AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SURAT : ‘મને ટ્યુશનમાં ન આવડે’ આ વાયરલ વીડિયોએ લોક માનસને ઝંઝોળ્યું, આ ક્યુટ બાળકની જાણો રોચક કહાની

કોસમાડા ગામમાં રહેતા આ બાળકનું નામ રામ નિરવભાઈ કેવડીયા છે. રામના પિતા નિરવભાઈ કેવડીયાએ જણાવ્યું હતું કે, હું સી.એ.ના વ્યવસાય સાથે સંકળાયેલો છું. એટલે ઘરે ક્યારેક કામ કરતાં કે લખતાં રામ જુએ તો તેને પણ તેમ કરવાનું મન થતું હતું. સાથે અન્ય બાળકોને ભણતા અને અભ્યાસ કરતાં જોઈને રામને પણ ભણવાની લગની લાગી હતી.

SURAT : 'મને ટ્યુશનમાં ન આવડે' આ વાયરલ વીડિયોએ લોક માનસને ઝંઝોળ્યું, આ ક્યુટ બાળકની જાણો રોચક કહાની
રામ કેવડીયા
Baldev Suthar
| Edited By: | Updated on: Dec 22, 2021 | 12:53 PM
Share

સોશિયલ મીડિયામાં વાઈરલ થયેલા એક માસુમ બાળકનો વિડીયો લોકોમાં ખુબ પ્રચલિત બન્યો છે. આ વિડીયોમાં દેખાઈ રહેલો બાળક સુરતનો છે. ‘મને ટ્યુશનમાં ન આવડે’-વીડિયો થકી પ્રચલિત થયેલા આ બાળકનું નામ રામ છે અને તે આઠ મહિનાની ઉંમરથી ચાલતા પહેલા બોલતાં શીખી ગયો હતો સાથે જ તેની મીઠી વાણીના કારણે પરિવાર સહીત અન્ય લોકોને પણ આકર્ષિત કરી દે છે.

‘મને ટ્યુશનમાં ન આવડે’- આ વીડિયો મોટેભાગનાં લોકોના મોબાઈલમાં જોવા મળતો હશે. બાળક પોતાની કાલીઘેલી ભાષામાં વાત રજૂ કરતો વીડિયોમાં જોવા મળે છે. આ વીડિયોને ઘણા લોકોએ કોમેડીના સ્વરૂપમાં લીધો તો ઘણા લોકોએ આ વીડિયોને બાળકો સાથેના અત્યાચાર સાથે સરખાવ્યો હતો. ત્યારે આ બાળક કોણ છે અને કયાનો છે એ પ્રશ્ન લોકોમાં ઉભો થયો હતો. જો કે તપાસમાં આ બાળક સુરતનું હોવાનું બહાર આવ્યું હતું.

કોસમાડા ગામમાં રહેતા આ બાળકનું નામ રામ નિરવભાઈ કેવડીયા છે. રામના પિતા નિરવભાઈ કેવડીયાએ જણાવ્યું હતું કે, હું સી.એ.ના વ્યવસાય સાથે સંકળાયેલો છું. એટલે ઘરે ક્યારેક કામ કરતાં કે લખતાં રામ જુએ તો તેને પણ તેમ કરવાનું મન થતું હતું. સાથે અન્ય બાળકોને ભણતા અને અભ્યાસ કરતાં જોઈને રામને પણ ભણવાની લગની લાગી હતી. પરંતુ તેની ઉંમર નાની હોવાથી ઘરે જ ટ્યુશન ચલાવતાં જીજ્ઞાશાબેન વાદીને ત્યાં ત્રણેક દિવસથી ટ્યુશનમાં મોકલ્યો હતો. પરંતુ તેની મીઠી વાણીને લઈને ત્યાં પણ વાતાવરણ હળવું બનાવી દીધું હતું.

રામના જવાબોથી ટીચર અને અન્ય બાળકોને પણ ખૂબ મજા પડતી હતી. બાળકના પિતાએ કહ્યું કે, રામ પહેલેથી વાચાળ પ્રકૃતિનો છે. સામાન્ય બાળકો કરતાં રામને જીભ વહેલી આવી ગઈ હતી. પગેથી ચાલતા શીખતા પહેલાં જ રામ 8 મહિનાનો હતો ત્યારથી ચોખ્ખા શબ્દોમાં બોલતાં શીખી ગયો હતો. મૂળ સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના ગાધકડા ગામના વતની અને સુરતમાં 20 વર્ષથી રહેતા રામના પિતા નિરવભાઈ તેમના ભાઈ-ભાભી તથા માતા પિતા સાથે સર્વમંગલ હોમ્સ કોસમાડા ખાતે રહે છે. સંયુક્ત પરિવારમાં દાદા-દાદી પાસે રહેતો રામ વાર્તાઓ સાંભળવાનો શોખીન છે.

દાદા પાસે રામ મોડી રાત સુધી વાર્તા સાંભળીને સવારે પછી મોડેથી જાગતો હોય છે. સામાન્ય બાળકોથી વિપરીત રામ રાત્રે 1 વાગ્યા આસપાસ સુઈને પછી સવારે તેની સવાર 10 વાગ્યે પડતી હોય છે. રામના માતા અસ્મિતાબેને જણાવ્યું હતું કે, હું એક મારા બાળકનું ઘડતર નથી કરતી, કોઈ એક માતા બાળકનું ઘડતર યોગ્ય રીતે ન કરી શકે. અમે સંયુક્ત પરિવારમાં રહીએ છીએ. રામના કાકા-કાકી, દાદા-દાદી બધા સાથે રહે છે. રામના ઘડતરમાં સૌથી વધુ કોઈનો ફાળો હોય તો એ તેના દાદા-દાદીનો છે. તેના કારણે જ આજે તે આટલું સારૂં બોલી શકે છે.

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">