્યા પછી  નિર્ણય લેવામાં આવશે તેવા સંકેતો આપવામાં આવ્યા છે. દેશમાં વધતી જતી વસ્તી ચિંતાનો વિષય બની છે. ત્યારે ઉત્તરપ્રદેશ બાદ પણ તમામ રાજ્યોમાં આ કાયદો લાગુ કરવાની ચર્ચાએ જોર પકડ્યું છે, નીતિન પટેલે અગાઉ પણ સંકેતો આપ્યા છે કે જયારે જરૂર પડશે ત્યારે આ કાયદા માટે વિચાર કરવામાં આવશે.

 

આ પણ વાંચો : Surat: મૃત્યુ બાદ 13 અંગોનું દાન કરીને 12 વ્યક્તિમાં સુરતનાં આ બે ભાઈબંધ જીવતા રહેશે

 

આ પણ વાંચો: Surat : મહિલાએ કરી કમાલ : વિષ્ણુ ભગવાનના 1000 નામ અને અર્થ રેશમના દોરાથી લખી નાખ્યા, જુઓ કેવી દેખાશે નામાવલી

Click on your DTH Provider to Add TV9 Gujarati