સ્વછતા મિશનમાં સુરત મનપાની સિદ્ધિ, દેશનું સૌથી સ્વચ્છ શહેર બન્યું ‘સુરત’

મિશન સ્વચ્છ ભારત અભિયાન, પીએમ મોદીના સ્વચ્છતા મિશને હવે એક ક્રાંતિનું સ્વરૂપ લઇ લીધુ છે અને મિશનને ખરા અર્થમાં સુરત મનપાએ સાકાર કર્યું છે. વર્ષ 2004થી મનપાનું આ મિશન અવિરત ચાલી રહ્યું છે. ડોર ટુ ડોર કચરાના કલેક્શનની વાત હોય કે પછી, વેસ્ટ પ્લાસ્ટિકનો માર્ગ નિર્માણમાં ઉપયોગની વાત મનપાએ દેશને એક નવી રાહ ચીંધી છે.

સ્વછતા મિશનમાં સુરત મનપાની સિદ્ધિ, દેશનું સૌથી સ્વચ્છ શહેર બન્યું ‘સુરત’
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 15, 2023 | 7:12 PM

ડાયમંડ સિટી અને ટેક્સટાઇલ સિટીની ઓળખ મેળવનાર સુરત, હવે સ્વચ્છ ભારત મિશનમાં પણ પોતાનું આગવું પ્રદર્શન કરી રહ્યું છે અને મેળવી રહ્યું છે દેશનું સૌથી સ્વચ્છ શહેર હોવાની ઓળખ ટેક્નોલોજીનો સદ્દઉપયોગ કહો કે સરકારી વિભાગોનું સંકલન, પરંતુ સુરત વેસ્ટમાંથી બેસ્ટના સૂત્રને હકિકતનું સ્વરૂપ આપી રહ્યું છે.

વર્ષ 2004થી મનપાનું આ મિશન અવિરત ચાલી રહ્યું છે. ડોર ટુ ડોર કચરાના કલેક્શનની વાત હોય કે પછી, વેસ્ટ પ્લાસ્ટિકનો માર્ગ નિર્માણમાં ઉપયોગની વાત મનપાએ દેશને એક નવી રાહ ચીંધી છે. ઝીરો વેસ્ટ પોલિસી હેઠળ 12 મોટા શાકમાર્કેટના વેસ્ટને ટ્રીટ કરીને 140 કરોડની આવક મેળવવામાં સફળતા મળી છે. અધિકારીઓનો દાવો છે કે સુરતની અનેક સોસાયટીઓને આજે ઝીરો વેસ્ટની યાદીમા સમાવી લેવાઈ છે.

સ્વચ્છ ભારત મિશનને પાર પાડવા, મનપા પાસે 550થી વધુ ડોર ટુ ડોરના વહિકલ છે. જેના દ્વારા 2200 ટન જેટલા કચરાને ટ્રીટ કરીને તેમાંથી વીજળી ઉત્પાદન કરવાનું આયોજન કરવામાં આવ્યું હોવાનું અધિકારીઓ જણાવી રહ્યા છે.

આજનું રાશિફળ તારીખ 12-01-2025
55 દિવસમાં 120000 કરોડ... IPL કરતા 10 ગણી વધારે કમાણી
Gut Cleaning : સવારે ઉઠ્યા બાદ કરો આ 5 કામ, પેટ થશે બરાબર સાફ
પૂર્વ મુખ્યમંત્રીના પૌત્ર સાથે જાહ્નવી કપૂર તિરુપતિ પહોંચી, જુઓ Photos
Vastu Tips : ઘરની દક્ષિણ દિશામાં રાખશો આ 5 વસ્તુઓ, તો થોડા દિવસોમાં થઈ જશો કંગાળ !
આ ગુજરાતી કંપનીનો શેર છે નોટ છાપવાનું મશીન, 21 ટકા વધ્યો સ્ટોકનો ભાવ

સુરતમાં વેસ્ટ વ્યવસ્થા અંગે માહિતી

  • વર્ષ 2004થી ડોર ટુ ડોર કચરા કલેક્શનનો પ્રારંભ
  • સુરત મનપા દ્વારા C અને D સોલિડ વેસ્ટ પ્લાન
  • 12 શાકમાર્કેટમાંથી કચરો એકત્ર કરીને નિકાલ
  • કચરામાંથી કૃષિ વપરાશ માટે ખાતર બનાવાય છે
  • સુરત મનપાને વર્ષે થાય છે રૂ.140 કરોડની આવક
  • કચરો એકત્ર કરવા 550 ડોર ટુ ડોરના વાહનો કાર્યરત
  • મેન પાવર વિના જ 2200 ટન કરચાનું પ્રોસેસિંગ
  • ખજોદ સાઇટ પર 1700 મેટ્રિક ટન કચરો ઠલવાય છે

આ પણ વાંચો : સુરતનું રેલવે સ્ટેશનને મલ્ટી-મૉડલ ટ્રાન્સપોર્ટ હબમાં કરાઇ રહ્યું છે અપગ્રેડ, જાણો કેવી હશે સુવિધા

આમ સુરતે પીએમ મોદીના સ્વચ્છતા મિશનને પોતીકુ બનાવીને દેશમાં એક નવી રાહ ચીંધી છે. મનપાની યોગ્ય વ્યવસ્થા, કાર્યક્ષમ અધિકારીઓ અને ગ્રાઉન્ડ પર નોંધપાત્ર કામગીરીને પગલે આજે, સ્વચ્છ સુરતનું મિશન સાકાર બની રહ્યું છે અને સુરત દેશમાં સ્વચ્છ શહેરની ઓળ મેળવી રહ્યું છે. ડાયમંડિ અને ટેક્સટાઇલ સિટી બાદ હવે સુરતને સ્વચ્છ શહેરની ઓળખ મળી રહી છે.

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">