Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat : સ્મીમેરના ડોકટરોની માનવતા મરી પરવારી,પાંચમા માળેથી પટકાયેલા દર્દીને નવી સિવિલ હોસ્પિટલમાં તગેડી દીધા

લીંબાયત ખાતે આવેલ ગોવિંદ નગરમાં રહેતા અસલમ રહેમાન મન્સૂરી ગઈ કાલે બપોરે દોઢેક વાગ્યાના અરસામાં રઘુકુળ ગરનાળા પાસે આવેલ મિલેનિયમ માર્કેટ-2 માં પાંચમા માળે કામ કરતી માતાને મળવા માટે ગયો હતો ત્યારે થૂંકતી વખતે બેલેન્સ ખોરવાતા નીચે પટકાયો હતો.અકસ્માતમાં તેના બને પગ તથા બને હાથમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી.

Surat : સ્મીમેરના ડોકટરોની માનવતા મરી પરવારી,પાંચમા માળેથી પટકાયેલા દર્દીને નવી સિવિલ હોસ્પિટલમાં તગેડી દીધા
Surat Hospital Patient
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Apr 14, 2022 | 10:03 PM

સુરત(Surat)મહાનગર પાલિકા દ્વારા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં(SMIMER Hospital) રાહત અને નજીવા દરે સારવાર મળે છે.પરંતુ અહીંયા ડોકટરોનો(Doctor) લાલીયાવાડી અને અમાનવીય વ્યવહારનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.પાંચમા માળેથી નીચે પટકાયેલા ગંભીર રીતે ઈજાગ્રસ્ત દર્દીને સમયસર યોગ્ય સારવાર આપવાને બદલે 20 હજાર રૂપિયા ટેબલ પર મુકો તો ટ્રિમેન્ટ ચાલુ થશે,પાંચ મિનિટમાં જવાબ આપો નહીં તો અહીંથી લઇ જાવો વિગેરે પ્રાઇવેટ હોસ્પિટલવાળાની જેમાં વ્યવહાર કરી અને સારવારનો વધુ ખર્ચો થશે વિગેરે રીતે પરિવારજનોને ભય બતાવી તેને યોગ્ય સારવાર આપવાને બદલે નવી સિવિલ હોસ્પિટલમાં તગેડી મુકવામાં આવ્યો હતો.હાલમાં દર્દી નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

લીંબાયત ખાતે આવેલ ગોવિંદ નગરમાં રહેતા અસલમ રહેમાન મન્સૂરી ગઈ કાલે બપોરે દોઢેક વાગ્યાના અરસામાં રઘુકુળ ગરનાળા પાસે આવેલ મિલેનિયમ માર્કેટ-2 માં પાંચમા માળે કામ કરતી માતાને મળવા માટે ગયો હતો ત્યારે થૂંકતી વખતે બેલેન્સ ખોરવાતા નીચે પટકાયો હતો.અકસ્માતમાં તેના બને પગ તથા બને હાથમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી.તેને તાત્કાલિક સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.જોકે અહીંયા તેની સાથે જે વ્યવહાર કરવામાં આવ્યું હતું તે ખરેખર નિંદનીય છે.તેના ભાઈ મુન્નાએ ગંભીર આક્ષેપ કરતા કહ્યું હતું કે ઈમરજેંસી વિભાગમાં તેને એકાદ કલાક સુધી સારવાર જ આપવામાં આવી નથી.

અહીંયા જે ડોકટરો હાજર તે એવું કહેતા હતા કે તેની તબિયત ગંભીર છે.ઓપરેશન કરવું પડશે.20 હજાર રૂપિયા ટેબલ પર મુકો તો આગળ ટ્રિટમેન્ટ ચાલુ થશે નહીં તો પછી અહીંથી લઇ જાવો.અમે એવું પણ કહ્યું કે કાલ સુધી પૈસાની સગવડ કરી આપીશું ત્યારે એવું કહ્યું કે સામાન બાહરથી લાવવું પડશે એવું નહીં ચાલશે.અમારી આટલા પૈસા નથી એવું કહ્યું ત્યારે ડોકટરે એવો જવાબ આપ્યો કે ફ્રીમાં સારવાર કરાવી હોય તો સિવિલ હોસ્પિટલમાં લઇ જઈ શકો છે.જેથી અમે તેને સિવિલ હોસ્પિટલમાં લઇ આવ્યા.અહીંયા તેની યોગ્ય સારવાર ચાલી રહી છે.

Gold Price Prediction : એલર્ટ, 1,25,000 ને પર જશે સોનાનો ભાવ ! જાણો કારણ
ઝહીર ખાન-સાગરિકા ઘાટગેના દીકરાના નામનો અર્થ શું છે?
જયા કિશોરીએ કહી મહાભારતની આ 3 વાત, જે શીખી લેશો તો ક્યારેય હારશો નહીં..
બોલિવૂડની ચર્ચિત અભિનેત્રીનું કોંગ્રેસ જોડે શું છે 'કનેક્શન'?
Vastu Tips : ઘરના ફ્રિજ ઉપર આ 4 વસ્તુ ભૂલથી ન રાખતા, આવશે ગરીબી
Bike Petrol : બાઇકને તડકામાં પાર્ક કરો તો પેટ્રોલ ઉડી જાય છે ?

હાડકું તૂટી ગયું છે,અમારી પાસે પૈસા નથી તેવું બોલાવી વિડીયો બનાવી લીધો

દર્દીના ભાઈ મુન્નાએ જણાવ્યું હતું કે અમે તો સારવાર કરાવવા માંગતા હતા.પણ ડોકટરો 20 હજાર રૂપિયા ટેબલ ઉપર મુકવાની વાત કરતા હતા.એ સાંભળી અમે ચોકી ગયા હતા.સરકારી હોસ્પિટલ હોવા છતાં અહીંયા પ્રાઇવેટ હોસ્પિટલવાળા જેવું વ્યવહાર કરવામાં આવી રહ્યું હતું.અમે કહ્યું કે અમારી પાસે આટલા પૈસા નથી ત્યારે મારા ભત્રીજા તન્વીર પાસે એવું બોલાવીને વિડીયો બનાવી લીધો કે “હાડકું તૂટી ગયું છે,અમારી પાસે પૈસા નથી અને સિવિલમાં લઇ જવા માંગીએ છે”.તેમજ અમે બે ભાઈઓની કાગળ ઉપર સિગ્નેચર કરાવી લીધી.કાગળમાં લખેલું હતું કે અમારી પાસે પૈસા નથી અને અમારી મરજીથી લઇ જઇયે છે.વધુમાં મુન્નાએ ડોકટરનું વર્ણન બતાવતા જણાવ્યું હતું કે જે ડોકટરે તેમની સાથે આ બધી વાતો કરી હતી તેના દાંતમાં તારની પેકીંગ લાગેલી છે.

25 એક્સરે કઢાવ્યા,1 સોનોગ્રાફી કરાવી અને પછી 20 હજારનો ખર્ચો બતાવી સિવિલમાં મોકલી આપ્યા

મુન્નાએ જણાવ્યું હતું કે મારી પાસે ફકત ત્રણ હજાર રૂપિયા જ હતા.હું જયારે હોસ્પિટલમાં પહોંચ્યો ત્યારે ડોકટરોએ મારા ભાઈ અસ્લમનાં 25 એક્સરે કઢાવ્યા હતા  જેના મેં 2250 રૂપિયા ભર્યા,ત્યાર બાદ સોનોગ્રાફી કરાવી તેમજ ડીપોઝીટના 200 રૂપિયા ભરાવ્યા.ત્યાર બાદ એવું કહ્યું કે 20 હજાર રૂપિયા ભરો તો ઓપરેશન થશે.જોકે અમે આટલા પૈસા અમારી પાસે નથી એવું કહેતા આગળ સારવાર કરવાની ના પાડી દીધી અને પછી સિવિલમાં લઇ જાવાનું કહ્યું.જે એક્સરે,સોનોગ્રાફી અમે કરાવ્યા હતા તે અમને આપ્યું પણ નહીં.અમે સિવિલમાં ગયા ત્યારે ફરીથી એ બધી પ્રક્રિયા કરવી પડી હતી.

આ પણ વાંચો :  SURAT : યુવતીના પ્રેમમાં પાગલ યુવકનો ઇમોશનલ બ્લેકમેલિંગનો ખેલ, યુવતીના પરિજનોએ નોંધાવી પોલીસ ફરિયાદ

આ પણ વાંચો :  Surat : વિદ્યાર્થિનીઓમાં જાગૃતિ કેળવવા કેન્દ્રીય રેલ્વે રાજ્ય મંત્રી દર્શના જરદોશે સેનિટરી પેડનું વિતરણ કર્યું

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

ધરમપુરમાં ક્રોસ હટાવવા મુદ્દે આદિવાસી સમાજે રેલી યોજી કર્યો વિરોધ
ધરમપુરમાં ક્રોસ હટાવવા મુદ્દે આદિવાસી સમાજે રેલી યોજી કર્યો વિરોધ
ઊંઘ આવી જતા અકસ્માત સર્જાયો અને યુવતીએ ત્યાંને ત્યાં જીવ ગુમાવ્યો
ઊંઘ આવી જતા અકસ્માત સર્જાયો અને યુવતીએ ત્યાંને ત્યાં જીવ ગુમાવ્યો
ધારેશ્વર ગામમાં બાળમજૂરીનો પર્દાફાશ થયો, પોલીસ કડક કાર્યવાહી કરશે
ધારેશ્વર ગામમાં બાળમજૂરીનો પર્દાફાશ થયો, પોલીસ કડક કાર્યવાહી કરશે
રાહુલ ગાંધી મોડાસાથી પ્રારંભ કરાવશે સંગઠન સર્જન અભિયાન
રાહુલ ગાંધી મોડાસાથી પ્રારંભ કરાવશે સંગઠન સર્જન અભિયાન
જુહાપુરામાં બેફામ કારચાલક પર ટોળાનો હુમલો, 7 લોકોની કરી અટકાયત
જુહાપુરામાં બેફામ કારચાલક પર ટોળાનો હુમલો, 7 લોકોની કરી અટકાયત
રાજકોટમાં બસ ચાલકે 5 લોકોને લીધા અડફેટે, 4 લોકોના મોત
રાજકોટમાં બસ ચાલકે 5 લોકોને લીધા અડફેટે, 4 લોકોના મોત
આ રાશિના જાતકોને આજે નાણાકીય લાભના સંકેત, જાણો આજનું રાશિફળ
આ રાશિના જાતકોને આજે નાણાકીય લાભના સંકેત, જાણો આજનું રાશિફળ
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ ! આગામી 3 દિવસ યલો એલર્ટની આગાહી
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ ! આગામી 3 દિવસ યલો એલર્ટની આગાહી
વરસાદી ઝાપટાને કારણે રહેવાસીઓમાં હાશકારો
વરસાદી ઝાપટાને કારણે રહેવાસીઓમાં હાશકારો
ગોધરામાં ટાયરના ભંગારના ગોડાઉનમાં લાગી વિકરાળ આગ, જુઓ વીડિયો
ગોધરામાં ટાયરના ભંગારના ગોડાઉનમાં લાગી વિકરાળ આગ, જુઓ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">