AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat : પોલીસનો અનોખો ઋણ સ્વીકાર કાર્યક્રમ, વૃદ્ધાશ્રમના વડીલોને ડુમસ બીચ ખાતે ફરવા લઈ ગયા

ડુમસ પોલીસ દ્વારા વડીલો સાથે સમય વીતાવવામાં આવ્યો હતો. જેમાં વયોવૃધ્ધો સાથે અલક-મલકની વાતો કરવામાં આવી હતી, તેમજ તેમની ઉંમરને લગત નાની-મોટી રમતો રમાડવામાં આવી તથા દરીયા કિનારા પર ડુમસના ભજીયાનો સ્વાદ માણી તેમના જીવનની કેટલીક પળોને યાદગાર તથા આનંદદાયક બનાવવા માટે ડુમસ પોલીસ દ્વારા પ્રયત્ન કરવામાં આવ્યો હતો.

Surat : પોલીસનો અનોખો ઋણ સ્વીકાર કાર્યક્રમ, વૃદ્ધાશ્રમના વડીલોને ડુમસ બીચ ખાતે ફરવા લઈ ગયા
Baldev Suthar
| Edited By: | Updated on: Mar 20, 2023 | 9:14 AM
Share

સુરત પોલીસ દ્વારા એક અનોખો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ઋણ સ્વીકાર નામના કાર્યક્રમ હેઠળ સુરત પોલીસ વૃદ્ધાશ્રમમાં રહેતા વડીલોને ડુમસ બીચ ખાતે ફરવા લઇ જવામાં આવ્યા હતા. તેમજ તેમની ઉમરને લગતી વિવિધ ગેમ તેમજ દરીયા કિનારા પર ડુમસના ભજીયાનો સ્વાદ માણી તેમના જીવનની કેટલીક પળોને યાદગાર તથા આનંદદાયક બનાવવામાં આવી હતી.

આ પણ વાંચો : Surat : બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીની મોબાઈલ સાથે પકડાતા પોલીસ ફરિયાદ દાખલ કરાઇ

સુરત પોલીસનો અનોખો ઋણ સ્વીકાર કાર્યક્રમ

સુરતમાં ડુમસ પોલીસ દ્વારા ઋણસ્વીકાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભારતીમૈયા વૃધ્ધાશ્રમના વયોવૃધ્ધો વડીલો કે જેમણે આજીવન આપણા દેશની પ્રગતિ અને ઉન્નતી માટે કોઇને કોઇ માધ્યમ પરોક્ષ કે પ્રત્યક્ષ રીતે ફાળો આપ્યો છે. જેથી આ વડીલોએ પોતાના જીવનમાં દેશની ઉન્નતી માટે આપેલા અનુદાનને ઋણ તરીકે ગણી,આજે પોલીસ પણ પ્રજાનો મિત્ર છે તેવી ભાવનાને ધ્યાનમા રાખી પોલીસ હરપળ તેમની સાથે જ છે. તેવો તેમને અનુભવ થાય તેવી શુભ આશય આ વડીલોને ડુમસ પોલીસ દ્વારા ડુમસ બીચ પર ફરવા માટે લાવવામાં આવ્યા હતા.

વડીલોએ જીવનની કેટલીક પળોને યાદગાર

ડુમસ પોલીસ દ્વારા વડીલો સાથે સમય વીતાવવામાં આવ્યો હતો. જેમાં વયોવૃધ્ધો સાથે અલક-મલકની વાતો કરવામાં આવી હતી, તેમજ તેમની ઉંમરને લગત નાની-મોટી રમતો રમાડવામાં આવી તથા દરીયા કિનારા પર ડુમસના ભજીયાનો સ્વાદ માણી તેમના જીવનની કેટલીક પળોને યાદગાર તથા આનંદદાયક બનાવવા માટે ડુમસ પોલીસ દ્વારા પ્રયત્ન કરવામાં આવ્યો હતો. જેના કારણે આ વયોવૃધ્ધોના ચહેરા પરની જે ખુશી હતી તે એક આત્મસંતોષ આપી જાય તે પ્રકારની હતી.  આ સમગ્ર કાર્યક્રમને લીધે આ વયોવૃધ્ધોને પોલીસ પોતાના મિત્ર છે તેવી લાગણીનો અનુભવ થયો હતો.

આ યાદગાર ક્ષણોને ડુમસ બીચ પર આવનાર સહેલાણીઓએ જોઇને અને બીરદાવી છે. તો ઘણા સહેલાણી યુવાનોએ પોલીસની આ કામગીરીથી પ્રેરાયને આ કામગીરીમાં ઉત્સાહભેર ભાગ પણ લીધો હતો.

કિર્તીદાન ગઢવીએ વૃદ્ધાશ્રમમાં અનોખી રીતે ઉજવ્યો જન્મદિવસ

લોકગાયક કિર્તીદાન ગઢવીએ 22 ફેબ્રુઆરીના રોજ પરીવાર સહીત પોતાના બર્થડેની ઉજવણી વૃદ્ધાશ્રમમાં આશીર્વાદ લઈને કરી હતી. સદભાવના વૃધ્ધાશ્રમ, રાજકોટ ખાતે તેમણે કેક કાપી હતી, વડીલો સાથે સંગીત માન્યું હતું અને તેમની સાથે ભોજન લીધું હતું.

Follow Us
આજનું રાશિફળ: આજે વિદ્યાર્થીઓને મળશે સફળતાના સંકેત, જાણો તમારું રાશિફળ
આજનું રાશિફળ: આજે વિદ્યાર્થીઓને મળશે સફળતાના સંકેત, જાણો તમારું રાશિફળ
અમદાવાદમાં CG રોડ પર અકસ્માત અને મારપીટ, બુટલેગરનો પૌત્ર ઝડપાયો
અમદાવાદમાં CG રોડ પર અકસ્માત અને મારપીટ, બુટલેગરનો પૌત્ર ઝડપાયો
નેતાઓની હાજરીમાં ભાવનગરના લઠ્ઠકાંડ મામલે રાજભા ગઢવીએ કરી આ ટિપ્પણી
નેતાઓની હાજરીમાં ભાવનગરના લઠ્ઠકાંડ મામલે રાજભા ગઢવીએ કરી આ ટિપ્પણી
GUના પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા સામે ભ્રષ્ટાચારના આક્ષેપ અંગે તપાસ
GUના પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા સામે ભ્રષ્ટાચારના આક્ષેપ અંગે તપાસ
સસ્તા દારૂને બ્રાન્ડેડ દારૂ તરીકે વેચવાના કૌભાંડનો પર્દાફાશ
સસ્તા દારૂને બ્રાન્ડેડ દારૂ તરીકે વેચવાના કૌભાંડનો પર્દાફાશ
વરસાદ ખેંચાતા ખેડૂતો પર સંકટના વાદળો, સિંચાઈ માટે પાણી આપવા માગ
વરસાદ ખેંચાતા ખેડૂતો પર સંકટના વાદળો, સિંચાઈ માટે પાણી આપવા માગ
ખેડૂતોનું દુંખ દૂર કરવાને બદલે સરકાર વાહવાહી કરવામાં પડી છેઃઅમિત ચાવડા
ખેડૂતોનું દુંખ દૂર કરવાને બદલે સરકાર વાહવાહી કરવામાં પડી છેઃઅમિત ચાવડા
હેલિપેડને લઈને સરકારના કડક આદેશ, સતત ઑપરેશનલ કન્ડીશનમાં રાખવામાં આવશે
હેલિપેડને લઈને સરકારના કડક આદેશ, સતત ઑપરેશનલ કન્ડીશનમાં રાખવામાં આવશે
PM મોદીના જન્મદિવસે ગુજરાત ભાજપ ઉજવશે ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ
PM મોદીના જન્મદિવસે ગુજરાત ભાજપ ઉજવશે ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ
મહેસાણામાં વિકાસ કામોની ગુણવત્તા પર રહેશે મનપાની સીધી નજર
મહેસાણામાં વિકાસ કામોની ગુણવત્તા પર રહેશે મનપાની સીધી નજર
g clip-path="url(#clip0_868_265)">