Surat : ગરીબોની મનાતી સિવિલ હોસ્પિટલમાં ગરીબ દર્દીઓ ભગવાન ભરોસે, સારવાર વિના રઝળતી હાલતમાં

ઘણી વખત ગરીબ દર્દીઓને નિઃસહાય અને લાચાર અવસ્થામાં કેમ્પસમાં જ સારવાર વિના રઝળતા પડ્યા રહેવાના દિવસો હવે આવ્યા છે. હાલમાં જ સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં બે દર્દીઓ પંદર દિવસ કરતાં પણ વધુ સમયથી લાચાર અવસ્થામાં નજરે પડી રહ્યા છે.

Surat : ગરીબોની મનાતી સિવિલ હોસ્પિટલમાં ગરીબ દર્દીઓ ભગવાન ભરોસે, સારવાર વિના રઝળતી હાલતમાં
Patients at surat civil hospital in poor condition(File Image )
Follow Us:
| Updated on: Mar 30, 2022 | 8:30 AM

સુરત(Surat ) સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતના ગરીબ અને શ્રમિક દર્દીઓ માટે આર્શીવાદ રૂપ સિવિલ(Civil ) હોસ્પિટલની રેઢિયાળ અને વિવાદાસ્પદ કામગીરી છાશવારે વિવાદનું કેન્દ્ર બનતી હોય છે. સિવિલ હોસ્પિટલના જ ડોક્ટરો(Doctors ) અને સ્ટાફની લાપરવાહી અને મનસ્વી કામગીરીને પગલે ઘણી વખત ગરીબ દર્દીઓને નિઃસહાય અને લાચાર અવસ્થામાં કેમ્પસમાં જ સારવાર વિના રઝળતા પડ્યા રહેવાના દિવસો હવે આવ્યા છે. હાલમાં જ સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં બે દર્દીઓ પંદર દિવસ કરતાં પણ વધુ સમયથી લાચાર અવસ્થામાં નજરે પડી રહ્યા છે.

મળતી માહિતી કામરેજ ખાતે નાકા પર રહેતા કિશન બહાદુર ગોરએ  પોતાની આપવીતી જણાવતા કહ્યું હતું કે ગત 18 મી ફેબ્રુઆરીએ કામરેજ જકાતનાકા પાસે કાર ચાલકે અડફેટે લેતા એક પગમાં ગંભીર ઈજા થવાની સાથે ફ્રેક્ચર થયું હતું. ત્યારબાદ તેઓને 108માં સિવિલ લાવવામાં આવ્યા હતા જ્યાં ડોકટરોએ સારવાર આપી પગમાં પ્લાસ્ટર પણ કર્યો અને છ દિવસ સુધી દાખલ રાખ્યા હતા.

ત્યાર બાદ એવું કહ્યું હતું કે અહીંયા પેશન્ટ વધારે છે અને જગ્યા પણ નથી. હવે તમે જાવો. મેં ડોકટરોને કહ્યું કે મને અત્યારે પણ દુખાવો અને તકલીફ થાય છે. સારવાર આપો ત્યારે ડોકટરોએ એવું કહ્યું કે પછી આવી જજો અને સ્ટાફને કહીને સ્સ્ટ્રેચર ઉપર ગેટની બહાર છોડી મુક્યા હતા ત્યાર બાદ હું લાચાર થઇ ગયો. એક પગથી ચાલી નહીં શકતો હતો.ડોકટરો સારવાર કરશે અને બોલાવશે તેવું વિચારીને ફૂટપાથ રહેવા લાગ્યો. 20 -22 દિવસથી અહીંયા જ રહુ છુ પણ શરૂઆતમાં જે સારવાર મળી તે જ ત્યાર બાદ યોગ્ય સારવાર નહીં મળી. ચાલી શકાતું નથી શું કરું,એટલે આ પાટાપિંડી સાથે ફૂટપાથ રહી રહ્યો છું.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

Patients sitting on footpath without treatment (File Image )

આ સિવાય ખલિલ આમિર સૈયદએ પણ પોતાની મનોવ્યથા ઠાલવતાં કહ્યું હતું કે, છેલ્લા પંદર-વિસ દિવસથી હું સિવિલની બહાર ફૂટપાથ પર છું. ઉધના ઝીરો નંબર ગરનાળા પાસે અજાણયા ઈસમોએ લાકડાના ફટકા અને ઢીકમુક્કીનો મારમારી લૂંટી લીધો હતો.એક હાથમાં ફ્રેક્ચર થયો છે.જાતેજ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં આવ્યો હતો. ત્યારે ડોકટરોએ એક્સરે કરાવ્યો હતો. દવા પણ આપી હતી.

પણ હાથમાં પટ્ટો કે દુખાવાથી રાહત મળે તેવી યોગ્ય સારવાર નહીં આપી હતી અને જાઓ તેમ કહ્યું હતું.જેથી હાલમાં હોસ્પિટલની બાહર ફૂટપાથ પર જ રહુ છું. હાથમાં બહુ જ દુખાવો થાય છે અને હાથ આખો સીધો પણ નહીં થતો. આજે સવારે ફરીથી ડોકટર પાસે ગયો હતો ત્યારે સાંજે ચાર વાગ્યે આવજો તેમ કહ્યું હતું કે,આ જ રીતે શુક્રવારે આવજો,ક્યારે શનિવાર તો ક્યારે મંગળવારે, એવી રીતે અલગ અલગ વારે આવવાનું કહીને અને ડોકટર નથી તેમ કહી ધક્કા ખવડાવી રહયા છે.ફક્ત દવા આપી દીધી છે તેનાથી પણ કોઈ આરામ નથી મળી રહ્યો છે.યોગ્ય સારવાર મળી જશે તો હું જતો રહીશ.

એક દિવસ અગાઉ દાખલ કરેલ દર્દી રઝળતી હાલતમા મળ્યો

40 વર્ષીય પ્રકાશ નામનો દર્દી આજે સવારે નવી સિવિલ હોસ્પિટલ કેમ્પસ છાંયડા પાસે રઝળતી અને કણસતી હાલતમાં મળી આવ્યો હતો.આ અંગે કોઈ વ્યક્તિએ હોસ્પિટલના અધિકારીઓને ધ્યાન દોરતા તેને ટ્રોમા સેન્ટરમાં ખસેડવામાં આવ્યો હતો.ત્યારે તેને જોઈ ડોકટર સહીત સ્ટાફ આશ્ચર્યમાં મુકાય ગયો હતો.કારણ જાણવા એવું મળ્યું હતું કે આ દર્દીનેમેડિસિન વિભાગમાં દાખલ કરવામાં આવ્યું હતું અને બીજા જ દિવસે એટલે કે આજે તે જ દર્દી કેમ્પસમાંથી રઝળતી હાલતમાં મળી આવ્યો હતો.વધુમાં જાણવા મળ્યું હતું કે આ દર્દીની હાલત એટલી દયનિય છે કે તે શરીરે એકદમ અશક્ત છે,તેને શ્વાસ લેવામાં તકલીફ થાય છે અને શારીરિક કમજોરી તેમજ માંદગીના લીધે ચાલી પણ શકતો નહીં.

ત્યારે પ્રશ્નો એ ઉઠવા લાગ્યા છે કે સારવાર કરવાનું જોર પડતા ડોકટરોએ બિનવારસી હોય તેને તગેડી મુક્યા છે ? કારણ કે દર્દીની હાલત એવી છે કે તે જાતે ચાલી નહીં શકતો ત્યારે જાતે જ બાહર નીકળી શકે તેવી સંભાવના પણ નથી.આ અંગે હોસ્પિટલના અધિકારીઓને જાણ કરવામાં આવી હતી,અને દર્દીને ફરીથી મેડિસિન વિભાગમાં દાખલ કરવાંની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી.

આ પણ વાંચો :

Surat : ક્રાઇમ બ્રાન્ચે ચેન સ્નેચિંગના કેસમાં આરોપીની ધરપકડ કરી, અનેક ગુનાઓના ભેદ ઉકેલાશે

Surat : થીમ બેઇઝડ સાડીનું વધતું ચલણ , પુષ્પા બાદ હવે The Kashmir Files ની સાડી માર્કેટમાં આવી

g clip-path="url(#clip0_868_265)">