Surat : કીમ રેલવે ફાટક ફરી શરૂ કરવા સ્થાનિકોની કલેકટરને રજુઆત, ફ્લાયઓવરની કામગીરી મંથરગતિએ ચાલતા લોકોમાં આક્રોશ
કીમ ખાતે રેલવે ફ્લાયઓવર બ્રિજના અભાવે ટ્રાફિકની સમસ્યાએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. જેને પગલે ગત 2017માં કીમ ફાટક ખાતે રેલવે ફ્લાયઓવરના નિર્માણની કામગીરી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી હતી.
Surat : ઓલપાડ તાલુકાના કીમ (KIM) ખાતે છેલ્લા 55 મહિનાથી મંથરગતિએ ચાલી રહેલા રેલવે ઓવર બ્રીજની (Railway over bridge)કામગીરીને મુદ્દે આજે સ્થાનિકોએ ભારે વિરોધ સાથે (District Collector)જિલ્લા કલેકટરને આવેદન પત્ર પાઠવીને વહેલી તકે કામગીરી પૂર્ણ કરવા રજુઆત કરી હતી. આ સિવાય સ્થાનિકોએ આક્રોશ સાથે છેલ્લા ઘણા સમયથી બંધ કરવામાં આવેલ ફાટક ખોલવા અથવા તો વૈકલ્પિક વ્યવસ્થા પુરી પાડવા સંદર્ભે પણ રજુઆત કરી હતી. કીમ ખાતે રેલવે ફ્લાયઓવર બ્રિજના અભાવે ટ્રાફિકની સમસ્યાએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. જેને પગલે ગત 2017માં કીમ ફાટક ખાતે રેલવે ફ્લાયઓવરના નિર્માણની કામગીરી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી હતી.
જોકે 18 માસમાં જે ફ્લાય ઓવરની કામગીરી પૂર્ણ કરવાની હતી તે હાલ 55 મહિના થયા છતાં પણ મંથરગતિએ ચાલી રહી છે. જેને પગલે કીમના રહેવાસીઓની સમસ્યા વધુ વિકરાળ બની રહી છે. રેલવે ઓવરબ્રિજની કામગીરી દરમ્યાન ડાયવર્ઝનના અભાવ વચ્ચે છાશવારે ફાટક બંધ કરી દેવામાં આવતાં વાહન ચાલકો સહિત નાગરિકોને પણ ભારે હેરાનગતિનો સામનો કરવો પડી રહ્યો છે.
આ સ્થિતિમાં આજે સ્થાનિકો દ્વારા જિલ્લા કલેકટરને આવેદન પત્ર પાઠવીને વહેલી તકે રેલવે ફ્લાયઓવર બ્રિજનું કામ પૂર્ણ કરવા સાથે વૈકલ્પિક વ્યવસ્થા પુરી પાડવા અંગે રજુઆત કરવામાં આવી હતી. આવેદન પત્રમાં જણાવ્યા અનુસાર હાલ ધો. 10 અને 12ની પરીક્ષા ચાલતી હોવાને કારણે પણ વિદ્યાર્થીઓ 10 કિલોમીટરનું અંતર કાપવું પડે છે.
આ સ્થિતિમાં કીમ ફાટક વાહન વ્યવહાર માટે પુનઃ શરૂ કરવામાં આવે જેને પગલે નાગરિકો સાથે – સાથે વિદ્યાર્થીઓ પણ રાહતનો શ્વાસ લઈ શકે. આમ છતાં જો તંત્ર દ્વારા ત્રણ દિવસમાં કોઈ હકારાત્મક નિર્ણય નહીં લેવામાં આવે તો કીમના નાગરિકો દ્વારા આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.
આ પણ વાંચો : PTIના વરિષ્ઠ નેતાનો દાવો, પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનના જીવને ખતરો, હત્યાનું ષડયંત્ર રચવામાં આવ્યું