Surat: ગ્રીષ્મા હત્યા કેસ, ફેનિલે જજને કહ્યું કે મારે તમને મળવું છે, જજે કહ્યું આરોપી તરીકેના હક્કો મળશે, પરંતુ વીઆઇપી સુવિધા નહીં મળે
સુરત જિલ્લાના પાસોદરા ખાતે ગ્રીષ્મા હત્યા કેસમાં દરરોજ સુરત કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે જેમાં આજે લાજપોર જેલથી આરોપી ફેનિલને કોર્ટમાં લાવવામાં આવ્યો હતો. ત્યારે તેણે આ માગણી કરી હતી.
સુરત (Surat) જિલ્લામાં બનેલ ગ્રીષ્મા હત્યા કેસ (Grishma murder case) માં આજે ફેનિલની ધરપકડડ કરનારા પોલીસ (Police) કર્મચારી સહિત અન્ય સાક્ષીઓની જુબાની લેવામાં આવી હતી. સુરત કોર્ટ (Court) માં ફેનિલે ડિસ્ટ્રીક્ટ જજને કહ્યું કે, મારે તમને મળવું છે, આ સાથે જ ડિસ્ટ્રીક્ટ જજે પ્રત્યુત્તર આપતા કહ્યું કે, તમને એક આરોપી તરીકેના હક્કો મળશે, પરંતુ વીઆઇપી સુવિધા નહીં મળે. જે કહેતા જ થોડા સમય માટે કોર્ટમાં સન્નાટો જોવા મળ્યો હતો.
સુરત જિલ્લાના પાસોદરા ખાતે ગ્રીષ્મા હત્યા કેસમાં દરરોજ સુરત કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે ત્યારે આજે લાજપોર જેલથી આરોપી ફેનિલને કોર્ટમાં લાવવામાં આવ્યો હતો. કોર્ટમાં ફેનિલે મુખ્ય જિલ્લા ન્યાયાધીશ વિમલ કે. વ્યાસને મળવા માટે જણાવ્યું હતું, ફેનિલની આ માંગણી સાંભળીને ડિસ્ટ્રીક્ટ જજ પણ ચોંકી ઉઠ્યા હતા. તેઓએ ખુલ્લી કોર્ટમાં આરોપી ફેનિલને કહ્યું કે, તમને એક આરોપી તરીકેના તમામ હક્કો પુરા પાડવામાં આવશે, પરંતુ તમારી વીઆઇપી માંગણીઓ નહીં સંતોષાઇ, અગાઉ પણ તમે ખુલ્લી કોર્ટમાં લાડુ ખાવાની વાત કરી હતી.
આ ઘટના બાદ ફેનિલ સામેના કાર્યવાહી આગળ વધી હતી. જેમાં આજે મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલાએ અંદાજીત 10 જેટલા સાક્ષીઓની તપાસ્યા હતા. આ કેશમાં મહત્વના સાક્ષીઓ છે સાથે સાક્ષીઓમાં ફેનિલ જે કોલેજમાં અભ્યાસ કરતો હતો તેના આચાર્ય, ફેનિલનો એક મિત્ર, ફેનિલની ધરપકડ કરનાર પોલીસ કર્મચારી, સીસીટીવી ફૂટેજ કબજે કર્યા તે સાક્ષીની પણ જુબાની લેવામાં આવી હતી. આ કેસમાં અત્યાર સુધીમાં અલગ અલગ 90 સાક્ષીઓની જુબાની લેવામાં આવી છે. આગામી બે દિવસોમાં અન્ય બાકી સાક્ષીઓની જુબાની લઇને ટ્રાયલ પુરી કરવામાં આવશે તેવી શકયતા લાગી રહી છે ત્યારબાદ બીજા અઠવાડિયામાં આ કેસનો ચૂકાદો આવે તેવી પણ શક્યતા છે.
કોર્ટમાં ગ્રીષ્માની મોપેડનો ફોટો ઝૂમ કરીને નંબર ઓળખી બતાવાયો
કોર્ટમાંથી મળતી માહિતી મુજબ બચાવપક્ષ તરફે સીસીટીવી ફૂટેજને લઇને જુબાની લેવામાં આવી હતી. જેમાં એક ઓપરેટરની પણ જુબાની લેવાઇ હતી. બચાવપક્ષે આ ઓપરેટરને એક ફોટો બતાવીને તેમાંથી ગ્રીષ્માની મોપેડનો નંબર જણાવવા કહ્યું હતું. ત્યારે આપરેટરે ફોટો ઝૂમ કરીને ગ્રીષ્માની મોપેડનો નંબર જણાવવામાં આવ્યો હતો.
હત્યાના કેસની ટ્રાયલ ખુબ જ ઓછા સમયમાં પુરી થાય તેવી શક્યતા
આમ તો જ્યારે બળાત્કારનો ગુનો બને છે તેમાં ખુબ જ ઓછા સાક્ષીઓ હોય છે, તેવા સમયમાં બળાત્કારની ઘટનાની ટ્રાયલ ખુબ જ સ્પીડમાં પુરી થઇ જાય છે, પરંતુ હત્યા જેવા ગુનામાં પોલીસ તપાસ ઉપરાંત પોલીસે એકઠા કરેલા પુરાવાના આધારે સાક્ષીઓની જુબાની લેવી અને ઓછા સમયમાં કેસની ટ્રીયલ પુરી કરવી તે ખુબ જ અઘરી બાબત છે, પરંતુ ગ્રીષ્મા વેકરીયા હત્યા કેસમાં ગત તા. 28મી ફેબ્રુઆરીથી સુરતની કોર્ટમાં ટ્રાયલ શરૂ થઇ હતી અને 15 થી 17 દિવસમાં જ 90 થી વધુ સાક્ષીઓની જુબાની લઇને આ કેસની ટ્રાયલ પુરી કરી દેવામાં આવે તેવી શક્યતા છે.
આ પણ વાંચોઃ મુખ્યમંત્રીએ ભીલોડાંમાં ડો. અનિલ જોશિયારાના પાર્થિવ દેહને પુષ્પાંજલિ અર્પણ કરી તેમના પરિવારને સાંત્વના આપી