GSEB HSC Result 2023 Declared: આ કેન્દ્રમાં ધોરણ-12નું પરિણામ 100 % આવ્યું, પરીક્ષા આપનાર તમામ પાસ, જાણો કોણ છે આ હોંશિયાર વિદ્યાર્થીઓ

ગુજરાત  બોર્ડનું ધોરણ 12 સામાન્ય પ્રવાહનું  પરિણામ 73. 27 ટકા  જાહેર થયું છે. ગુજરાત બોર્ડમાં ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 5,65,528 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી છે. જેમાં સૌથી વધુ કચ્છ જિલ્લાનું 84.59 ટકા  પરિણામ અને દાહોદ જિલ્લાનું સૌથી ઓછુ 54.67 ટકા  પરિણામ જાહેર થયુ છે.

GSEB HSC Result 2023 Declared: આ કેન્દ્રમાં ધોરણ-12નું પરિણામ 100 % આવ્યું, પરીક્ષા આપનાર તમામ પાસ, જાણો કોણ છે આ હોંશિયાર વિદ્યાર્થીઓ
Follow Us:
Baldev Suthar
| Edited By: | Updated on: May 31, 2023 | 2:15 PM

Surat : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા માર્ચ મહિનામાં લેવાયેલી ધો. 12 સામાન્ય પ્રવાહની પરીક્ષાનું  પરિણામ આજે જાહેર કરવામાં આવ્યું છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહનું(Std 12 Result) પરિણામ 73. 27 ટકા જાહેર થયું છે. ત્યારે ગુજરાતના એક કેન્દ્રના તમામ વિદ્યાર્થીઓ પાસ થયા છે. તમને જાણીને નવાઇ લાગશે કે આ પરિણામ સુરતની લાજપોર જેલના કેદીઓનું છે.

આ પણ વાંચો-Gujarati Video : રાજકોટમાં કોઠારિયા વિસ્તારના રહીશોએ કર્યો વિરોધ પ્રદર્શન, ત્રણ વર્ષથી પ્રાથમિક સુવિધાનો અભાવ હોવાનો આક્ષેપ

ધોરણ 12નું 100% પરિણામ

સુરતની લાજપોર જેલમાંથી ધોરણ 12માં અભ્યાસ કરતા તમામ 13 કેદીઓ પાસ થયા છે. આમ લાજપોર મધ્યસ્થ જેલનું ધોરણ 10નું 93% પરીણામ તેમજ ધોરણ 12નું 100% પરિણામ આવ્યું છે

Sun Rise First in Pakistan : પાકિસ્તાનમાં સૌપ્રથમ સૂર્ય ક્યાં ઉગે છે, જવાબ ચોંકાવી દેશે
ખૂબસૂરત મહિલા પહેલવાન બની DCP, જાણો નામ અને જુઓ તસવીર
દુનિયાની સૌથી મોંઘી કોફી કઈ છે, અનોખી રીતે થાય છે તૈયાર
બજારમાં આવી ગઈ છે નકલી બદામ, આ રીતે કરો અસલી નકલીની ઓળખ
Moong Dal Khichdi : મગની દાળની ખીચડી કોણે ન ખાવી જોઈએ?
રોહિત શર્મા દિવસમાં કેટલી વાર ખાય છે? ફેવરિટ ફૂડ કયું છે?

કુલ 13 કેદીઓએ આપી હતી પરીક્ષા

નામદાર કોર્ટના આદેશ અનુસાર લાજપોર મધ્યસ્થ જેલ, સુરત ખાતે જ્યુડીશીયલ કસ્ટડી હેઠળ રાખવામાં આવી હતી. આરોપીઓ તથા સજા ભોગવતા કેદીઓ પોતાના શિક્ષણના અધિકારથી વંચીત ન રહે અને જેલમાં જ શિક્ષણ મેળવી જેલ બહાર પોતાનું ઉજ્જવળ ભવિષ્ય અને કારકિર્દી બનાવી શકે તેવા હેતુથી જેલના માર્ચ-એપ્રિલ 2023ના શૈક્ષણિક વર્ષ દરમિયાન ધોરણ-10માં અભ્યાસ કરતા કુલ 14 બંદીવાનો તેમજ ધોરણ-12માં અભ્યાસ કરતા કુલ 13 બંદીવાનોએ પરીક્ષા આપી હતી.

જેમાં ધોરણ-10નું પરીણામ જાહેર થતા લાજપોર જેલના કુલ 14માંથી 13 કેદી પાસ થયા હતા, તેમજ આજે ધોરણ-12 નું પરિણામ જાહેર થતા લાજપોર મધ્યસ્થ જેલ, સુરતના ધોરણ 12માં અભ્યાસ કરતા તમામ 13 બંદીવાન વિદ્યાર્થીઓ ઉતિર્ણ થયેલા છે. આમ, લાજપોર મધ્યસ્થ જેલ, સુરતનું ધોરણ 10નું 93% પરીણામ તેમજ ધોરણ 12નું 100% પરીણામ આવ્યું છે જેથી જેલમાં રહેતા બંદીવાનોને અભ્યાસમાં સારા પરિણામ બદલ શુભેચ્છા પાઠવવામાં આવી હતી.

મહત્વનું છે કે ગુજરાત  બોર્ડનું ધોરણ 12 સામાન્ય પ્રવાહનું  પરિણામ 73. 27 ટકા  જાહેર થયું છે. ગુજરાત બોર્ડમાં ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 5,65,528 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી છે. જેમાં સૌથી વધુ કચ્છ જિલ્લાનું 84.59 ટકા  પરિણામ અને દાહોદ જિલ્લાનું સૌથી ઓછુ 54.67 ટકા  પરિણામ જાહેર થયુ છે.

પંચમહાલ જિલ્લાનું 64.67 ટકા, બનાસકાંઠા જિલ્લાનું 79.38 ટકા, ભરુચ જિલ્લાનું 75.50 ટકા, ભાવનગર જિલ્લાનું 81.13 ટકા, મહેસાણા જિલ્લાનું 76.64 ટકા, રાજકોટ 79.94 ટકા, વડોદરા 67.19 ટકા પરિણામ જાહેર થયુ છે.વલસાડ જિલ્લાનું 63.16 ટકા, સાબરકાંઠા જિલ્લાનું 68.17 ટકા, સુરત જિલ્લાનું 80.78 ટકા, સૂરેન્દ્રનગર જિલ્લાનું 81.11 ટકા પરિણામ જાહેર થયુ છે.

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">