Surat: મહાનગરપાલિકાનું બજેટ પેપરલેસ કરવાનો નિર્ણય, પાલિકાએ તમામ કોર્પોરેટરોને લેપટોપ આપ્યા
સુરત મ્યુનિ.ની સ્થાયી સમિતિમાં પાલિકાનું બજેટ પેપરલેસ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, આ વખતે બજેટમાં સ્થાયી સમિતિના સભ્યોને બજેટની ફીજીકલ કોપી આપવામા આવી નહીં, પાલિકાએ દરેક કોર્પોરેટરોને લેપટોપ આપ્યા છે અને પેન ડ્રાઈવમાં બજેટની કોપી અપાઈ છે
સુરત મહાનગરપાલિકા (Surat Municipal Corporation) ની સ્થાયી સમિતિમાં પાલિકાનું બજેટ પેપરલેસ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ વખતે બજેટમાં સ્થાયી સમિતિના સભ્યોને બજેટ (Budget) ની ફીજીકલ કોપી આપવામા આવી નહીં. પાલિકાએ દરેક કોર્પોરેટરો (corporator) ને લેપટોપ (Laptop) આપ્યા છે તેથી પાલિકા પેન ડ્રાઈવમાં બજેટની કોપી આપવામા આવી તેનો ઉપયોગ કરીને સ્થાયી સમિતિમાં સભ્યો બજેટ પર ચચા કરી. સ્થાયી સમિતિ (Standing Committee) માં જે રીતે બજેટની સોફ્ટ કોપી આપવામા આવી છે તેવી જ રીતે સામાન્ય સભામા પણ સોફ્ટ કોપી (Soft copy) જ આપવામા આવી હતી જેમાં આજે બેઠકમાં આ પેપર લેશ પહેલી બેઠક ગુજરાતમાં પહેલી પાલિકા છે.
આજે સોમવારે ના સુરત મહાનગપાલિકાની સ્થાયી સમિતિમાં ડ્રાફ્ટ બજેટ અંગે ચર્ચા કરવામાં આવી હતી. સુરત મ્યુનિ.ના સ્થાયી સમિતિના બજેટમાં પહેલી વાર સ્થાયી સમિતિના તમામ સભ્યોને બજેટની હાર્ડ કોપી નહીં આપવાનો નિર્ણય કર્યો છે. બજેટની સ્થાયી સમિતિ માટે જે એજન્ડા કાઢવામાં આવ્યો છે તેમાં જ સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, સભામા આવનાર સભ્યોએ લેપટોપ અને પેન ડ્રાઈવ લઈને આવવાનું રહેશે.
આ પેન ડ્રાઈવમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ તથા ડ્રાફ્ટ બજેટની કોપી આપવામાં આવશે. જેના કારણે સ્થાયી સભ્યોએ પાલિકાએ આપેલા લેપટોપનો ઉપયોગ કરીને બજેટ માટેની ચર્ચા કરવી પડશે.આમ પાલિકાએ પહેલી વાર સ્થાયી સમિતિની બજેટની સભા પેપર લેસ કરવાનો પ્રયાસ કર્યો છે. જેવી રીતે સ્થાયી સમિતિની બજેટની સભા પેપર લેસ કરવામા આવી છે. તેવી જ રીતે આગામી બજેટની સામાન્ય સભા પણ પેપર લેસ કરવા માટે પાલિકા તત્ર આયોજન કરી શકે છે.
જો પાલિકા તંત્ર બજેટની સામાન્ય સભા પેપર લેસ કરશે તો પાલિકાએ આપેલા લેપટોપનો સાચો ઉપયોગ કર્પોરેટરો કરશે. પરંતુ કેટલાક કોર્પોરેટરો એવા પણ છે તેને લેપટોપનો પુરો ઉપયોગ કરતા નથી આવડતું તેવા લોકો માટે પેપર લેસ સામાન્ય સભા મુશ્કેલી ઉભી કરી શકે તેવી શક્યતા નકારી શકાતી નથી.પણ ગુજરાતની પહેલી પાલિકા હશે જે આજે પેપર લેશ ની કામગીરી શરૂ કરી જો તમામ પ્રયોગો સફળ રહેશે તો આવનારા દિવસોમાં પાલિકા દ્વારા તમામ કામગીરી આવી રીતે પેપર લેશ કરશે.
આ પણ વાંચોઃ Rajkot પોલીસ કમિશનર વસુલી કેસની તપાસ ડીજીપી વિકાય સહાયને સોંપાઇ, MLA ગોવિંદ પટેલ આજે ગૃહ રાજ્યપ્રધાનને મળશે
આ પણ વાંચોઃ કેરીનું પ્રોસેસિંગ કરી આ ખેડૂત કરી રહ્યા છે સારી કમાણી, છાલ અને ગોટલીમાંથી પણ બનાવે છે આ વસ્તું