Surat : હવે એકવેરિયમમાં પ્રવેશ મેળવવા પણ ચૂકવવી પડશે તગડી ફી? સ્થાયી સમિતિમાં આજે લેવાશે નિર્ણય

વે સુરતીઓને હરવા ફરવાના સ્થળો જેવા કે એકવેરિયમની મુલાકાત પર પણ જીએસટી વસુલવાની શાસકોની નીતિ સામે સુરતીઓમાં કચવાટ જોવા મળી રહ્યો છે. 

Surat : હવે એકવેરિયમમાં પ્રવેશ મેળવવા પણ ચૂકવવી પડશે તગડી ફી? સ્થાયી સમિતિમાં આજે લેવાશે નિર્ણય
People might have to pay 18% GST for Aquarium entry
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 22, 2021 | 1:23 PM

ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સનો(GST) માર માત્ર ટેક્સ્ટાઇલ ઉદ્યોગ(Textile Industry ) ઉપર જ પડશે તેવું નથી . સુરત મહાનગર પાલિકાએ પણ શહેરીજનોનાં ખીસ્સા ખાલી કરવાનો વિચાર કરી લીધો છે . સુરત મહાનગર પાલિકા દ્વારા સંચાલિત પાલ સ્થિત એક્વેરીયમની મુલાકાત લેનાર લોકોએ હવે પ્રવેશ ફીમાં 18 ટકા વધારે ચૂકવવા પડશે . પાલિકા પ્રવેશ ફી ઉપર 18 ટકા જીએસટી વસુલશે .

વહિવટી સત્તાધીશો દ્વારા જીએસટી વસુલવા બાબતનો અમલ કરવા માટે શાસકો પાસે મંજૂરી માંગવામાં આવી છે . ગુરુવારે મળનાર સ્થાયી સમિતિની બેઠકમાં કમિશનરની દરખાસ્ત સંદર્ભે નિર્ણય લેવામાં આવશે . પાલિકા સંચાલિત સરથાણા નેચર પાર્ક  ગોપીતળાવ , સાયન્સ સેન્ટરમાં પ્રવેશ ફી ઉપર જીએસટી વસુલતી નથી . પરંતુ આગામી દિવસમાં એક્વેરીયમ બાદ સાયન્સ સેન્ટરમાં પ્રવેશ ઉપર જીએસટી લાગુ કરવામાં આવી શકે છે .

હાલમાં જગદીશચંદ્ર બોઝ એક્વેરીયમમાં 18 વર્ષથી 65 વર્ષની વ્યકતિઓ માટે પ્રવેશ ફી 100 રૂપિયા  , 3 થી 17 વર્ષના બાળકો માટે 40 રૂપિયા  , સીનિયર સિટીઝન માટે 60 રૂપિયા  વસુલવામાં આવે છે . આ પ્રવેશ ફીમાં 18 ટકા જીએસટી લાગુ કરવામાં આવે તો ફીના દર અનુક્રમે 118 રૂપિયા , 47 રૂપિયા , અને 70 રૂપિયા થઇ જશે . જ્યારે 18 વર્ષથી 65 વર્ષના વિદેશી નાગરિકો માટે હાલમાં 400 રૂપિયા પ્રવેશ ફી વસુલાઇ છે એમાં વધારો થઇ 472 રૂપિયા  , વિદેશી 3 થી 17 વર્ષના બાળકો તથા વિદેશી સીનિયર સિટીઝનના 200 રૂપિયાના 236 રૂપિયા થઇ જશે .

Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo

આમ, પહેલા કાપડ પર જીએસટીનો દર પાંચ ટકાથી વધારીને બાર ટકા કરવાનો વિચાર કરવામાં આવી રહ્યો છે. જેના પર વેપારીઓ દ્વારા વિરોધ વ્યક્ત કરવામાં આવી જ રહ્યો છે. તો તેમાં હવે સુરતીઓને હરવા ફરવાના સ્થળો જેવા કે એકવેરિયમની મુલાકાત પર પણ જીએસટી વસુલવાની શાસકોની નીતિ સામે સુરતીઓમાં કચવાટ જોવા મળી રહ્યો છે.

આગામી ગુરુવારે મળનારી સ્થાયી સમિતિની બેઠકમાં આ અંગે નિર્ણય લેવામાં આવશે. જોવાનું એ રહે છે કે શાસકો એકવેરિયમ પર પ્રવેશ ફી પર 18 ટકા જીએસટી લાગુ કરવાના કામ પર મંજૂરી મૂકે છે કે પછી તેને દફ્તરે કરે છે..

આ પણ વાંચો : Surat : પંજાબના શાંદલિયા બંધુઓએ સુરતના 13 કાપડ વેપારીઓને લાખો રૂપિયાનો ચૂનો ચોપડ્યો

આ પણ વાંચો : SURAT : ‘મને ટ્યુશનમાં ન આવડે’ આ વાયરલ વીડિયોએ લોક માનસને ઝંઝોળ્યું, આ ક્યુટ બાળકની જાણો રોચક કહાની

g clip-path="url(#clip0_868_265)">