Surat : ભટારમાં કારખાનાની લોન્ડ્રીના કામદારો લિફ્ટમાંથી ત્રીજા માળેથી પટકાયા, એકનું મોત સાત ઇજાગ્રસ્ત, મેયરે ઘટના સ્થળની મુલાકાત લીધી

|

Oct 05, 2022 | 4:42 PM

સુરતના(Surat) ભટાર વિસ્તારમાં આવેલ ગિરધર એસ્ટેટ ટુમાં આવેલ લુમ્સના કારખાનાઓ( Factory) અને લોન્ડ્રીના કારખાનામાં કામ કરતા આઠ કામદારો ત્રીજા માળેથી પટકાયા(Accident)છે. ત્રીજા માળેથી લિફ્ટમાં કામદારો વહેલી સવારે લિફ્ટ માંથી નીચે ઉતરી રહ્યા હતા. ત્યારે લિફ્ટનો તાર તૂટી પડતા ધડાકાભેર નીચે પડી હતી. જેમાં એક કામદારનું મોત નીપજ્યું છે

Surat : ભટારમાં કારખાનાની લોન્ડ્રીના કામદારો લિફ્ટમાંથી ત્રીજા માળેથી પટકાયા, એકનું મોત સાત ઇજાગ્રસ્ત, મેયરે ઘટના સ્થળની મુલાકાત લીધી
Surat Lift Accident

Follow us on

સુરતના(Surat) ભટાર વિસ્તારમાં આવેલ ગિરધર એસ્ટેટ ટુમાં આવેલ લુમ્સના કારખાનાઓ( Factory) અને લોન્ડ્રીના કારખાનામાં કામ કરતા આઠ કામદારો ત્રીજા માળેથી પટકાયા(Accident)છે. ત્રીજા માળેથી લિફ્ટમાં કામદારો વહેલી સવારે લિફ્ટ માંથી નીચે ઉતરી રહ્યા હતા. ત્યારે લિફ્ટનો તાર તૂટી પડતા ધડાકાભેર નીચે પડી હતી. જેમાં એક કામદારનું મોત નીપજ્યું છે. જ્યારે સાત કામદારોને ગંભીર ઈજા પહોંચતા સિવિલ હોસ્પિટલ સારવાર માટે ખસેડ્યા છે. જેમાં વિગતો મુજબ સુરતના ભટાર વિસ્તારમાં શાંતિનાથ મીલની પાછળ આવેલ ગીરધર એસ્ટેટ ટુમાં ગંભીર દુર્ઘટના સામે આવી છે. ગિરધર એસ્ટેટ ટુ માં આવેલા લુમ્સના કારખાનાઓ અને લોન્ડ્રીના કારખાનાઓના કામદારો ત્રીજા માળેથી નીચે પટકાયા છે. ત્રીજા માળે આવેલ લોન્ડ્રીના કારખાનામાં કામ કરી રહેલ આઠ જેટલા કામદારો વહેલી સવારે લિફ્ટ દ્વારા નીચે આવી રહ્યા હતા. દરમિયાન અચાનક જ લિફ્ટનો તાર તૂટી પડ્યો હતો. અને ત્રીજા માળેથી સીધી લીફ્ટ ધડાકાભેર નીચે પટકાઈ હતી.જેને લઇ લિફ્ટમાં સવાર આઠ કામદારો ગંભીર રીતે ઘવાયા હતા. ધડાકાભેર લિફ્ટ નીચે પડતા આઠ કામદારોમાંથી એક કામદારનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું.જ્યારે સાત કામદારોને ગંભીર ઇજાઓ પહોંચી છે.

ભટાર વિસ્તારમાં બનેલી લિફ્ટ દુર્ઘટનામાં આઠ કામદારો નીચે પટકાયા હતા. જેને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. દરમિયાન એક કામદારનું મોત નીપજ્યું છે. જ્યારે સાત કામદારોને ગંભીર ઇજાઓ પહોંચી છે. તમામ કામદારો ધડાકાભેર નીચે પટકાતા આસપાસથી કામ કરી રહેલા કામદારો પણ દોડી આવ્યા હતા. અન્ય કારખાનામાં કામ કરી રહેલા કામદારોએ તમામને કોઈકને કોઈક વ્યવસ્થા કરી તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા.ગિરધર એસ્ટેટ ટુ માં આવેલ ત્રીજા માળે લોન્ડ્રીનું કારખાનું ચાલે છે.આ લોન્દ્રીના કારખાનામાંથી તૈયાર થયેલ કાપડના માલને નીચે લઈ જવા માટે લિફ્ટ બનાવવામાં આવી છે. આ લિફ્ટમાં વહેલી સવારે કાપડના માલની જગ્યાએ કામદારો ઉતરી રહ્યા હતા. જોકે લિફ્ટમાં બેસતાની સાથે જ લિફ્ટનો તાર અચાનક તૂટી ગયો હતો. અને ત્રીજા માળેથી ધડાકા સાથે નીચે પડી હતી.

ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે

ઘટના બન્યાની જાણ સુરત મહાનગરપાલિકાના મેયર હેમાલીબેન બોઘાવાળાને થતા તેઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. લિફ્ટ જ્યાં તૂટી છે.તે જગ્યાએ પહોંચી તેનું નિરીક્ષણ કર્યું અને ત્યાંથી તેઓ સારવાર લઈ રહેલા ઇજાગ્રસ્તોને ખબર અંતર પૂછવા સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. હેમાલીબેન બોઘાવાળાએ જણાવ્યું કે ઘટના ખૂબ જ ગંભીર છે. ઘટનાની જાણ થતા જ પહેલા સીધી જ ઘટના સ્થળની મુલાકાત લેવા આવી છું. શાંતિ નાથ મિલની પાછળ આવેલા લોન્ડ્રીના કારખાનામાં કામ કરતાં કેટલાક કામદારો પટકાયા છે.તેવી મને પ્રાથમિક માહિતી મળી હતી.સિવિલ હોસ્પિટલ જઈને કામદારોની શું સ્થિતિ છે તે અંગે તપાસ કરવા જાવ છું .અને બનતા તમામ પ્રયત્નો મારા દ્વારા કરવામાં આવશે.

Published On - 4:19 pm, Wed, 5 October 22

Next Article