AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat : લૂંટેરી દુલ્હનના છટકામાં વધુ એક વરરાજા ભરાયા, પોલીસે બે દલાલની ધરપકડ કરી દુલ્હન હજી પણ ફરાર

કેટલાક લોકોને લગ્ન(Marriage ) થતાં ન હોવાથી છોકરી અને તેના પરિવારને જાણ્યા વગર લગ્ન કરી દેતા હોય છે અને બાદમાં છેલ્લે તેઓને જ ભોગવવાનો વારો આવતો હોય છે.

Surat : લૂંટેરી દુલ્હનના છટકામાં વધુ એક વરરાજા ભરાયા, પોલીસે બે દલાલની ધરપકડ કરી દુલ્હન હજી પણ ફરાર
લૂંટેરી દુલહનનો વધુ એક કિસ્સો (ફાઈલ ઇમેજ )
Baldev Suthar
| Edited By: | Updated on: Aug 18, 2022 | 4:31 PM
Share

સુરતના(Surat ) વરાછા વિસ્તારમાં એક યુવકને દલાલોએ ફસાવીએ વલસાડમાં(Valsad ) યુવતી સાથે લગ્ન કરાવ્યા હતા. લગ્નના (Marriage )થોડા દિવસોમાં મહિલા ફરાર થઈ ગઈ હતી. જેથી યુવકે પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે દલાલી કરાવનાર બે આરોપીઓને ઝડપી લઈને લુટેરી દુલ્હનને પકડી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. સુરત ના લાભેશ્વર વિસ્તાર ફરસાણની દુકાન ચલાવતા ગૌતમ ભાઈ ધનેશા લગ્ન માટે એક યોગ્ય પાત્ર શોધી રહ્યા હતા. તે દરમ્યાન ત્યાં દલાલ અવારનવાર આવતા અને તેમને તથા તેમના પિતાને કહેતા હતા કે, તમારા દીકરાના લગ્ન કરવા હોય તો અમારા ધ્યાનમાં એક ઠેકાણું છે.ત્યારબાદ દલાલ દ્વારા એક દલાલ નો સંપર્ક કરી વલસાડ લગ્નનું નક્કી કર્યું હતું. આ લગ્ન વખતે દુલહનને અઢી લાખ રૂપિયા રોકડા આપ્યા હતા. તથા 40 જોડી કપડા અને દાગીના આપ્યા હતા.  લગ્ન બાદ થોડા દિવસ એ ગૌતમના ઘરે રોકાઈ હતી.

તે બાદમાં પીયર તેમના માતા ઘરે ફેરો કરવા લઈ ગયા હતા. જોકે થોડા દિવસે પરત ન આવતા ગૌતમ ભાઈ અને તેનો પરિવાર વલસાડ ગયા અને તપાસ કરી તો જાણવા મળ્યું કે, આ લોકોએ ઘણા લોકોને ફસાવ્યા છે. જેથી તેને છેતરપીંડી થઇ હોવાનો અનુભવ થયો હતો અને તેમને  પોલીસનો સંપર્ક કર્યો હતો. પોલીસે ફરિયાદ લઈને તપાસ હાથ ધરી હતી.

પોલીસે બાતમીના આધારે હિતેશ ઉર્ફે રસિકભાઈ કાપડિયા અને ઘુઘાભાઇ ઉર્ફે દિનેશભાઈ કથડભાઈ કાછડ ને ઝડપી લઇને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ બંને આરોપીઓએ સપના નામની મહિલા સાથે ગૌતમના લગ્ન કરાવ્યા હતા.પૂછપરછ માં માલુમ પડ્યું કે સપના ભીવંડી વિસ્તાર માં રહે છે જેથી પોલીસે સપના ને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે.

સુરત શહેરની અંદર લૂંટેરી દુલ્હન ના કિસ્સા ધીરે ધીરે વધી રહ્યા છે અને જેમ લોકોને ખબર પડે તેમ એક પછી એક પોલીસ ફરિયાદો પોલીસ ચોપડે નોંધાઈ રહી છે. કારણ કે કેટલાક લોકોને લગ્ન થતાં ન હોવાથી છોકરી અને તેના પરિવારને જાણ્યા વગર લગ્ન કરી દેતા હોય છે અને બાદમાં છેલ્લે તેઓને જ ભોગવવાનો વારો આવતો હોય છે.

અજાણ્યા સ્ત્રોતથી પૈસા મળી શકે છે, નાના બાળકો તમને વ્યસ્ત રાખશે
અજાણ્યા સ્ત્રોતથી પૈસા મળી શકે છે, નાના બાળકો તમને વ્યસ્ત રાખશે
"ક્લબિંગ પણ કરે છે અને ભજન પણ ગાય છે": RSS પ્રચાર પ્રમુખ સુનિલ આંબેકર
વ્યાજખોર ચિરાગ ગોટી સામે સુરતમાં નોંધાઈ વધુ એક પોલીસ ફરિયાદ
વ્યાજખોર ચિરાગ ગોટી સામે સુરતમાં નોંધાઈ વધુ એક પોલીસ ફરિયાદ
વડવાળા મંદિરના વિકાસ માટે હર્ષ સંઘવીએ કરી ₹2 કરોડની ગ્રાન્ટની જાહેરાત
વડવાળા મંદિરના વિકાસ માટે હર્ષ સંઘવીએ કરી ₹2 કરોડની ગ્રાન્ટની જાહેરાત
મોરારીબાપુએ તલગાજરડા થી સાળંગપુરના નવા રૂટની ST બસનો કરાવ્યો પ્રારંભ
મોરારીબાપુએ તલગાજરડા થી સાળંગપુરના નવા રૂટની ST બસનો કરાવ્યો પ્રારંભ
મોદીના ભગીરથ પાટીલ, પાણી, અને પડકારની વાતો જાણો
મોદીના ભગીરથ પાટીલ, પાણી, અને પડકારની વાતો જાણો
આંતરધર્મીય લગ્ન મુદ્દે હોબાળો! યુવતીને વકીલના વેશમાં કોર્ટમાં લવાઈ
આંતરધર્મીય લગ્ન મુદ્દે હોબાળો! યુવતીને વકીલના વેશમાં કોર્ટમાં લવાઈ
થિંક ફેસ્ટ મંચ પર હર્ષ સંઘવીએ લવ જેહાદ અને સોમનાથ પર કરી વાત
થિંક ફેસ્ટ મંચ પર હર્ષ સંઘવીએ લવ જેહાદ અને સોમનાથ પર કરી વાત
ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
g clip-path="url(#clip0_868_265)">