Surat : મોંઘવારીમાં તસ્કરો છેલ્લા પાટલે ! સુરતમાં સીંગતેલના ડબ્બાની ચોરી કરી રહેલો શખ્સ ઝડપાયો
બીજો સામાન માંગતા દુકાનદાર (Shopkeeper )સામાન લેવા અંદર ગયો હતો તે દરમ્યાન એટલીવારમાં એ શખ્સ તેલના બંને ડબ્બા લઈને ગાયબ થઈ ગયો હતો.
આજે મોંઘવારી (Inflammation )એટલી વધી ગઈ છે. કે કરિયાણાથી લઈને કપડાં સુધી. એક વસ્તુ એવી બાકી નથી રહી જે મોંઘી (Costly )નથી થઇ. ખાસ કરીને મધ્ય્મર્વગીય(Middle Class ) પરિવારોની હાલત સૌથી વધારે કફોડી બની ગઈ છે. સીંગતેલના ભાવોમાં પણ ખુબ જ વધારો થતા ડબ્બાના ભાવ 3 હજાર સુધી આંબી ગયા છે. ત્યારે આ મોંઘવારીમાં સોના જેવું કિંમતી ગણાતું સીંગતેલના ડબ્બાની ચોરી થઇ હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાના સીસીટીવી દ્રશ્યો સુરતથી સામે આવ્યા છે.
સુરતના કોસાડ રોડ પર આવેલી એક કરિયાણાની દુકાનોમાં ગ્રાહક બનીને જઈ તેલના ડબ્બા ચોરી કરતા એક યુવકને પોલીસે ઝડપી પાડ્યો હતો. સુરતના અમરોલી કોસાડ રોડ પર મહાવીરધામ સોસાયટીમાં રહેતા 46 વર્ષીય પરમાનંદ ગોપાલભાઇ અગ્રવાલ તેમના ઘરની પાસે જ અગ્રવાલ ટ્રેડસ નામે કરિયાણાની દુકાન ચલાવે છે. તેમના દ્વારા અમરોલી પોલીસ સ્ટેશનમાં દુકાનમાંથી બે તેલના ડબ્બાની ચોરીની ફરિયાદ નોંધાવામાં આવી છે.
બનાવની વિગત એવી છે કે ગત 23 ઓગસ્ટે સાંજે તેમની દુકાનમાં એક અજાણ્યો શખ્સ સામાન લેવા આવ્યો હતો. તેણે પહેલા બે કપાસિયા તેલના ડબ્બા કઢાવી ઓટલા પર મુકાવ્યા હતા. અને બાદમાં બીજો સામાન માંગતા દુકાનદાર સામાન લેવા અંદર ગયો હતો તે દરમ્યાન એટલીવારમાં એ શખ્સ તેલના બંને ડબ્બા લઈને ગાયબ થઈ ગયો હતો.
દુકાનદારે અમરોલી પોલીસ સ્ટેશનમાં 5-5હજારની કિમતના બે તેલના ડબ્બાના ચોરીની બે ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે વધારે તપાસ હાથ ધરી છે. આ દરમ્યાન આ સિવાય બીજા પણ પાંચથી વધારે વેપારીઓએ પણ પોલીસમાં તેલના ડબ્બા ચોરી થયાની ફરિયાદ નોંધાવી હતી. જેમાં પોલીસે તપાસ હાથ ધરીને કોસાડ આવાસમાં રહેતા 20 વર્ષીય આરોપી મોહંમદ અરબાઝ ગુલામ શાબીર શેખની ધરપકડ કરી હતી.
જે આરોપી પકડાયો છે તે આરોપી પોતે મોબાઈલ રિપેરીંગનું કામ કરે છે. તે એકલો ગ્રાહક બનીને દુકાનમાં જતો હતો અને મોડેસ ઓપરેન્ડી પ્રમાણે તે બે તેલના ડબ્બા પહેલા કઢાવતો પછી બીજો સામાન કાઢવાનું કહીને પોતે તેલના ડબ્બા લઈને નીકળી જતો હતો. તેની પાસેથી પોલીસે તેલના 14 ડબ્બા મળી 14 ડબ્બા મળી કુલ 35 હજારનો મુદ્દામાલ કબજે લીધો હતો.