Surat : શહેરના બાગબગીચાઓમાં કોન્ટ્રાકટરો દ્વારા થતી મનમાની બંધ કરવા વિપક્ષી નેતાની મ્યુનિસિપલ કમિશનરને ફરિયાદ
કતારગામ ગજેરા સર્કલ પાસે આવેલ શ્યામાપ્રસાદ મુખરજી લેક ગાર્ડન , નાના વરાછામાં આવેલ મહારાણા પ્રતાપ ઉદ્યાન , અમરોલી ઉત્રાણમાં આવેલ મુન ગાર્ડન અને ડીંડોલી લેક ગાર્ડન ખાતે હાલમાં પાર્કિંગ પેટે નાણાંની વસુલાત થઈ રહી હોવાની ફરિયાદ વિપક્ષના નેતાએ, કરી હતી.
સુરત મહાનગરપાલિકાની(SMC) તિજોરી તળિયાઝાટક થઇ ગઈ છે. જેથી હવે મનપાનાં અધિકારીઓ આવકનાં (Income ) નવા સ્રોત ઉભા કરવા કામે લાગ્યા છે. સુરત શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં આવેલા મનપાના ગાર્ડન (Garden ) પીપીપી ધોરણે આપવાનું શરુ કર્યું છે. જો કે જે ગાર્ડનો ટેન્ડર પ્રક્રિયા મારફતે ઇજારદારને આપવામાં આવે છે. પરંતુ તે ઇજારદાર બાદમાં ટેન્ડરની શરતોનો ભંગ કરી ગાર્ડનની વધારાની જગ્યામાં કબ્જો કરી તેમાં કોમર્શિયલ પ્રવુતિ ચલાવી મનપાને આર્થિક નુકશાન પહોંચાડતા હોવાની અને ગાર્ડનની બહાર વાહન પાર્કિંગના નાણાં ઉઘરાવવી ચલાવવામાં આવતી ઉઘાડી લૂંટ બંધ કરવા માટે વિરોધ પક્ષ નેતા ધર્મેશ ભંડેરીએ મનપા કમિશનરને પત્ર લખી રજૂઆત કરી છે.
મનપાની તિજોરી તળિયાઝાટક થઇ ગઈ છે. સુરત મહાનગરપાલિકા પાસે આવકના સ્રોત પણ ખુબ ઓછા છે. શાસકોએ ટેન્ડર પ્રક્રિયા મારફતે સુરત શહેરના મુખ્ય રસ્તાઓ પર વિવિધ સર્કલો પીપીપી ધોરણે આપવાના શરુ કયા છે. આ ઉપરાંત રસ્તાઓ પર મનપાની મિલ્કતો પર હોર્ડિંગ્સમાંથી પણ જાહેરાતો માટેના પ્લાન બનાવ્યા છે. રસ્તા પરના સર્કલો બાદ મનપાના ગાર્ડનો પણ પીપીપી ધોરણે ચલાવવા આપવા પાલિકા દ્વારા નક્કી કરવામાં આવ્યું હતું. જેથી સુરત મહાનગર પાલિકા દ્વારા વિવિધ એજન્સીઓને શહેરના કેટલાક ગાર્ડનો ટેન્ડર પ્રક્રિયાથી પીપીપી ધોરણે આપવામાં આવ્યા છે.
આ મામલે વિપક્ષ નેતા ધર્મેશ ભંડેરીએ મનપા કમિશનરને પત્ર લખી આક્ષેપ કર્યા હતા કે મનપાના વિવિધ ગાર્ડન પાછળ થતા વિવિધ પ્રકારના ખર્ચાઓને પહોંચી વળવામાં અસમર્થતા તથા આર્થિક કારણો આગળ ધરીને પાલિકાના વિવિધ ગાર્ડનને સ્થાયી સમિતિ થકી પી.પી.પી. ધોરણે ફાળવી દેવામાં આવ્યા છે. જે પૈકી વિવિધ ગાર્ડન ખાતે તેમને ફાળવણી વખતે થયેલ શરતો અને બોલીઓથી ઉપરવટ જઈને ઇજારદારો ગાર્ડનની જગ્યાનો ગેરકાયદેસર વપરાશ કરી તેમાં કોર્મશીયલ પ્રવૃતિઓ કરીને પાલિકાને આર્થિક નુકશાની પહોંચાડી મુલાકાતીઓ પાસે પાર્કીંગના નાણાંની ઉઘરાણી ચાલુ કરવામાં આવી છે.જે તમામ પ્રવૃતિઓ તાકીદે બંધ કરવા માટે વિપક્ષ નેતા ધર્મેશ ભંડેરીએ મનપા કમિશનરને પત્ર લખ્યો છે.
આ ઉપરાંત પ્રજા તથા પાલિકાને લુંટતા બચાવવા જવાબદાર ઈજારદારો પર કાયદેસરની કડક કાર્યવાહી કરવા રજુઆત કરી છે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે કતારગામ ગજેરા સર્કલ પાસે આવેલ શ્યામાપ્રસાદ મુખરજી લેક ગાર્ડન , નાના વરાછામાં આવેલ મહારાણા પ્રતાપ ઉદ્યાન , અમરોલી ઉત્રાણમાં આવેલ મુન ગાર્ડન અને ડીંડોલી લેક ગાર્ડન ખાતે હાલમાં પાર્કિંગ પેટે નાણાંની વસુલાત થઈ રહી હોવાની ફરિયાદ પણ તેમણે કરી હતી. તેઓએ પત્રમાં આ તમામ જગ્યાઓ પર તપાસ કરાવી ઇજારદારો સામે કાર્યવાહી કરવા જણાવ્યું છે.
આ પણ વાંચો :
Surat: આપઘાત કરવા જતી યુવતીને લોકોએ બચાવી, હર્ષ સંઘવીએ કાફલો રોકીને યુવતીને સમજાવી પોલીસ સ્ટેશને મોકલી
Surat: ત્રણ વર્ષ પહેલાં કિશોરીને ભગાડી જવાની અદાવત રાખીને હત્યા કરાઈ હોવાનો ખુલાસો થતાં ગુનો નોંધાયો
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-