Surat: આઇપીએલની મેચ ઉપર ઓનલાઇન સટ્ટો રમાડનાર પર દરોડોઃ લેપટોપ અને 29 નંગ મોબાઇલ જપ્ત

લેપટોપના ચેકીંગ અંતર્ગત ગ્રાહકોના નામ અને રૂ. 19,38,600 નું ક્રેડિટ જનરલ બેલેન્સ હોવાનું જણાયું હતું. સટ્ટાના હિસાબની લેવડ-દેવડ મેચના બીજા દિવસે મહિધરપુરાની વી.પી. આંગડિયા અને પાલની પી.એમ. આંગડિયા પેઢી થકી કરતા હતા.

Surat: આઇપીએલની મેચ ઉપર ઓનલાઇન સટ્ટો રમાડનાર પર દરોડોઃ  લેપટોપ અને 29 નંગ મોબાઇલ જપ્ત
Surat online match raid on IPL match laptop 29 mobiles seized
Follow Us:
Baldev Suthar
| Edited By: | Updated on: Apr 15, 2022 | 1:20 PM

સુરત (Surat) પાલ ગૌરવ પથ સ્થિત ગોથીક હેરીટેજ એપાર્ટમેન્ટમાં ભાડાના ફ્લેટમાં અમદાવાદ, પાટણ અને જૂનાગઢના બુકી સાથે મળી આઇપીએલની ક્રિકેટ મેચ (IPL match)  ઉપર ઓનલાઇન સટ્ટો (betting) રમાડનારને સ્ટેટ મોનિટરિંગ સેલ (State Monitoring Cell)  દરોડા પાડી ઝડપી પાડી લેપટોપ અને 29 નંગ મોબાઇલ સહિત કુલ રૂ. 82,690 નો મુદ્દામાલ કબ્જે લીધો છે. જ્યારે લેપટોપમાં ઓનલાઇન સટ્ટો રમાડવાના સોફ્ટવેરમાં રૂ. 19,38,600ની ક્રેડિટ જનરલ બેલેન્સ હોવાનું જાણવા મળ્યું છે. સુરતમાં એક પછી એક આ બીજી રેડ થતા ચર્ચાનો વિષય બન્યો છે જેમાં ખાસ કરીને અડાજણ ના પાલ અને વેસુ વિસ્તારમાં કેટલોક એરિયા સટ્ટા બજાર માટે જાણીતું છે.

ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલે પાલના શ્રીપદ એન્ટેલિયામાંથી દુબઇથી ઓપરેટ થતા ઓનલાઇન સટ્ટાના નેટવર્કને ઝડપી પાડયાના ગણતરીના દિવસોમાં પાલ ગૌરવ પથ સ્થિત ગોથીક હેરીટેઇજ એપાર્ટમેન્ટના ફ્લેટ નં. 302 માં ભાડેથી રહેતા આકાશ રમેશ ચાંદરાણીને આઇપીએલની ચેન્નાઇ અને બેંગ્લોર વચ્ચેની મેચ પર સટ્ટો રમાડતા ઝડપી પાડી તેની પાસેથી 1 લેપટોપ, 20 નંગ મોબાઇલ ફોન અને રોકડા રૂ. 12,590 મળી કુલ રૂ. 82,690 નો મુદ્દામાલ કબ્જે લીધો હતો.

આકાશની પૂછપરછમાં જૂનાગઢ ખાતે એકાઉન્ટન્ટની નોકરી કરતો હતો ત્યારે વિજય પારેખ નામના મિત્ર પાસેથી ક્રિકેટ પર સટ્ટો રમાડવાનું સોફ્ટવેર રૂ. 5 હજારમાં ખરીદયાનું અને કમલેશ પાટણ, શિવમ જુનાગઢ, રાધે અમદાવાદ અને અનિલ અમદાવાદ નામના બુકીને સટ્ટા બેટીંગનું કટીંગ આપી સટ્ટો રમાડતો હતો અને પોતાને 2 ટકા કમિશન મળતું હોવાની કબૂલાત કરી હતી. ઉલ્લેખનીય છે કે લેપટોપના ચેકીંગ અંતર્ગત ગ્રાહકોના નામ અને રૂ. 19,38,600 નું ક્રેડિટ જનરલ બેલેન્સ હોવાનું જણાયું હતું. સટ્ટાના હિસાબની લેવડ-દેવડ મેચના બીજા દિવસે મહિધરપુરાની વી.પી. આંગડિયા અને પાલની પી.એમ. આંગડિયા પેઢી થકી કરતા હતા.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

ઓનલાઇન સટ્ટો રમાડનાર આકાશ ચાંદરાણીનું લેપટોપ ચેક કરતા તેમાં ચાર મેઇન બુકી કમલેશ પાટણ, શિવમ જુનાગઢ, રાધે અમદાવાદ અને અનિલ અમદાવાદ ઉપરાંત સટ્ટો રમનાર વેરાવળના મયુર ભાણો, રાજકોટનો ચંદ્રકાંત ઉર્ફે સીકે, સીવીસી, એમવાય, ધવલ જેતપુર, સંગમ બોમ્બે, એબીબી, એપીડી, ચોરવાડનો દિપક પટેલ, એમટીઆર, પીડીએમ, આરઆઇ, આરવી, એમડી ઉર્ફે મુકેશ મોર્ડન, એમએમ ઉર્ફે મેનુ રાજકોટ, આરઇ, આરએમ ઉર્ફે રામ, રાજન કાકડ, આરએન, મુન્ના પાટણ, દિનેશ રાજકોટ, જેઆઇપી, એફઆઇ, જીતુ બરોડા, જીગ્નેશ વાપી, ડીઆર, વીપી, એવન, બીઓ, જીએલ2, કેઆઇએસ, કેવી, એલ2, લોટસ આઇડી, પીઆરકે, અડાજણનો મયુર પટેલ, એસજી ઉર્ફે સીંઘમ, એસએમ ઉર્ફે સંજય મોરબી, એસઓ ઉર્ફે સોનુ કેશોદ, એસઆર ઉર્ફે રામ મહેસાણા, એસએસ, એસયુબી, એસવી, અશ્વીન ભાવનગર અને જીયુ ના નામ હોવાથી આ તમામને વોન્ટેડ જાહેર કર્યા હતા.

આ પણ વાંચોઃ  Surat: અંબાજી મંદિર રોડ પર ડ્રેનેજની કામગીરી માટે ખોદાયેલા ખાડા ભરવામાં ન આવતા લોકોએ સોશિયલ મીડિયામાં પોસ્ટ વાયરલ કરી

આ પણ વાંચોઃ Ahmedabad: બે વર્ષ બાદ હનુમાન જન્મોત્સવની ઉજવણી, કેમ્પ હનુમાન મંદિરથી નીકળી શોભાયાત્રા

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">