AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

નવરાત્રીમાં ગરબા રમવા જતી દિકરીઓને સુરત પોલીસે તકેદારી દાખવવા આપ્યો મેસેજ

આગામી દિવસોમાં નવરાત્રી પર્વ શરુ થશે. નવરાત્રીમાં કોઈ અઘટીત ઘટના ના ઘટે તે માટે પોલીસ સજ્જ થઈ છે. સુરતમાં ગરબા રમવા જતી બહેન દિકરીઓ માટે પોલીસે તકેદારી દાખવવા માટે ખાસ મેસેજ આપ્યો છે.

નવરાત્રીમાં ગરબા રમવા જતી દિકરીઓને સુરત પોલીસે તકેદારી દાખવવા આપ્યો મેસેજ
Baldev Suthar
| Edited By: | Updated on: Sep 24, 2024 | 7:51 PM
Share

નવરાત્રી પર્વને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે, ત્યારે સુરત પોલીસે નવરાત્રીમાં ગરબા રમવા જનારી સૌ દીકરીઓ માટે એક ખાસ મેસેજ જાહેર કર્યો છે. આ ઉપરાંત આ વર્ષે નવરાત્રી દરમ્યાન સુરતમાં પોલીસની શી (SHE) ટીમ ટ્રેડીશનલ વસ્ત્રોમાં ફરજ બજાવશે તેમજ ઘોડે સવાર પોલીસ ઉપરાંત ડ્રોન સર્વેલન્સનો પણ ઉપયોગ કરાશે.

નવરાત્રી પર્વ આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. સુરત શહેરમાં નવરાત્રીના મોટા મોટા ડોમમાં આયોજન થતા હોય છે. આ ઉપરાંત શેરી ગરબામાં પણ રાસ ગરબાની રમઝટ જમતી હોય છે, ત્યારે આ વર્ષે સુરત પોલીસ દ્વારા નવરાત્રીમાં ગરબા રમવા જનારી સૌ દીકરીઓ માટે તકેદારીઓ રાખવા બાબતે એક ખાસ મેસેજ જાહેર કર્યો છે.

આ ઉપરાંત નવરાત્રી દરમ્યાન શહેરમાં પોલીસની શી (SHE) ટીમ અલગ અલગ વિસ્તારોમાં ટ્રેડીશનલ ડ્રેસમાં ફરજ બજાવશે. આ ઉપરાંત પોલીસની અલગ અલગ ટીમો ઉપરાંત બાઇક પેટ્રોલિંગ તેમજ બોડીવોન કેમેરા સાથે પોલીસ ફરજ બજાવશે.

આ વર્ષે સુરક્ષાના ભાગરૂપે ઘોડે સવાર પોલીસ તેમજ ડ્રોન સર્વેલન્સનો પણ ઉપયોગ કરાશે તેમજ રાત્રીના સમયે જો કોઈ વાહન ના મળતું હોય તો 100 અથવા 181 નંબર ડાયલ કરીને પોલીસને જાણ કરવા માટે જણાવવામાં આવ્યું છે.

નવરાત્રીમાં ગરબા રમવા જનારી સૌ દિકરીઓને તકેદારીના ભાગરૂપે સુરત શહેર પોલીસનો એક ખાસ મેસેજ

  •  તમે જયાં ગરબા રમવા જવાના હોવ એ સ્થળનું એડ્રેસ તમારા પરિવારજનોને આપતા જજો
  • તમે જેમની સાથે ગરબા રમવા જવાનાં હોવ એ સાથી કે મિત્રોના મોબાઇલ નંબર તમારા પરિવારજનોને અવશ્ય આપીને ગરબા રમવા જજો.
  • અજાણી અથવા ટૂંકા પરિચયવાળી વ્યક્તિઓ દ્વારા ઓફર કરાયેલા પીવાના પીણાં, કોલ્ડ ડ્રિક્સ કે ખાધ્યપદાર્થ આરોગવા નહીં.
  • ગરબા રમવા જાવ ત્યારે આપના સ્માર્ટ મોબાઈલ ફોનના સેટિંગમાં ગૂગલ લોકેશન ફિચર હંમેશા ઓન મોડ પર રાખજો.
  • અજાણી કે અપરિચિત વ્યક્તિઓ સાથે સોશિયલ મીડિયા પર વ્યક્તિગત બાબતો, ફોટોગ્રાફ્સ કે વીડિયો શેર ના કરતા.
  • પરિચિત ગૃપમાં જ ગરબા રમજો.
  • અજાણી વ્યક્તિ પાસે લિફ્ટ લેવાનું કે લિફ્ટ આપવા ટાળવું.
  • સોશિયલ નેટવર્કિંગ સાઇટ દ્વારા મળેલી વ્યક્તિઓની સાથે મુલાકાત કરતી વખતે યોગ્ય સતર્કતા દાખવજો.
  • કોઈપણ અજાણી કે અપરિચિત વ્યક્તિ સાથે એકાંતવાળી કે અવાવરુ જગ્યાએ ના જશો.
  • ગરબા કાર્યક્રમ સ્થળે તમારો જવા- આવવાનો રસ્તો હંમેશા ભીડભાડવાળો જ પસંદ કરશો.
  • રાત્રિના સમયે જો કોઇ વાહન ના મળતું હોય તો 100 અથવા 181 નંબર ડાયલ કરી પોલીસને જાણ કરજો.

g clip-path="url(#clip0_868_265)">