Surat: ત્રીજી લહેરના ડરે શિક્ષણ સમિતિની શાળાઓમાં વિદ્યાર્થીઓને મોકલવા ફક્ત 24 ટકા વાલીઓ જ તૈયાર

શાળા કક્ષાએ તો પૂરતી તકેદારી રાખવામાં આવી રહી છે. શાળાઓમાં બાળકો સંક્રમિત ન થાય તે માટે સેનિટાઈઝર, બેઠક વ્યવસ્થા, માસ્ક સહિતની તમામ બાબતોનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.

Surat: ત્રીજી લહેરના ડરે શિક્ષણ સમિતિની શાળાઓમાં વિદ્યાર્થીઓને મોકલવા ફક્ત 24 ટકા વાલીઓ જ તૈયાર
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 03, 2021 | 4:06 PM

રાજ્યમાં કોરોનાની (Corona) સ્થિતિ સંપૂર્ણ નિયંત્રણ હેઠળ હોવાથી સરકારના નિયમ પ્રમાણે ધોરણ 6થી 8ની શાળાઓમાં પ્રત્યક્ષ શિક્ષણની (Offline School) શરૂઆત થઇ ગઈ છે. શિક્ષણ સમિતિની શાળાઓમાં પણ ધોરણ 6થી 8નું પ્રત્યક્ષ શિક્ષણ શરુ કરાયું છે. પરંતુ આ પ્રત્યક્ષ શિક્ષણ બાબતે હજી વાલીઓમાં ચિંતા જોવા મળી રહી છે.

શિક્ષણ સમિતિની શાળાઓમાં ધોરણ 6થી 8ના કુલ 76,684 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. સરકારની ગાઈડલાઈન મુજબ સમિતિ દ્વારા પ્રત્યક્ષ શિક્ષણ શરુ કરતા પહેલા દરેક વિદ્યાર્થીના વાલી પાસે લેખિત સંમતિ મગાવવામાં આવી હતી. જે હેઠળ શિક્ષણ સમિતિ પાસે માત્ર 19,023 વાલીઓની સંમતિ અત્યાર સુધી આવી છે. એટલે કે ફક્ત 24 ટકા વાલીઓ જ પોતાના બાળકોને પ્રત્યક્ષ શિક્ષણ માટે મોકલવા હાલ તૈયાર થયા છે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

પ્રથમ દિવસે જે વિદ્યાર્થીઓ માટે સંમતિ મળી છે તે પૈકી પણ 75થી 80 ટકા વિદ્યાર્થીઓ જ પ્રત્યક્ષ શિક્ષણ માટે શાળાઓમાં હાજર રહ્યા હતા. નોંધનીય છે કે હાલ શહેરમાં કોરોનાની સ્થિતિ સંપૂર્ણ નિયંત્રણ હેઠળ છે. આમ છતાં વાલીઓમાં પોતાના બાળકોને પ્રત્યક્ષ શિક્ષણ આપવા માટે મૂંઝવણભરી સ્થિતિ જોવા મળી રહી છે તે સ્પષ્ટ દેખાઈ રહી છે.

માત્ર 24 ટકા વાલીઓની સંમતિ એ સૂચવે છે કે હજી પણ વાલીઓમાં કોરોનાને લઈને ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. હાલમાં પણ વાલીઓને બાળકોને શાળાએ મોકલવા ચિંતા દેખાઈ રહી છે. શિક્ષણ સમિતિના સભ્યના જણાવ્યા પ્રમાણે ભલે કોરોના નિયંત્રણમાં હોય પણ બાળકોને સુરક્ષિત રાખવાની માનસિકતા દેખાઈ રહી છે.

શાળા કક્ષાએ તો પૂરતી તકેદારી રાખવામાં આવી રહી છે. શાળાઓમાં બાળકો સંક્રમિત ન થાય તે માટે સેનિટાઈઝર, બેઠક વ્યવસ્થા, માસ્ક સહિતની તમામ બાબતોનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. વાલીઓના જણાવ્યા પ્રમાણે તેઓને હજી ત્રીજી લહેરનો ડર છે. આટલો સમય રાહ જોઈ લીધા પછી હજી બે મહિના રાહ જોવામાં કોઈ ખોટું ન હોવાનું તેઓ માની રહ્યા છે.

દિવાળી પછી જોવાનું એ રહે છે કે શાળાઓ ફૂલ ફ્લેજ્ડ શરૂ થાય છે, ત્યારે વિદ્યાર્થીઓની હાજરી વધે છે કે કેમ. જોકે હાલ પરિસ્થિતિ કાબુમાં છે છતાં ત્રીજી લહેરની ભીતિથી શાળાઓમાં હજી વિદ્યાર્થીઓની પાંખી હાજરી જોવા મળી રહી છે.

આ પણ વાંચો : Surat : તાપી જિલ્લાની સખી મંડળની બહેનોની અદ્દભુત કારીગરી, નારિયેળીના રેસામાંથી બનાવી ગણેશજીની મૂર્તિ

આ પણ વાંચો:Surat: વસ્તીનિયંત્રણ કાયદા વચ્ચે લાગ્યા બેનર, ગુજરાતમાં વસ્તી નિયંત્રણનો કાયદો ક્યારે અમલમાં આવશે?

g clip-path="url(#clip0_868_265)">