Surat : ક્રાઇમ બ્રાન્ચે ચેન સ્નેચિંગના કેસમાં આરોપીની ધરપકડ કરી, અનેક ગુનાઓના ભેદ ઉકેલાશે
સુરત ક્રાઈમ બ્રાન્ચે રીઢા ચેઈન સ્નેચર અને વાહન ચોર ઉત્સવ નરસિંહ ગલાણીને ઝડપી પાડયા રાંદેર પોલીસ મથકમાં નોંધાયેલા વાહનચોરી તેમજ જહાંગીરપુરા અને અડાજણ પોલીસ મથકમાં નોંધાયેલ ચેઈન સ્ચેનીંગીના ગુનાનો ભેદ ઉકેલાઈ ગયો હતો.
સુરત(Surat) શહેર ક્રાઈમ બ્રાન્ચે (Crime Branch) રાંદેર શીતલ ચાર રસ્તા પાસેથી ચોરીની મોપેડ ઉપર ચેઈન સ્નેચીંગ(Chain Snatching) કરવાના ગુનામાં સંડોવાયેલા એક આરોપીની ધરપકડ કરી હતી. આરોપી પકડાતા શહેરના રાંદેર, જહાંગીરપુરા, અને અડાજણ પોલીસ મથકમાં નોંધાયેલ વાહનચોરી અને ચેઈન સ્નેચીંગના ગુનાનો ભેદ ઉકેલાઈ ગયો હતો.સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો તે વખતે બાતમી મળી હતી કે, ચોરીની મોપેડ પર ચેઈન સ્નેચીંગ કરનાર રીઢો આરોપી ઉત્સવ નરસિંહ ગલાણી રાંદેર રોડ શીતલ ચાર રસ્તા પાસેથી પસાર થનાર છે જે બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચે શીતલ ચાર રસ્તા પાસે વોચ ગોઠવી આરોપી ઉત્સવ નરેશકુમાર ઉર્ફે નરસિંહ ગાલાણીને ઝડપી પાડી તેની પાસેથી નંબર વગરની એકસેસ મોપેડ અને સોનાની ચેઈન તેમજ મુથુટ ફાઈનાન્સની રસીદો અને મોબાઈલ મળી કુલ રૂ. 1.18 લાખથી વધુનો મુદ્દાાલ કબજે કર્યો હતો.
રાહદારી યુવતીના ગળામાંથી સોનાની ચેઈન તોડી લીધી હતી
ક્રાઈમ બ્રાન્ચની પ્રાથમિક પુછપરછમાં આરોપી ઉત્સવ ગલાણીએ તેની પાસેથી મળી આવેલ એકસેસ મોપેડ 4 મહિના પહેલા રાંદેર તારવાડીના આનંદ એપાર્ટમેન્ટ પાસેથી ચોરી કરી હોવાની કબુલાત કરી હતી.જયારે આ ચોરીની મોપેડ પર ગત 10 માર્ચના રોજ સાંજના સાડા પાંચ વાગ્યાના અરસામાં જહાંગીરપુરા ડોકટર પાર્ડ સામે રોડ ઉપરથી રાહદારી યુવતીના ગળામાંથી સોનાની ચેઈન તેમજ ગત 16મી માર્ચના રોજ બપોરે દોઢ વાગ્યાના અરસામાં અડાજણ- પાલની અવધપુરી સોસાયટી પાસેથી એક મહિલાને સરમાનું પુછવાના બહાને તેની નજીક જઈ ગળામાંથી સોનાની ચેઈમની ચીલઝડપ કરી હોવાની કબુલાત કરી હતી.
ચેઈન સ્ચેનીંગીના અનેક ગુનાનો ભેદ ઉકેલાશે
આ સોનાની ચેઈન તેણે 17મી માર્ચના રોજ મોટાવરાછા ખાતે આવેલી મુથુટ ફાઈનાન્સમાં ગીરવે મુકી તેના રૂ. 58 હજાર રોકડની લોન લીધી હોવાની કબુલાત કરી હતી. ક્રાઈમ બ્રાન્ચે રીઢા ચેઈન સ્નેચર અને વાહન ચોર ઉત્સવ નરસિંહ ગલાણીને ઝડપી પાડયા રાંદેર પોલીસ મથકમાં નોંધાયેલા વાહનચોરી તેમજ જહાંગીરપુરા અને અડાજણ પોલીસ મથકમાં નોંધાયેલ ચેઈન સ્ચેનીંગીના ગુનાનો ભેદ ઉકેલાઈ ગયો હતો.
આ પણ વાંચો : Ahmedabad: રાજ્યભરના ખાનગી ટ્રાવેલ્સ એજન્ટોએ એર ઇન્ડિયા સામે લડત શરૂ કરી, કોઈ ઉકેલ નહીં આવે તો કોર્ટના દ્વાર ખખડાવશે
આ પણ વાંચો : Ahmedabad: નારણપુરા વિસ્તારમાં રોડ કપાતની કામગીરી હાલ પૂરતી સ્થગિત, સ્થાનિકોના ઉગ્ર વિરોધ બાદ AMCનો નિર્ણય