Surat : 24 દિવસ બાદ શહેરમાં કોરોનાથી એક પણ મોત નહીં, સંક્ર્મણ પણ ઘટતા તંત્રને મોટી રાહત
જોકે સૌથી મોટી રાહત હાલ સુરત આરોગ્ય વિભાગને એ થઇ છે કે કોરોનાનું સંક્ર્મણ ઘટવાની સાથે સાથે મોતના આંકડા પણ ઓછા થઇ રહ્યા છે. આમ, હવે શહેરમાં ત્રીજી લહેરની અસર સંપૂર્ણપણે ઓસરી રહી છે. અને જનજીવન ફરી એકવાર પૂર્વવત થઇ રહ્યું છે. જે શહેરીજનો માટે પણ મોટો હાશકારો છે.
શહેરમાં 24 દિવસ બાદ કોરોનામાં(Corona ) એકપણ દર્દીનું મોત થયુ ન હતું જયારે સુરત ગ્રામ્યમાં બે દર્દીના મોત(Death ) સાથે મોતનો સિલસિલો યથાવત રહ્યો હતો. શહેરમાં કોરોનાના 87 નવા કેસ સાથે પાંચ ઝોનમાં 10 ની અંદર કેસો નોંધાયા છે ત્યારે ગ્રામ્યમાં(Rural ) 68 કેસો સાથે છ તાલુકાઓમાં 10 ની અંદર કેસો નોંધાયા હતા.
શહેર – ગ્રામ્યમાં મળીને કુલ 155 કેસો નોંધાયા હતા. કોરોનાની સારવાર દરમિયાન 443 દર્દીઓ સાજા થયા હતા. શહેરમાં 15 જાન્યુઆરી 2022 ના રોજ કોરોનામાં બે દર્દીઓના મોત નિપજ્યા હતા. ત્યારબાદથી મોતનો સિલસિલો યથાવત રહ્યો હતો. ત્યારે 24 દિવસ બાદ મંગળવારે કોરોનામાં એકપણ દર્દીનું મોત નીપજયું ન હતુ. જે આરોગ્ય વિભાગ માટે એક સારા સમાચાર છે.
શહેરમાં મંગળવારે નવા 87 કેસો સામે આવ્યા હતા . જેમાં નવ ઝોન પૈકી પાંચ ઝોનમાં 10 ની અંદર કેસો નોંધાયા હતા. સૌથી વધારે રાંદેર અને અઠવા ઝોનમાં 19-19 કેસો આવ્યા હતા. લિંબાયત ઝોનમાં 17 અને કતારગામ ઝોનમાં 10 કેસ આવ્યા હતા . વરાછા – એ ઝોનમાં 07 , ઉધના – એ ઝોનમાં 06 , વરાછા – બી ઝોનમાં 05 , ઉધના – બી ઝોનમાં 03 અને સેન્ટ્રલ ઝોનમાં 01 કેસ આવ્યો હતો.
કોરોનાની સારવાર દરમિયાન 201 દર્દીઓ સાજા થયા હોવાનું સામે આવ્યું છે. ગ્રામ્યમાં હજુ પણ મોતનો સિલસિલો યથાવત રહ્યો છે . મહુવા તાલુકામાં રહેતા 80 વર્ષીય વયોવૃધ્ધ અને ઓલપાડ તાલુકામાં રહેતા 79 વયોવૃદ્ધ મહિલાનું મળીને કુલ બે દર્દીઓના મંગળવારે કોરોનાની સારવાર દરમિયાન મોત નિપજ્યા છે. જ્યારે ગ્રામ્યમાં નવા 68 કેસો સામે આવ્યા છે .
જે નવ તાલુકા પૈકી છ તાલુકામાં 10 ની અંદર કેસો નોંધાયા છે. મહુવા તાલુકામાં 15 , માંગરોળ તાલુકામાં 13 અને ઓલપાડ તાલુકામાં 11 કેસો આવ્યા હતા . ત્યારે બારડોલી તાલુકામાં 07 , પલસાણા તાલુકામાં 06 અને ચોર્યાસી , કામરેજ , માંડવી તથા ઉમરપાડા તાલુકામાં 04-04 કેસો નોંધાયા છે . એ સાથે જ સુરત ગ્રામ્યમાં 242 દર્દીઓ કોરોનામાં સાજા થયા હતા.
જોકે સૌથી મોટી રાહત હાલ સુરત આરોગ્ય વિભાગને એ થઇ છે કે કોરોનાનું સંક્ર્મણ ઘટવાની સાથે સાથે મોતના આંકડા પણ ઓછા થઇ રહ્યા છે. આમ, હવે શહેરમાં ત્રીજી લહેરની અસર સંપૂર્ણપણે ઓસરી રહી છે. અને જનજીવન ફરી એકવાર પૂર્વવત થઇ રહ્યું છે. જે શહેરીજનો માટે પણ મોટો હાશકારો છે.
આ પણ વાંચો :