Surat: અંબાજી મંદિર રોડ પર ડ્રેનેજની કામગીરી માટે ખોદાયેલા ખાડા ભરવામાં ન આવતા લોકોએ સોશિયલ મીડિયામાં પોસ્ટ વાયરલ કરી
કોર્પોરેટરોના ચાર ફોટો સાથેની પોસ્ટની અંદર લખવામાં આવ્યું છે કે કોર્પોરેટર અને બે હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે અમારા કિમતી વોટની કિંમત નથી સમજાતી કે અમારી કિંમત નથી.
અંબાજી માતાનું મંદિર સુરત (Surat) ના અંબાજી મંદિર (Ambaji Road) રોડ ઉપર ઠેર ઠેર ખાડા ખોદીને અથવા તો ડ્રેનેજ (drainage) ની કામગીરી કરવા માટે જે ખોદકામ કર્યું છે તેના કારણે આજુબાજુના રહેવાસી અને ખાસ કરીને જે વેપાર-ધંધા કરી રહ્યા છે જે લોકોને ભારે મુશ્કેલી પડી રહી છે. કારણ કે ખોદકામ કર્યા બાદ જે સમયસર જ કામ પૂર્ણ કરતાની સાથે જ ધૂળની ડમરી ઉડી રહી છે, જેથી લોકોને અને ખાસ કરીને આજુબાજુના રહીશોને ભારે મુશ્કેલી પડી રહી છે તેના કારણે સ્થાનિક લોકો (People) એ ચાર કોર્પોરેટરો (Corporator) ના ફોટા સાથે પોસ્ટર છે તે સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો છે અને આ કામ જલ્દી પૂર્ણ કરવા માટેની અપીલ પણ કરી.
સુરત સીટી એટલે સ્માર્ટ સિટી તરીકે ઓળખાય છે પણ છેલ્લા કેટલાક દિવસથી સુરતના રોડ રસ્તાઓ પણ તમે પસાર થાવ તો તમે માથાનો દુખાવો સમાન આજે સ્થિતિ છે તે જોવા મળ્યું છે કારણ કે સુરતના તમામ મોટાભાગના રોડ રસ્તા ઉપર એની કામગીરી અથવા તો કોઈ બીજી કામ કરીએ તો સુરત મહાનગરપાલિકાની કામગીરી ચાલી રહી છે. આ કારણે ઠેરઠેર રોડના જ આજુબાજુ અથવા રોડની વચ્ચે છે. આજે ખોદકામ અથવા તો જે ડ્રેનેજની કામગીરી કરવામાં આવી છે, તેને કારણે આજુબાજુના લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે આ એક વિવાદ સામે આવ્યો છે કે સુરત અંબાજી મંદિરની આજુબાજુના રહેવાસી લોકો દ્વારા સોશિયલ મીડિયાની પોસ્ટ વાયરલ કરી છે.
કોર્પોરેટરોના ચાર ફોટો અને એક પોસ્ટની અંદર લખવામાં આવ્યું છે કે કોર્પોરેટર અને બે હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે અમારા કિમતી વોટની કિંમત નથી સમજાતી કે અમારી કિંમત નથી. અમારા જે આ ખોદકામ કરવામાં આવી છે તેના કારણે આજુબાજુના વેપાર ધંધા કરતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, જેથી આ પોસ્ટ સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઇ છે અને આ તમામ કોર્પોરેટરો છે.ભાજપના ચારેકોર ફોટા સાથે આ સોશિયલ મીડિયાની અંદર પોસ્ટ વાઇરલ કરી છે હવે સુરત મહાનગરપાલિકા અને આંખો દ્વારા કઈ રીતે આગળની કામગીરી હાથ ધરવામાં આવશે.
આ પણ વાંચોઃ Ahmedabad: બે વર્ષ બાદ હનુમાન જન્મોત્સવની ઉજવણી, કેમ્પ હનુમાન મંદિરથી નીકળી શોભાયાત્રા
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો