Surendranagar: વઢવાણમાં બે આખલા લડતા લડતા દુકાનમાં ઘૂસી ગયા, પછી શું થયુ જુઓ આ વીડિયોમાં

અવારનવાર રખડતા ઢોર જાહેર રસ્તા પર પણ અડિંગો જમાવીને બેસી જતા હોય છે. જેના કારણે રાહદારીઓ અને વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોય છે. આ રખડતા ઢોરના આતંકથી લોકો રીતસર ત્રાસી ગયા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 06, 2022 | 9:54 AM

હાઈકોર્ટની ફટકાર બાદ પણ ગુજરાતના મોટા શહેરોમાં રખડતા ઢોરોનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે. સુરેન્દ્રનગર (Surendranagar)ના વઢવાણ (Wadhvan)માં પણ આખલાઓનો આતંક (Bullfight) સામે આવ્યો છે. બે આખલાએ ભરબજારમાં આતંક મચાવતા લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી. એક દુકાનમાં તો આખલા રીતસરના ઘૂસી ગયા હતા.

સુરેન્દ્રનગરના વઢવાણની શાકમાર્કેટ વિસ્તારમાં બે આખલાઓ બાખડી પડતા નાશભાગ મચી હતી. ભર બજારમાં આખલાઓએ યુદ્ધ શરુ કરી દીધુ હતુ. બજારમાંથી પસાર થતા કેટલાક લોકો તો માંડ માંડ જીવ બચાવીને ત્યાંથી નીકળી શક્યા. આમ છતા લડતા-લડતા આખલાઓ દુકાનમાં ઘુસી ગયા હતા અને દુકાનમાં ખૂબ જ નુકસાન પહોંચાડ્યું હતું.

એવુ નથી કે સુરેન્દ્રનગર જિલ્લાના શહેરોમાં રખડતા આખલાઓનો ત્રાસ પહેલી વાર જોવા મળ્યો છે. અવારનવાર રખડતા ઢોર જાહેર રસ્તા પર પણ અડિંગો જમાવીને બેસી જતા હોય છે. જેના કારણે રાહદારીઓ અને વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોય છે. આ રખડતા ઢોરના આતંકથી લોકો રીતસર ત્રાસી ગયા છે. છાસવારે રખડતા ઢોર રાહદારીઓ અને વાહનચાલકોને હડફેટે લેતા હોય છે.

આમ છતા પાલિકા દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. ક્યારેક પાલિકા રખડતા ઢોરને પકડી પણ જાય તો પણ તે થોડા દિવસમાં તેને છોડી દે છે. પછી ફરીથી રખડતા ઢોર ત્યાં ફરીથી આવી જ જાય છે. ત્યારે હવે આવા આખલાઓના ત્રાસથી કંટાળેલા લોકો પાલિકા દ્વારા રખડતા ઢોરને પકડવામાં આવે એવી માગ કરી રહ્યા.

આ પણ વાંચો- ગુજરાતમાં કોરોનાના કેસમાં તીવ્ર ઘટાડો, નવા 4710 કેસ નોંધાયા, 34 લોકોના મૃત્યુ

આ પણ વાંચો- સોમવારથી રાજ્યમાં 1થી 9 ધોરણનુ ઓફલાઇન શિક્ષણ શરૂ થશે, જીતુ વાઘાણીએ ટ્વિટ કરીને આપી માહિતી

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">