Surat : ઉનાળાની કાળઝાળ ગરમીમાં નવી સિવિલ હોસ્પિટલના પીડિયાટ્રીક વોર્ડમાં એર કન્ડિશન બંધ, દર્દીઓ પરેશાન

સુરત(Surat) નવી સિવિલ હોસ્પિટલમાં પીઆઇસીયુમાં એ.સી બંધ હોવાથી ગરમીમાં રાહત મળે તે માટે દર્દીના સબંધી પોતાના ઘરેથી ટેબલ પંખો લાવીને બાળકને હવા આપી રહ્યા છે. જ્યારે અન્ય દર્દીના સબંધી ત્યાં સારવાર લેતા બાળકને ગરમી ના લાગે તે માટે પેપર કે ફાઇલનો પંખો  બનાવીને હવા આપી રહ્યા છે.

Surat : ઉનાળાની કાળઝાળ ગરમીમાં નવી સિવિલ હોસ્પિટલના પીડિયાટ્રીક વોર્ડમાં એર કન્ડિશન બંધ, દર્દીઓ પરેશાન
Surat New Civil Hospital
Follow Us:
Baldev Suthar
| Edited By: | Updated on: Apr 26, 2022 | 4:56 PM

ગુજરાતમાં એક બાજુ ઉનાળાની(Summer) કાળઝાળ ગરમી શરૃ થઇ છે ત્યારે સુરત નવી સિવિલના(New Civil Hospital)  બાળકોના વોર્ડમાં (Pediatric ward) પીઆઇસીયુમાં એ.સી બંધ થઈ ગયું છે. તેથી દર્દીના સબંધીઓ પરેશાન છે. જ્યારે કોઇ પેપર કે ફાઇલની મદદથી  દર્દીને હવા કરી રહ્યા છે. બાળકોના વોર્ડમાં પણ 7 થી8 પંખા પણ બંધ છે. સુરત નવી સિવિલ હોસ્પિટલ હોસ્પિટલના ચોથા માળે બાળકોનાં વોર્ડમાં વિવિધ તકલીફ ધરાવતા બાળકોને સારવાર આપવામાં આવે છે. જેમાં ગંભીર હાલતના બાળકોને ચાર- ચાર બેડના 2 પીઆઇસીયુમાં સારવાર આપવામાં આવે છે. કાળઝાળ ગરમીમાં બાળ દર્દીઓને રાહત મળે અને તકલીફ દૂર થાય તે માટે બંને પીઆઇસીયુમાં ચાર-પાંચ દિવસ પહેલા બે નવા એ.સી નાંખવામાં આવ્યા હતા.

બાળકોના વોર્ડમાં 7 થી 8 પંખા પણ ઘણા સમયથી બંધ

જેમાં એક પીઆઇસીયુમાં એ.સી ત્રણ દિવસ પહેલા બંધ થઈ ગયું હતું. જેના લીધે પીઆઇસીયુમાં સારવાર લેતા દર્દીની હાલત કફોડી થઈ ગઈ છે. વોર્ડના સ્ટાફે આ અંગે પીઆઇયુના ઈલેક્ટ્રીક વિભાગને જાણ કરી છે પણ આજે સવાર સુધી બંધ થયેલું એ.સી ચાલુ નહિ થતા ફરી વોર્ડના સ્ટાફે લેખિતમાં ફરિયાદ કરી હતી. આ ઉપરાંત બાળકોના વોર્ડમાં 7 થી 8 પંખા પણ ઘણા સમયથી બંધ થઇ ગયા છે. જેથી પંખા રિપેરીંગ કરવા કે નવા નાંખવા અંગે વોર્ડના સ્ટાફે ફરિયાદ કરી હતી પણ આ અંગે ગંભીર દાખવતા નથી.

બીજી તરફ પીઆઇસીયુમાં એ.સી બંધ હોવાથી ગરમીમાં રાહત મળે તે માટે દર્દીના સબંધી પોતાના ઘરેથી ટેબલ પંખો લાવીને બાળકને હવા આપી રહ્યા છે. જ્યારે અન્ય દર્દીના સબંધી ત્યાં સારવાર લેતા બાળકને ગરમી ના લાગે તે માટે પેપર કે ફાઇલથી  હવા આપી રહ્યા છે. અદ્યતન સિવિલના દાવા વચ્ચે  દર્દીઓને  હાલાકી પડી રહી છે.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

સિવિલના બાળકોના વોર્ડમાં પીઆઇસીયુમાં વેન્ટિલેટર પર મુકવામાં આવેલા છે. જોકે ત્યાં એ.સી બંધ હોવાથી વેન્ટિલેટરનું કોમ્પ્રેસર ગરમ થતું હોય છે. જેથી ત્યાં ગરમીનું પ્રમાણ વધતુ હોય છે. અને આ ગરમીના કારણે દાખલ બાળકોને તકલીફ થતી હોય છે. જેને કારણે બાળકની હાલત ગંભીર થવાની પણ શક્યતા છે. સારવાર લેતા બાળકો અને મહત્વના સાધનો માટે એ.સી ખુબ જરૃરી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

હાલ તો સિવિલ હોસ્પિટલ દ્વારા આ બાબતે બાળકોના વોર્ડ દ્વારા સિવિલ તંત્રને પણ લેખિતમાં જાણ કરવામાં આવી છતાં પણ છેલ્લા 10 દિવસથી કોઈ સાંભળતું નથી જો કોઈ નેતા કે મોટો કાર્યક્રમ હોય તો લાખો રૂપિયાનો ખર્ચો કરી દેવામાં આવતો હોય છે તો તાત્કાલિક સુવિધાઓ ઉભી કરવામાં આવતી હોય છે.

આ પણ વાંચો :  અમદાવાદમાંથી ફરી મોટા પ્રમાણમાં MD ડ્રગ્સનો જથ્થો ઝડપાયો, એસ.ઓ.જીની ટીમે બે આરોપીઓની કરી ધરપકડ

આ પણ વાંચો : કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનો 1 મેના રોજનો ગુજરાત પ્રવાસ રદ, દાહોદની આદિવાસી રેલીમાં હાજરી નહીં આપે

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">