AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

surat: સુરતીઓ માટે રાહતના સમાચાર, જિલ્લામાં 100 દિવસ બાદ કોરોનાનાં કેસની સંખ્યા 100ની નીચે પહોંચી

surat:  શહેર ગ્રામ્યમાં કોરોનાના કેસમાં દિનપ્રતિદિન ઘટાડો થઇ રહ્યો છે. શહેરની સાથે ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા 24 કલાકમાં 100 દિવસ બાદ 100થી અંદર માત્ર 89 જેટલા કેસો નોંધાયા છે.

surat: સુરતીઓ માટે રાહતના સમાચાર, જિલ્લામાં 100 દિવસ બાદ કોરોનાનાં કેસની સંખ્યા 100ની નીચે પહોંચી
સુરતમાં કેસમાં ઘટાડો
Charmi Katira
| Edited By: | Updated on: Jun 11, 2021 | 10:36 AM
Share

surat : કોરોનાના કેસમાં(corona case)  દિનપ્રતિદિન ઘટાડો થઇ રહ્યો છે. શહેર ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા 24 કલાકમાં 100 દિવસ બાદ 100થી અંદર માત્ર 89 જેટલા કેસો નોંધાયા છે. આ સાથે જ કુલ કેસની સંખ્યા 1,42,319 કેસ નોંધાયા છે. તમામ ઝોનમાં કોરોનાના 15 થી ઓછા કેસ નોંધાયા છે. શહેર ગ્રામ્યમાં મળીને કોરોનાની સારવાર લઈને 191 દર્દી ઘરે પરત ફર્યા છે. તો 2 દર્દીનું કોરોનામાં મોત થયું છે.

શહેરમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના કેસનો આંકડો 89 નોંધાયો હતો. જેમાં શહેરમાં સૌથી વધારે રાંદેર ઝોનમાં 12, અઠવા ઝોનમાં 11, કતારગામ ઝોનમાં 8, વરાછા એ ઝોનમાં 7, વરાછા બી ઝોનમાં 6, સેન્ટ્રલ ઝોનમાં 6, લીંબાયત ઝોનમાં 6 અને સૌથી ઓછા કેસ ઉધના ઝોનમાં 4 નોંધાયા હતા.

શહેર ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા 24 કલાકમાં કોરોના કેસનો આંકડો 29 પર પહોંચ્યો હતો. જેમાં સૌથી વધારે બારડોલી તાલુકામાં આઠ, મહુવા તાલુકામાં આઠ, માંડવી તાલુકામાં ત્રણ, પલસાણા તાલુકામાં ત્રણ, ઓલપાડ તાલુકામાં ત્રણ, ચોર્યાસીમાં બે મહુવામાં એક અને કામરેજમાં 0 કેસ નોંધાયા છે. આજે ગ્રામ્યમાં બારડોલીમાં રહેતા 65 વર્ષીય પુરુષનું મોત થયું છે. જ્યારે મૃત્યુ આંક 285 થયો છે.

તે જ પ્રમાણે મ્યુકરમાઇકોસીસ ની વાત કરીએ તો શહેરની સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં નવા બે કેસ સામે આવ્યા છે.  બંને સરકારી હોસ્પિટલમાં મળીને 14 સર્જરી કરવામાં આવી હતી. નવી સિવિલ હોસ્પિટલમાં મ્યુકરમાઇકોસીસ ના એક દર્દીનું મોત થયું છે.

નોંધનીય છે કે, રાજ્યમાં 10 જૂનના રોજ કોરોનાના નવા 695 કેસો નોંધાયા છે અને છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે 11 દર્દીઓના મૃત્યુ થયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા 8,18,895 થઇ છે અને મૃત્યુઆંક 9976 થયો છે.

રાજ્યમાં 10 જૂનના રોજ કોરોનાથી સાજા થયેલા કુલ 1505 દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 7,96,208 દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં હાલ રીકવરી રેટ વધીને 97.23 ટકા જેટલો થયો છે. રાજ્યમાં હાલ એક્ટીવ કેસ ઘટીને 12,711 થયા છે, જેમાં 316 દર્દીઓ વેન્ટીલેટર પર છે જયારે 12,395 દર્દીઓની સ્થિતિ સ્થિર છે

"ક્લબિંગ પણ કરે છે અને ભજન પણ ગાય છે": RSS પ્રચાર પ્રમુખ સુનિલ આંબેકર
વ્યાજખોર ચિરાગ ગોટી સામે સુરતમાં નોંધાઈ વધુ એક પોલીસ ફરિયાદ
વ્યાજખોર ચિરાગ ગોટી સામે સુરતમાં નોંધાઈ વધુ એક પોલીસ ફરિયાદ
વડવાળા મંદિરના વિકાસ માટે હર્ષ સંઘવીએ કરી ₹2 કરોડની ગ્રાન્ટની જાહેરાત
વડવાળા મંદિરના વિકાસ માટે હર્ષ સંઘવીએ કરી ₹2 કરોડની ગ્રાન્ટની જાહેરાત
મોરારીબાપુએ તલગાજરડા થી સાળંગપુરના નવા રૂટની ST બસનો કરાવ્યો પ્રારંભ
મોરારીબાપુએ તલગાજરડા થી સાળંગપુરના નવા રૂટની ST બસનો કરાવ્યો પ્રારંભ
મોદીના ભગીરથ પાટીલ, પાણી, અને પડકારની વાતો જાણો
મોદીના ભગીરથ પાટીલ, પાણી, અને પડકારની વાતો જાણો
આંતરધર્મીય લગ્ન મુદ્દે હોબાળો! યુવતીને વકીલના વેશમાં કોર્ટમાં લવાઈ
આંતરધર્મીય લગ્ન મુદ્દે હોબાળો! યુવતીને વકીલના વેશમાં કોર્ટમાં લવાઈ
થિંક ફેસ્ટ મંચ પર હર્ષ સંઘવીએ લવ જેહાદ અને સોમનાથ પર કરી વાત
થિંક ફેસ્ટ મંચ પર હર્ષ સંઘવીએ લવ જેહાદ અને સોમનાથ પર કરી વાત
ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
g clip-path="url(#clip0_868_265)">