Surat : પંજાબના શાંદલિયા બંધુઓએ સુરતના 13 કાપડ વેપારીઓને લાખો રૂપિયાનો ચૂનો ચોપડ્યો
શરુઆતમાં પેમેન્ટ ચુકવી દેવાના ખોટા વાયદાઓ આપી સમય પસાર કર્યા બાદ હાથ ટાંટિયા તોડાવી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. તેમજ ફોન પણ ઉપાડવાના બંધ કરી દીધા હતા.
પંજાબના(Punjab ) લુધિયાના ખાતે પ્રાંજના ટેક્ષટાઈલના નામે ધંધો કરતા શાંદલિયા બંધુઓએ સુરતના 13 કાપડના વેપારીઓને લાખો રૂપિયાનો ચૂનો (Cheating)ચોપડી દીધો છે. મોટી બેગમવાડી શ્રી શ્યામ માર્કેટના વેપારી સહિત કુલ 13 વેપારીઓ પાસેથી કાપડનો માલ ખરીદી કરી સમયસર પૈસા ચૂકવી દેવાના વાયદાઓ આપ્યા હતા. પરંતુ બાદમાં પૈસા નહિ આપી જવાબ આપવામાં પણ ગલ્લાંતલ્લાં કર્યા હતા. જયારે વેપારીઓએ પૈસાની ઉઘરાણીકરી તો તેઓને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
આ રીતે પંજાબના શાંદલિયા બંધુઓએ સુરતના 13 વેપારીઓ સાથે 28.39 લાખ રૂપિયાની લાખની ઠગાઈ કરી હતી. જેથી વેપારીઓએ ગતરોજ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. અલથાણ શ્યામ મંજિર પાસે સેટાસા હાઈટ્સમાં રહેતા રાજિવ વિમપ્રકાશ અગ્રવાલ મોટી બેગમવાડી પશુપતિ માર્કેટની સામે શ્રી શ્યામ માર્કેટમાં અને લેન્ડમાર્ક એમ્પાયરમાં સાતમાં માળે બી.ડી.ટેક્ષટાઈલમાં છેલ્લા ચાર વર્ષથી સેલ્સમેન તરીકે નોકરી કરે છે.
રાજિવે ગઈકાલે પ્રાંજના ટેકટાઈલના ભાગીદાર, કેલિબર પ્લાઝા એ.સી. માર્કેટમાં કામ કરતા અને લુધિયાના પંજાબમાં રહેતા આનંદ શાંદલિયા અને તેનો ભાઈ નવીન શાંદલિયા સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેઓએ જણાવ્યું હતું કે આરોપી શાંદલિયા બંધુઓએ તેમની દુકાનમાંથી ગત તા 7 ઓગસ્ટ 2020થી 18 ફેબ્રુ્આરી 2021ના સમયગાળા દરમ્યાન અલગ અલગ બીલ ચલણથી કુલ રૂપિયા 12,07,657 નો ફીનીશ ડાઈડ કાપડનો માલ ખરીદ્યો હતો.
આ ઉપરાંત આરોપીઓએ અન્ય બાર વેપારીઓ પાસેથી રૂપિયા 16,32,172 માલ ખરીદ્યો હતો. શાંદલિયા બંધુઓએ કુલ રૂપિયા 28,39,830 નો મતાનો માલ ખરીદ્યા પછી નક્કી કરેલ સમય મર્યાદામાં પેમેન્ટ નહી ચુકવતા રાજિવ અગ્રવાલે પેમેન્ટ માટે ફોન કર્યા હતા.
શરુઆતમાં પેમેન્ટ ચુકવી દેવાના ખોટા વાયદાઓ આપી સમય પસાર કર્યા બાદ હાથ ટાંટિયા તોડાવી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. તેમજ ફોન પણ ઉપાડવાના બંધ કરી દીધા હતા. રાજિવ સહિતના વેપારીઓને ખ્યાલ આવી ગયો કે શાંદલિયા બંધુઓએ તેમની સાથે છેતરપિંડી કરી છે. જેથી તમામે ભેગા મળી સલાબતપુરા પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે બંને આરોપીઓ સામે 28.39 લાખની છેતરપિંડીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો : Surat : વધુ એક વેપારીનું 40 લાખમાં ઉઠમણું, વેપારી પાસેથી માલ લઇ પૈસા આપવાના બદલે જાનથી મારી નાખવાની ધમકી આપી
આ પણ વાંચો : Surat : સુરતમાં તાપમાનનો પારો ગગડતા પ્રાણી સંગ્રહાલયમાં પ્રાણીઓ માટે કરાઈ હીટરની વ્યવસ્થા