Surat : ત્રણ દિવસ પહેલા થયેલા મીંડી ગેંગના સાગરિતની હત્યા કેસમાં પોલીસે આરોપીની કરી ધરપકડ
મરનાર અને મારનાર બંને વ્યક્તિઓ એકજ ગેંગ(Gang ) ના સભ્યો છે, તેમજ મૃતક બિલાલ એ ફાયરિંગ કરનાર ફૈયુ સુકરીનો બનેવી પણ થાય છે.

ત્રણ દિવસ અગાઉ સુરતના(Surat ) લાલ ગેટ પોલીસ(Police ) સ્ટેશન ની હદમાં રાત્રીના સમયે આરીફ મીંડી ગેંગના બિલાલ ઉર્ફે હાજી ઉપર ફાયરિંગ(Firing ) કરવામાં આવ્યું હતું. જેમાં ગંભીર રીતે ઘવાયેલ હાજીને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યાં સારવાર દરમ્યાન તેનું મૃત્યુ થતા. આ કેસમાં પોલીસ દ્વારા હત્યાનો ગુનો દાખલ કરાયો હતો. જેમાં ફાયરિંગ કરનાર મુખ્ય આરોપી ફૈયુ સુકરીની લાલગેટ પોલીસે ધરપકડ કરી છે.
લાલગેટ પોલીસ સ્ટેશનની હદમાં ગત તારીખ 17 મી જુલાઈની રાત્રિના સમયે બિલાલ ઉર્ફ હાજી અંજીર નામના એક ઈસમ ઉપર ફાયરિંગ થયું હતું. આ ફાયરિંગ દરમિયાન એક જ ગેંગના એટલે કે સુરતની કુખ્યાત આરીફ મીંડી ગેંગના અંદર અંદરના સભ્યો વચ્ચે થયેલી માથાકૂટ કારણભૂત હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું. હાજી અંજીરને તાત્કાલિક સારવાર માટે એક ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો ત્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું.
બીજી તરફ લાલગેટ પોલીસે સમગ્ર ઘટનાને લઇ હત્યાનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન હાજી અંજીર ઉપર ફાયરિંગ કરનાર અરીફ મીંડી ગેંગનો જ ફૈયુ સુકરી નામનો બહાર આવ્યું હતું. લાલ ગેટ પોલીસે ફૈયુ સુકરીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા. દરમિયાનમાં ગઈ રાત્રીના સાંજના સમયે ફૈયુ સુકરી પલસાણા નવસારી રોડ ઉપર હોવાની બાતમી મળતા લાલગેટ પોલીસ ત્યાં ઘસી ગઈ હતી અને ફૈયુ સુકરીને નંબર પ્લેટ વગરની એક બાઈક ઉપરથી ઝડપી પાડ્યો હતો.હાલ ફૈયુ સુકરીને લાલગેટ પોલીસે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે..
ફૈયુ સુકરી સુરતની કુખ્યાત ગેંગ આરીફ મીંડી નો સાગરીત છે અને હત્યા સહિત લગભગ 12 થી વધુ ગુનાઓમાં તે સંડોવાયેલો છે. તાજેતરમાં અઠવા પોલીસ સ્ટેશનની હદમાં એક હત્યાનો બનાવ બન્યો હતો તેમાં ફૈયુ સુકરીને એવો શક હતો કે હત્યા થયેલા વ્યક્તિના પરિવારને હાજી અંજીર મદદ કરી રહ્યો છે અને ફૈયુ સુકરી સહિત અન્ય લોકો કોર્ટ કાર્યવાહીમાં ફસાય તેવું કામ કરી રહ્યો છે. આ શંકા ના આધારે જ ફૈયુ સુકરીએ હાજી અંજીર ઉપર ફાયરિંગ કર્યું હતું. જેમાં હાજી અંજીરનું ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું. જોકે ફૈયું સુકરીની ધરપકડ કરવામાં નથી આવી તેણે સામે થી સરેન્ડર કર્યું હોવાની પણ ચર્ચાએ જોર પકડ્યું છે.
ઉલ્લેખનીય છે કે, મરનાર અને મારનાર બંને વ્યક્તિઓ એકજ ગેંગ ના સભ્યો છે, તેમજ મૃતક બિલાલ એ ફાયરિંગ કરનાર ફૈયુ સુકરીનો બનેવી પણ થાય છે. પોતાની બહેનને ત્રાસ આપતો હોવાની અદાવત રાખીને ફૈયું એ તેમાં બનેવી ને મોત ને ઘાટ ઉતાર્યો હોવાની પણ ચર્ચા ચાલી હતી. જોકે હજુ પોલીસ તપાસમાં કેવા તથ્યો બહાર આવે તે પણ જોવું રહેશે.