Surat: અંગદાન એજ મહાદાનથી સુરત મેળવી રહ્યું છે ઓર્ગન ડોનેટ સીટીની ઓળખ, 19 દિવસમાં 18 દર્દીઓને નવું જીવન

Surat : અંગદાન એ જ મહાદાનના સૂત્રને સાર્થક કરી રહ્યું છે સુરત. આ સાથે જ સુરત અંગદાનથી ઓર્ગન ડોનેટ સીટીની (Organ Donate City) ઓળખ મેળવી રહ્યું છે.

Surat: અંગદાન એજ મહાદાનથી સુરત મેળવી રહ્યું છે ઓર્ગન ડોનેટ સીટીની ઓળખ, 19 દિવસમાં 18 દર્દીઓને નવું જીવન
અંગદાન એજ મહાદાન સૂત્રને સાર્થક કરે છે સુરતવાસીઓ
Follow Us:
Charmi Katira
| Edited By: | Updated on: Jun 18, 2021 | 4:15 PM

Surat : અંગદાન એ જ મહાદાનના સૂત્રને સાર્થક કરી રહ્યું છે સુરત. આ સાથે જ સુરત અંગદાનથી ઓર્ગન ડોનેટ સીટીની (Organ Donate City) ઓળખ મેળવી રહ્યું છે. સુરતમાંથી ડોનેટ લાઈફ(Donate Life) દ્વારા છેલ્લા બાર દિવસમાં કુલ 19 અંગો અને ટીસ્યુઓના દાન મેળવી દેશના વિવિધ રાજ્યોના કુલ 18 ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવું જીવન આપવામાં સફળતા મળી છે.

બ્રેઈનડેડ કલ્પનાબેન ઠાકોરભાઈ પટેલના પરિવારે ડોનેટ લાઈફના માધ્યમથી તેમના કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કરી પાંચ વ્યક્તિઓને નવજીવન આપ્યું છે અને માનવતાની મહેક ફેલાવી સમાજને નવી દિશા પણ બતાવી છે.

સુરતની યુનાઇટેડ ગ્રીન હોસ્પિટલથી અમદાવાદની Institute of Kidney Diseases and Research Centre (IKDRC) હોસ્પિટલ સુધીનું ૨૬૫ કિ.મિ રોડ માર્ગનું અંતર ૨૨૦ મીનીટમાં કાપીને દાનમાં મેળવવામાં આવેલી બે કિડની અને લિવરનું ટ્રાન્સપ્લાન્ટ ત્રણ જરૂરિયાતમંદ દર્દીઓમાં અમદાવાદની IKDRC હોસ્પિટલમાં ડૉ.પ્રાંજલ મોદી, ડૉ.જમાલ રીઝવી અને તેમની ટીમ દ્વારા કરવામાં આવી રહ્યું છે.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?

કિડની અને લિવર સમયસર અમદાવાદ પહોંચાડવા માટે સુરત શહેર પોલીસ તેમજ રાજ્યના વિવિધ શહેર અને ગ્રામ્ય પોલીસનો સહકારથી ગ્રીન કોરીડોર બનાવવામાં આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે કોવીડ 19 ની મહામારીની બીજી લહેર પછી આખા દેશમાં અંગદાનનું પ્રમાણ ખુબજ ઓછું છે. ત્યારે સુરતમાંથી ડોનેટ લાઈફ દ્વારા છેલ્લા બાર દિવસમાં ત્રણ બ્રેઈનડેડ વ્યક્તિઓના પરિવારજનો સાથે સમજણ કેળવી 2  હૃદય, 2  ફેફસાં, 6  કિડની, 3 લિવર અને 6  ચક્ષુઓ સહીત કુલ19  અંગો અને ટીસ્યુઓના દાન મેળવી દેશના વિવિધ રાજ્યોના કુલ 18 ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવુંજીવન આપવામાં સફળતા માળી છે.

સુરત અને દક્ષિણ ગુજરાતમાંથી ડોનેટ લાઈફ દ્વારા 388 કિડની, 160 લિવર, 8 પેન્ક્રીઆસ, 33 હૃદય, 14 ફેફસાં અને 292 ચક્ષુઓ કુલ 893 અંગો અને ટીસ્યુઓનું દાન મેળવીને 821 વ્યક્તિઓને નવુંજીવન અને નવી દ્રષ્ટી બક્ષવામાં સફળતા મળી છે.

સુરતની ડોનેટ લાઈફ સંસ્થા છેલ્લા ઘણા વર્ષોથી બ્રેઇન ડેડ વ્યક્તિઓના અંગોનું દાન કરવા પરિવારને સમજાવીને અન્યોને નવું જીવન કઇ રીતે આપવું તે દિશામાં કામ કરી રહી છે. અત્યારસુધી રક્તદાન પ્રત્યે જ લોકો જાગૃત હતા પણ બ્રેઇન ડેડ થયેલા વ્યક્તિઓના અંગોના દાન થકી પણ કઇ રીતે મદદ કરી શકાય તેના પર ડોનેટ લાઈફ સંસ્થા કાર્યરત છે. અત્યારસુધી સુરત શહેર ડાયમંડ સીટી કે ટેકસટાઇલ સીટી તરીકે જાણીતું હતું જે હવે ઓર્ગન ડોનેટ સીટી બનવા તરફ આગળ વધી રહ્યું છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">