Surat: પાંડેસરા પોલીસની સરાહનીય કામગીરી, છેલ્લા 8 માસમાં ગુમ 111 બાળકોનું માતા-પિતા સાથે મિલન કરાવ્યું

|

Mar 04, 2022 | 12:59 PM

પાંડેસરા પોલીસ ઇન્સ્પેક્ટર એ.પી.ચૌધરીએ પાંડેસરા પોલીસ સ્ટેશનમાં બાળકોના ગુમ થવાના બનાવોની ગંભીરતા સમજી તાત્કાલિક પોલીસની અલગ અલગ ટીમો બનાવી હ્યુમન સોર્સિસ તથા ટેક્નિકલ સોર્સિસના આધારે ગુમ થયેલા 111 બાળકોને શોધી કાઢ્યા હતા.

Surat: પાંડેસરા પોલીસની સરાહનીય કામગીરી, છેલ્લા 8 માસમાં ગુમ 111 બાળકોનું માતા-પિતા સાથે મિલન કરાવ્યું
Pandesara Police station, Surat (File Image)

Follow us on

સુરત (Surat)માં છેલ્લા ઘણા સમયથી બાળકોને ઘરમાં મૂકીને કામ ધંધે નીકળી જતા બાળકોના ગુમ થવાના અનેક બનાવો સામે આવ્યા છે. જો કે આ બાબતમાં ખૂબ જ સક્રિય રીતે કામગીરી કરીને પાંડેસરા પોલીસે (Pandesara Police)છેલ્લા આવા કેટલાક ગુમ થયેલા બાળકોનું (Missing Children) માતા-પિતા સાથે મિલન કરાવ્યું છે. જે છેલ્લા 8 માસમાં કોઇને કોઇ રીતે માતા-પિતાથી વિખુટા પડી ગયા હતા.

ગુમ થયેલા 111 બાળકોનું માતા-પિતા સાથે મિલન

સુરતના પાંડેસરા વિસ્તારમાં મોટી સંખ્યામાં પરપ્રાંતિય લોકો વસે છે. જેમાં મોટાભાગના લોકો શ્રમજીવી છે. જેથી ઘણા માતા-પિતા બાળકોને ઘરમાં મુકીને સવારથી કામ – ધંધે નીકળી જાય છે. જેને કારણે પાંડેસરા વિસ્તારમાં બાળકો ગુમ થવાના અનેક કિસ્સા બનેલા છે. પાંડેસરા પોલીસે આવા ગુમ થયેલા 111 બાળકોને શોધી પરિવાર સાથે ગુમ બાળકોમાં કુલ 60 છોકરા અને 51 છોકરી મિલન કરાવ્યું હતું.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

ગુમ થયેલા 111 બાળકોને પાંડેસરા પોલીસે શોધી પરિવારને સોંપ્યા છે. બાળકો ગુમ થવાના બનાવમાં પાંડેસરા પોલીસ સૌથી અગ્રેસીવ થઈને કામગીરી કરી છે. પાંડેસરા પોલીસ ઇન્સ્પેક્ટર એ.પી.ચૌધરીએ પાંડેસરા પોલીસ સ્ટેશનમાં બાળકોના ગુમ થવાના બનાવોની ગંભીરતા સમજી તાત્કાલિક પોલીસની અલગ અલગ ટીમો બનાવી હ્યુમન સોર્સિસ તથા ટેક્નિકલ સોર્સિસના આધારે ગુમ થયેલા 111 બાળકોને શોધી કાઢ્યા હતા.

પાંડેસરા પોલીસે 8 મહિનામાં 111 બાળકોને શોધી પરિવારને સોંપ્યા છે. આ ગુમ બાળકોમાં 60 છોકરા અને 51 છોકરી છે. તેમા 64 બાળકો 5 વર્ષથી નાની વયના છે. 21 બાળકો 6 થી 10 વર્ષની ઉમરના છે. બીજા 21 બાળકો 11 થી 15 વર્ષની ઉમરના છે અને 5 બાળકો 16 થી 18 વર્ષની ઉમરના છે. પાંડેસરા પોલીસ સ્ટેશનના ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં બાળકો ગુમ થવાના કિસ્સા અવાર નવાર બનતા હોય છે. કારણકે પાંડેસરામાં ભૂતકાળમાં બાળકી ગુમ થયા બાદ બળાત્કાર અને હત્યાના પણ ઘણા બનાવો પ્રકાશમાં આવ્યા છે .

પોલીસ સ્ટેશન દ્વારા ‘ડે કેર’ શરુ કરાયુ

છેલ્લા 8 મહિનામાં જ પાંડેસરા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગુમ બાળકો ગુમ થવાના કિસ્સા ન બને તે માટે પાંડેસરા પોલીસ સ્ટેશન દ્વારા પાંડેસરા ભેસ્તાન ઉધ્યોગ ભારતી સ્કુલ ખાતે ‘ડે કેર’ સેન્ટર ચાલુ કરવામાં આવ્યું છે. જેમાં નોકરીયાત માતા – પિતા પોતાના બાળકોને સવારે આઠ વાગ્યાથી સાંજના આઠ વાગ્યા સુધી મુકી નિશ્ચિત પણે નોકરી કરી શકશે. તેમજ આ ‘ડે કેર’માં શિક્ષકોની સુવિધાઓ છે. જેમાં આખા દિવસ દરમિયાન બાળકોને અલગ અલગ પ્રવૃત્તિઓ કરાવી બાળકોને તેઓના ભવિષ્ય માટે સજ્જ કરશે. તથા અહીં બાળકોને સુરક્ષિત તથા સ્વસ્થ વાતાવરણ તેમજ સારૂ જમવાનું પુરૂ પાડવામાં આવે છે.

આ પણ વાંચો-

યુક્રેનથી પરત ફરેલા નવસારીના વિદ્યાર્થીની હૈયુ હચમચાવી દે તેવી આપવીતિ, માઇનસ 8 ડિગ્રીમાં 40 કિલોમીટર ચાલીને પોલેન્ડ બોર્ડર પહોંચ્યો

આ પણ વાંચો-

Surat : ગુજસીટોકના ગુનામાં નાસતા ફરતાં લાલુ જાલીમના સાગરીતને ક્રાઈમ બ્રાન્ચે ઝડપ્યો

Next Article