Surat : કિન્નર બનીને ચોરી કરતી ગેંગ ઝડપાઇ, બે લાખથી વધુનો મુદ્દામાલ કબજે
સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસે અલગ અલગ ટીનો બનાવી આવા ગુનામાં સંડોવાયેલ આરોપીઓને પકડી પાડવા માટે તપાસ શરૂ કરી હતી. દરમિયાન શહેર ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ત્રણ આરોપીને ઝડપી પાડી 2 લાખથી વઘુનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.તપાસમાં બહાર આવ્યું કે આ લોકો ડુપ્લીકેટ કિન્નર બનીને ચોરી કરતા હતા.
સુરત(Surat)શહેરની જુદી જુગી સોસાયટીઓમાં છેલ્લા કેટલાક દિવસોથી કિન્નરો(eunuch) દ્વારા ઘરોમાં વિધિ કરવાના બહાને લોકોને ઘેન યુકત પ્રવાહી પીવડાવી અર્ધબેભાન કરી સોના ચાંદીના દાગીના ચોરી(Theft) થવાના બનાવો સામે આવી રહ્યા હતા. આ બનાવોને લઈને સક્રિય થયેલી ક્રાઈમ બ્રાન્ચ પોલીસે અલગ અલગ ટીનો બનાવી આવા ગુનામાં સંડોવાયેલ આરોપીઓને પકડી પાડવા માટે તપાસ શરૂ કરી હતી. દરમિયાન શહેર ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ત્રણ આરોપીને ઝડપી પાડી 2 લાખથી વઘુનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.તપાસમાં બહાર આવ્યું કે આ લોકો ડુપ્લીકેટ કિન્નર બનીને ચોરી કરતા હતા.
કિન્નરના વેશમાં આવી લોકો ચોરી કરતા
આપણે અવાર નવાર ચોરી કે લૂંટના કિસ્સો સતત આપણે સાંભળતા હોય છે કે કોઈ નવી નવી એમો વાપરીને ચોરી કરતા હોય છે ત્યારે આવો કિસ્સો તમને સાંભળવા મળ્યો નહિ હોય કે કિન્નરના વેશમાં આવી લોકો ચોરી કરતા ક્રાઇમ બ્રાન્ચ પોલીસ પાસેથી મળતી માહીતી પ્રમાણે ક્રાઈમ બ્રાન્ચ પોલીસના પીએસઆઇ ડોડીયા ની ટીમને બાતમી મળી હતી તેના આધારે મહિધરપુરા લાલદરવાજા ખાતે આવેલ ખોડિયાર મંદિર પાસેથી ઓટો રીક્ષા માંથી આરોપી મહેશનાથ ઝવેરનાથ પરમાર અને બાબુનાથ માનસીંગનાથ પરમાર અને રિક્ષા ડ્રાઈવર રામ સેવક કૈલાશ શર્માને ઝડપી પાડયા હતા. અને આરોપીઓ પાસેથી સોનાની વીટી, સોનાનું પેન્જલ, કાનની બુટ્ટી, ચાંદીના કડા, લકી, તેમજ રોકજ સહીક 2.10 લાખથી વદુની મત્તા કબ્જે કરવામાં આવી હતી.
લોકોને માતાજીના હવન માટે પૈસા તથા ધી ની માંગણી કરતા
પોલીસ દ્વારા પુછપરછ કરવામાં આવતાં જાણવા મળ્યું હતુ કે આરોપીઓ કિન્નરોના વેશમાં વિવિધ સોસાયટીઓમાં જઈ લોકોને માતાજીના હવન માટે પૈસા તથા ધી ની માંગણી કરી તેઓના ઘરમાં મેલી વિદ્યા છે તેની વિધિ કરવી પડશે તેવી વાતોમાં ભોળવી લેતા અને ઘરમાં હાજર લોકોને ચરણામૃત કહી ઘેનયુકત પ્રવાહી પીવડાવી અર્ધ બેભાન કરી ઘરમાંથી તથા બંગલામાંથી સોના- ચાદીના દાગીના અને રોકડ રકમ ચોરી કરી ભાગી જતાં હતા.
બાબુનાથ પરમાર વિરુઘ 8 ગુના નોંધાયેલા છે
આરોપીઓએ આજ રીતે ગત 20મીએ સવારના સમયે કિન્નરના વેશમાં શહેરના વરાછાની ગાયત્રી સોસાયટીના એખ બંગલામાં મહિલાને અર્ધ બેભાન કરી તેમજ 13 મીએ ખટોદરાના એક એપાર્ટમેન્ટના ફલેટમાં હાજર તમામ વ્યક્તિઓને અર્ધ બેભાન કરી સોના ચાંદીના દાગીના ચોરી કરી ભાગી ગયા હતા. વધુમાં પોલીસે જણાવ્યુંહતુ કે આરોપી મેહસનાથ વિરુધ સુરત સહીત રાજયના જુદા જુદા શહેરોના પોલીસ મથકો 15 અને બાબુનાથ પરમાર વિરુઘ 8 ગુના નોંધાયેલા છે.હાલ તો પોલીસે આરોપીઓની ધરપકડ કરી વધુ પુછપરછ હાથ ધરી છે.
આ પણ વાંચો : જુનાગઢમાં મહાશિવરાત્રી મેળાનો પ્રારંભ, અહીં જીવ અને શિવનું થાય છે મિલન જાણો શું છે લોકવાયકા ?
આ પણ વાંચો : Surat : રશિયા-યુક્રેનના યુદ્ધથી ડાયમંડ ઉદ્યોગની ચમક ઝાંખી પડવાના એંધાણ