Ahmedabad: બે વર્ષ બાદ હનુમાન જન્મોત્સવની ઉજવણી, કેમ્પ હનુમાન મંદિરથી નીકળી શોભાયાત્રા

દર વર્ષે 16 એપ્રિલ ચૈત્રી સુદ પૂનમે હનુમાન કેમ્પ મંદિરમાં (Hanuman Camp) હનુમાન જન્મોત્સવ મનાવવામાં આવે છે. તેમજ તેના એક દિવસ પહેલા શહેરમાં હનુમાન યાત્રા પણ કાઢવામાં આવે છે. જે પ્રથા આ વર્ષે પણ યથાવત રખાઈ છે.

Ahmedabad: બે વર્ષ બાદ હનુમાન જન્મોત્સવની ઉજવણી, કેમ્પ હનુમાન મંદિરથી નીકળી શોભાયાત્રા
Camp Hanuman temple organizes Hanuman Jayanti Yatra
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 15, 2022 | 11:48 AM

આવતીકાલે એટલે કે 16 એપ્રિલ ચૈત્રી સુદ પૂનમે ભગવાન હનુમાનની જન્મજયંતી (Hanuman Jayanti) છે. જેને લઈને દર વર્ષની જેમ આ વર્ષે પણ કેમ્પ હનુમાન (camp hanuman) મંદિર દ્વારા વિશેષ ઉજવણીનું આયોજન કર્યું છે. આજથી કેમ્પ હનુમાનમાં મહોત્સવ શરૂ થઈ ગયો છે. અમદાવાદના (Ahmedabad) માર્ગો પર હનુમાન દાદાની શોભાયાત્રા નીકળતા જયશ્રી રામના નારા લાગ્યા. બે વર્ષ બાદ હનુમાન જન્મોત્સવની ઉજવણી થતા ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો.

દર વર્ષે 16 એપ્રિલ ચૈત્રી સુદ પૂનમે કેમ્પ હનુમાન મંદિરમાં હનુમાન જન્મોત્સવ મનાવવામાં આવે છે. તેમજ તેના એક દિવસ પહેલા શહેરમાં હનુમાન યાત્રા પણ કાઢવામાં આવે છે. જે પ્રથા આ વર્ષે પણ યથાવત રખાઈ છે. કોરોનાને કારણે ગત બે વર્ષથી ઉજવણી થઈ શકતી ન હતી, પણ આ વર્ષે નહિવત કેસ અને છૂટછાટ સાથે પર્વની ઉજવણી કરવાનું નક્કી કરાયું છે. આજે અમદાવાદના શાહીબાગ કેમ્પ હનુમાન મંદિરથી હનુમાનજીની ભવ્ય શોભાયાત્રા નીકળી. શોભાયાત્રાનું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું. સુભાષબ્રિજ પર મેયર દ્વારા શોભાયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યુ. શોભાયાત્રામાં વિવિધ કરતબો સાથેના વિવિધ અખાડાઓ પણ હતા. દાદાની ભવ્ય શોભાયાત્રામાં 14 સુશોભિત ટ્રકો અને બાઇક સહિતના નાના મોટા વાહનો આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા.

આજે સવારે 8 વાગે કેમ્પ હનુમાન મંદિરથી યાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યુ. તે બાદ યાત્રા શાહીબાગ સુભાષબ્રિજ,ગાંધી આશ્રમ,વાડજ,ઉસ્માનપુરા, ઇન્કમટેક્સ, વી.એસ. હોસ્પિટલ, પાલડી, ધરણીધર, ધરણીધર, નહેરુનગર, વિજય ચાર રસ્તા નવરંગ સ્કૂલ અને ઉસ્માનપુરા, વાડજ સહિતના રુટ પર ફરી નીજ મંદિર પરત ફરશે.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

આવતીકાલે 16 એપ્રિલે ભગવાન હનુમાનનો જન્મોત્સવ હનુમાન કેમ્પ ખાતે મનાવવામાં આવશે. જેને લઈને પણ હનુમાન કેમ્પ ખાતે વિશેષ આયોજન પણ કરવામાં આવ્યું છે. વહેલી સવારે મંગળા આરતી, સુંદરકાંડ પાઠ, ફૂલોની વર્ષા, મારુતિ યજ્ઞ, ધ્વજા રોહણ અને મહા પ્રસાદ સાથે ભંડારાનું આયોજન કરાયું છે. આ વર્ષે 2500 કિલો બુંદી પર નવ ગ્રહ અને સૂર્ય બનાવી તે પ્રસાદી સ્વરૂપે લોકોને આપી ઉજવણી કરવામાં આવશે. જે આકર્ષણનું કેન્દ્ર બનશે.

ઉજવણી સાથે રક્તદાન શિબિરનું પણ આયોજન કરાયું

કોરોના કાળ દરમિયાન અનેક લોકોને લોહીની અછતના કારણે હાલાકી પડી હતી, જે પરિસ્થિતિ ફરી ન સર્જાય અને જરૂરિયાત મંદને લોહી સમયસર અને પૂરતું મળી રહે તે વિચાર સાથે હનુમાન જન્મ જયંતિ સાથે રક્તદાન શિબિરનું પણ આયોજન કરવામાં આવ્યું. જ્યાં લોકો રક્તદાન કરી શકતા લોકોની સમસ્યા પણ દૂર કરી શકાશે.

આ પણ વાંચોઃ  વડોદરામાં પણ સાયન્સ સિટી બનાવવાની તૈયારીઓ શરૂ, મેયરે ગાંધીનગરમાં આ અંગે ચર્ચા કરી હોવાનું જણાવ્યું

આ પણ વાંચોઃ મોંઘા પેટ્રોલનો વિરોધ કરવા 1 રૂપિયે લીટર વેચાણ કરાયું પણ એટલી ભીડ ઉમટી કે પોલીસ બોલાવવી પડી

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">