Surat: પરિણિતાને માર મારવાની ફરિયાદ મામલે પોલીસે સાસુ, નણંદ અને પતિની કરી ધરપકડ- જુઓ Video

Surat:સુરતની એક 22 વર્ષિય યુવતીએ જે યુવકને પ્રેમ કર્યો, જેની સાથે સુખેથી જિંદગી પસાર કરવાના સપના જોયા એ સપના લગ્નના ત્રણ જ મહિનામાં ચકનાચુર થઈ ગયા. પરિણિતાને સાસરિયા દ્વારા મારજૂડ કરી ગુલામની જેમ રાખવામાં આવતી હતી, આખરે કંટાળીને પરિણિતાએ સાસુ, નણંદ અને પતિ સામે ફરિયાદ નોંધાવી છે.

Follow Us:
Baldev Suthar
| Edited By: | Updated on: Aug 17, 2023 | 10:04 PM

Surat:  સુરતમાં 22 વર્ષીય યુવતીને પ્રેમ લગ્ન કરીને પસ્તાવાનો વારો આવ્યો છે. લગ્નના ત્રણ મહિના બાદથી જ પરિણીતાને શારીરિક માનસિક ત્રાસ આપવામાં આવતો હતો અને મારઝૂડ કરવામાં આવતી હતી.

સાસરિયાએ મળીને પરિણીતાના વાળ પણ કાપી નાખવામાં આવ્યા હતા અને જાનથી મારી નાખીને માં બાપના ઘરે ફેકી દેવાની ધમકીઓ આપવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ સમગ્ર મામલે પરિણીતાએ કતારગામ પોલીસ મથકમાં પતિ, સાસુ અને નણંદ સામે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

સાસરિયાઓએ માર મારતા ઈજાગ્રસ્ત યુવતી હાલ સારવાર હેઠળ

સુરતમાં રહેતી 22 વર્ષીય યુવતીએ વર્ષ 2021માં કતારગામ વિસ્તારમાં રહેતા વિવેક કાચરિયાની સાથે પ્રેમલગ્ન કર્યા હતા. લગ્નગાળા દરમ્યાન તેઓને સંતાનમાં 1 વર્ષની દીકરી પણ છે. પ્રેમલગ્ન કરનાર પરિણીતાને ઢોર માર મારવામાં આવ્યો હતો. ઈજાગ્રસ્ત પરિણીતા હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. તો બીજી તરફ આ સમગ્ર મામલે પરિણીતાએ કતારગામ પોલીસ મથકમાં પતિ, સાસુ અને નણંદ સામે કતારગામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી

Yoga Day 2024 : માત્ર ફરવા માટે જ નહીં પરંતુ યોગ માટે બેસ્ટ છે આ સ્થળો
Yoga Routines : રોજ યોગ કર્યા પછી પણ નથી મળતો ફાયદો, જાણો કારણ
આજનું રાશિફળ તારીખ : 20-06-2024
Beautiful Mommy, દીપિકા પાદુકોણે પહેલીવાર પોતાનો બેબી બમ્પ ફ્લોન્ટ કર્યો, જુઓ તસવીર
33 રૂપિયાની કિંમતનો આ શેર નીકળ્યો બાજીગર... કિંમત પહોંચી 500 રૂપિયા સુધી
આ ડિફેન્સ સ્ટોક બન્યા રોકેટ, રોકાણકારોને મળ્યું 687% સુધીનું બમ્પર રિટર્ન, જુઓ લિસ્ટ

લગ્નના ત્રણ મહિના બાદ ત્રાસ ગુજારવાની થઈ શરૂઆત

પરિણીતાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે પ્રેમલગ્નના 3 મહિના સુધી તેણીને સારી રીતે રાખવામાં આવી હતી અને ત્રણ મહિના બાદ ઘરના કામકાજ બાબતે ઝઘડો-તકરાર કરીને તેણીની સાથે મારઝૂડ કરી શારીરિક માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. પરિણીતાને ફોન પણ રાખવા દેતા ન હતા અને ઘરની બહાર એકલા નીકળવા દેતા ન હતા. તેમજ પરિણીતાને પિયરમાં વાત પણ કરવા દેતા ન હતા. જયારે ગર્ભવતી હતી ત્યારે પણ બોલાચાલી કરી મારઝુડ કરતા હતા.

ખાવા-પીવા પણ ન આપતા હોવાનો આરોપ

છેલ્લા 1 મહિનાથી પરિણીતાને સમયસર ચા તેમજ ખાવાનું પણ આપતા ન હતા અને સવારના ચાર વાગ્યે જગાડીને ઘરના કામકાજ કરાવતા હતા અને રાત્રીના સમયે સુવા પણ દેતા ન હતા અને પરિણીતાને તેઓની પાસે ઉભા રાખતા હતા અને પરિણીતા બેસે તો તેણીને માર મારવામાં આવતો હતો. તેમજ પરણીતાને ઘરનું કામકાજ કર્યા બાદ ઘરમાં સિલાઈ કામ અથવા કોઈ પણ કામ કરીને મહીને ૧૫ હજાર રૂપિયા દર મહીને કમાઈને ઘરમાં આપવાનું જણાવતા હતા

પરિણિતાએ સાસુ, પતિ અને નણંદ સામે માર મારવાની નોંધાવી ફરિયાદ

પરિણીતાએ પોલીસ ફરિયાદમાં વધુમાં જણાવ્યું હતું કે ગત 14 ઓગસ્ટના રોજ રાત્રિના 1 વાગ્યાના આસપાસ સાસુએ મોઢા પર કપડાનો પટ્ટો બાંધીને ઘરના દરવાજા બંધ કરીને પતિ અને નણંદએ વેલણ, લાકડી તથા કાતરથી ઢોર માર માર્યો હતો અને બાદમાં વાળ પણ કાપી નાખ્યા હતા અને સાસુએ ધમકી આપી હતી કે ફ્લેટ રાખ્યો છે તેનું કામકાજ પૂર્ણ થઇ જાય પછી તને મારીને તારા માતા-પિતાના ઘરની સામે ફેકી દઈશું,

આ પણ વાંચો: Rajkot: ગાંજો પીવાની ના પાડનારા યુવકની છરીના ઘા ઝીંકી હત્યા કરનારા ચાર શખ્સ ઝડપાયા

ઉલ્લેખનીય છે કે સાસરિયાઓના અત્યારચારનો ભોગ બનેલી પરિણીતા હાલ હોસ્પિટલમાં સારવાર લઇ રહી છે. તો બીજી તરફ પરિણીતાની ફરિયાદના આધારે કતારગામ પોલીસે પતિ, સાસુ અને નણંદ સામે ગુનો નોંધી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

સિંહોના ટોળા હોય, વિશ્વાસ ન આવતો હોય તો જોઈ લો -આ વીડિયો
સિંહોના ટોળા હોય, વિશ્વાસ ન આવતો હોય તો જોઈ લો -આ વીડિયો
સિક્કિમમાં ફસાયેલા પરિવારના 9 સભ્યનું રેસ્ક્યુ
સિક્કિમમાં ફસાયેલા પરિવારના 9 સભ્યનું રેસ્ક્યુ
ફતેવાડીમાં નશાકારક પદાર્થના વેચાણની ના પાડતા યુવકની હત્યા
ફતેવાડીમાં નશાકારક પદાર્થના વેચાણની ના પાડતા યુવકની હત્યા
બોગસ માર્કશીટ કૌભાંડનો થયો પર્દાફાશ, એકની ધરપકડ
બોગસ માર્કશીટ કૌભાંડનો થયો પર્દાફાશ, એકની ધરપકડ
ગુજરાત ભાજપના આ સાંસદે, જાહેર મંચ પરથી કોને આપી સ્પષ્ટ શબ્દોમાં ધમકી ?
ગુજરાત ભાજપના આ સાંસદે, જાહેર મંચ પરથી કોને આપી સ્પષ્ટ શબ્દોમાં ધમકી ?
ACBના સકંજામાં રહેલા સાગઠિયાની તપાસ, મોટા માથાઓના નામ ખુલવાની સંભાવના
ACBના સકંજામાં રહેલા સાગઠિયાની તપાસ, મોટા માથાઓના નામ ખુલવાની સંભાવના
નર્મદા કિનારે મહાકાય મગર નજરે પડતાં સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો
નર્મદા કિનારે મહાકાય મગર નજરે પડતાં સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો
સમા વિસ્તારમાં એક કોમના બે જૂથ વચ્ચે મારામારી, 11ની અટકાયત 4 ફરાર
સમા વિસ્તારમાં એક કોમના બે જૂથ વચ્ચે મારામારી, 11ની અટકાયત 4 ફરાર
ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા આપી સૂચના
ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા આપી સૂચના
વલસાડમાં મેઘરાજા મનમુકીને વરસ્યા
વલસાડમાં મેઘરાજા મનમુકીને વરસ્યા
g clip-path="url(#clip0_868_265)">