AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat : વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટી કોલેજોને હવે પરીક્ષાના પ્રશ્નપત્રો ઓનલાઇન મોકલશે

ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સીટી જે રીતે આખા ગુજરાતભરની સેંકડો કોલેજોમાં પરીક્ષાના સમય પહેલા એક કલાક આગળ ઓનલાઇન પેપર મોકલે છે. તે સિસ્ટમ હવે દક્ષિણ ગુજરાતભરની કોલેજો માટે પણ અપનાવવામાં આવશે.

Surat : વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટી કોલેજોને હવે પરીક્ષાના પ્રશ્નપત્રો ઓનલાઇન મોકલશે
Surat: Veer Narmad South Gujarat University will now send exam question papers online
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 30, 2021 | 1:01 PM
Share

સુરત શહેરની નર્મદ યુનિવર્સીટીએ(VNSGU) પોતાનો વહીવટ સતત અપડેટ કરીને હવે વિદ્યાર્થીઓને(students ) અનુકૂળ રહે તે માટે ટેક્નોલોજીનો (technology ) મહત્તમ ઉપયોગ કરવા બાબતે ધ્યાન કેન્દ્રિત ર્ક્યું છે.

જેમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટી દ્વારા હવેથી પરીક્ષાના પ્રશ્નપત્રો ઓનલાઇન મોકલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સુરત શહેરની નર્મદ યુનિવર્સીટીની આજે નવી ટર્મની પહેલી સિન્ડિકેટ બેઠક મળી હતી. આ બેઠકમાં ઢગલાબંધ કામો હોવાથી મોડી રાત સુધી મેરેથોન મિટિંગ ચાલી હતી. સિન્ડિકેટ સભ્ય ડો. કશ્યપ ખારચિયાએ બેઠકના નિર્ણયો અંગે જણાવ્યું હારું કે યુનિવર્સીટીએ હવે પરીક્ષાલક્ષી કામગીરીમાં હાઈટેક પ્રયોગ અજમાવવા નો નિર્ણય કર્યો છે.

ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સીટી જે રીતે આખા ગુજરાતભરની સેંકડો કોલેજોમાં પરીક્ષાના સમય પહેલા એક કલાક આગળ ઓનલાઇન પેપર મોકલે છે. તે સિસ્ટમ હવે દક્ષિણ ગુજરાતભરની કોલેજો માટે પણ અપનાવવામાં આવશે.

દરેક કોલેજને પરીક્ષાના એક કલાક એક નિયત કરેલી મુદ્દ પર વહેલા પેપર ઓનલાઇન જ મોકલવામાં આવશે. આ પેપર ઓનલાઇન જશે. જેમાં કોલેજના પ્રિન્સિપાલ સહીત યુનિવર્સીટીના નિરીક્ષક અને કોલેજના આંતરિક નિરીક્ષકની હાજરીમાં તેમના ફેસ આઈડી સાથે પેપર મળશે. આ સિસ્ટમ ફૂલ પ્રુફ અને ગોપનિયતામાં પણ આગળ છે.

પરિવહન વ્યવસ્થા સુગમ બનાવવામાં આવશે : યુનિવર્સીટી ખાતે મળેલ સિન્ડિકેટની બેઠકમાં દક્ષિણ ગુજરાતભરની કોલજોમાં ચાલુ પરીક્ષાએ કે પરીક્ષાના આગલા દિવસે સુરતથી ગાડી દોડાવવાની કડાકૂટનો પણ વિકલ્પ શોઘી કાઢવામાં આવ્યો છે. પહેલા પરીક્ષા વખતે કોઈપણ કામ હોય જેમ કે પરીક્ષાલક્ષી સહીત, ઉત્તરવહી, પુરવણી , સ્ટીકર, દોરી સહિતની સામગ્રીઓ મોકલવા માટે સુરતથી ઠેકઠેકાણે ગાડીઓ દોડાવવી પડતી હતી, જેને કારણે સમય અને રૂપિયાનો પુષ્કળ બગાડ થતો હતો. ભૂતકાળમાં યુનિવર્સીટીમાં પરીક્ષા દરમ્યાન વપરાતા વાહનોનું પણ કૌભાંડ પકડાયું હતું. ત્યારે હવે યુનિવર્સીટીની નવી સિન્ડિકેટ બોડીએ હવેથી દક્ષિણ ગુજરાતમાં પણ જેટલા સબ સેન્ટર બનાવવા વિચારણા કરી છે, આ સેન્ટર પરથી નજીકના જિલ્લા કે તાલુકા કે ગામની કોલજો સુધી પરીક્ષાલક્ષી સામગ્રીઓ પહોચાડવાં આવશે.

યુજીસીના નિયમો મુજબ પાંચ એકર જગ્યા હોય તો જ નવી કોલેજ મળશે :  સિન્ડિકેટની બેઠકમાં ખાનગી કોલેજોના જોડાણને લઈને પણ અનેક સવાલો ઉભા થયા હતા. કોલેજની પરવાનગી માટે યુનિવર્સીટી યુજીસીના નિયમોની સાંકળ તોડી નાંખે તેવી કોશિશ થઇ હતી. પણ એકાદ બે લોકોને ફાયદો કરાવવાથી લાંબા ગાલે શિક્ષણની ગુણવત્તા પર અસર પડે તેવી હાલત હતી. જેથી હવે નવી કોલેજોના મામલે પાંચ એકર જગ્યા ફરજીયાત હોવી જરૂરી હોવાનું નક્કી કરાયું છે.

આ પણ વાંચો :

Surat: બુલેટ ટ્રેન પછી પીએમ મોદીના બીજા મહત્વાકાંક્ષી ચાર ધામ રેલવે પ્રોજેક્ટની જવાબદારી દર્શના જરદોશના માથે

આ પણ વાંચો :

સુરતીઓ માટે સારા સમાચાર, ભારતીય રેલ્વેએ 30 સપ્ટેમ્બરથી સુરત ખાતે નવી ટ્રેન રોકવાની કરી જાહેરાત

ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું
ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું
ભાજપના પ્રચાર પત્ર સાથે કવરમાં રૂપિયા અપાયાનો વીડિયો વાયરલ
ભાજપના પ્રચાર પત્ર સાથે કવરમાં રૂપિયા અપાયાનો વીડિયો વાયરલ
બહારનું ખાતા પહેલા ચેતજો! ઊંધિયું, જલેબી વેચતા વેપારીઓના ત્યાં ચેકિંગ
બહારનું ખાતા પહેલા ચેતજો! ઊંધિયું, જલેબી વેચતા વેપારીઓના ત્યાં ચેકિંગ
PM મોદીની ડિગ્રી મામલો, હાઈકોર્ટનો કડક અભિગમ, કેજરીવાલને લાગ્યો ઝટકો
PM મોદીની ડિગ્રી મામલો, હાઈકોર્ટનો કડક અભિગમ, કેજરીવાલને લાગ્યો ઝટકો
Breaking News :સુરતના હીરા દલાલે પૂરુ પાડ્યુ ઈમાનદારીનું ઉદાહરણ
Breaking News :સુરતના હીરા દલાલે પૂરુ પાડ્યુ ઈમાનદારીનું ઉદાહરણ
ખાદ્યતેલ ફરી બન્યું મોંઘું, સિંગતેલના ભાવમાં ભડકો, જુઓ Video
ખાદ્યતેલ ફરી બન્યું મોંઘું, સિંગતેલના ભાવમાં ભડકો, જુઓ Video
Breaking News : આકાશમાંથી પેરાશુટ લઇને યુવક વીજ વાયર પર પડ્યો
Breaking News : આકાશમાંથી પેરાશુટ લઇને યુવક વીજ વાયર પર પડ્યો
જીવનસાથી સાથે શોપિંગ કરવાની મજા આવશે, કિંમતી વસ્તુઓનું ધ્યાન રાખો
જીવનસાથી સાથે શોપિંગ કરવાની મજા આવશે, કિંમતી વસ્તુઓનું ધ્યાન રાખો
BMC અને વસઈ-વિરાર કોર્પોરેશનમા રાજકીય પક્ષોને યુવા ઉમેદવારો પર વિશ્વાસ
BMC અને વસઈ-વિરાર કોર્પોરેશનમા રાજકીય પક્ષોને યુવા ઉમેદવારો પર વિશ્વાસ
ગુજરાતમાં ફરીથી પાટીદાર કાર્ડ રમવાની હાર્દિક પટેલની મંછા ! જુઓ વીડિયો
ગુજરાતમાં ફરીથી પાટીદાર કાર્ડ રમવાની હાર્દિક પટેલની મંછા ! જુઓ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">