Surat: રાજ્યમાં એક જ ગુનેગાર પણ બીજી વખત ગુજસીટોકનો ગુનો નોંધાયો હોવાની પ્રથમ ઘટના, ખંડણીખોર જામીન પર છૂટી ફરી ખંડણી ઉઘરાવવા લાગ્યો હતો

જામીન ઉપર છૂટેલા સજ્જુ કોઠારીએ ફરી ગેંગ બનાવી ગુના આચરતાં ક્રાઇમ બ્રાન્ચે આ ગુનામાં ગુજસીટોકની કલમ ઉમેરવા કોર્ટમાં દલીલ કરી હતી. કોર્ટે મંજૂરી આપતાં જ ક્રાઇમ બ્રાન્ચે આ ગુનામાં ગુજસીટોકની કલમનો ઉમેરો કર્યો હતો.

Surat: રાજ્યમાં એક જ ગુનેગાર પણ બીજી વખત ગુજસીટોકનો ગુનો નોંધાયો હોવાની પ્રથમ ઘટના, ખંડણીખોર  જામીન પર છૂટી ફરી ખંડણી ઉઘરાવવા લાગ્યો હતો
સુરતના માથાભારે સજ્જુ કોઠારી સાથે વધુ એક વખત ગુજસીટોકનો ગુનો દાખલ થયો
Follow Us:
Baldev Suthar
| Edited By: | Updated on: Mar 15, 2022 | 3:00 PM

ગત ફેબ્રુઆરી-21માં ગુજસીટોકનો ગુનો નોંધાયા બાદ જુલાઇ-21માં જામીન ઉપર છૂટેલા સજ્જુ કોઠારીએ ફરી ગેંગ બનાવી ગુના આચરતાં પોલીસે વધુ એક વખત ગુજસીટોકનો ગુનો નોંધ્યો હતો. જોકે સજ્જુ હાલ ફરાર છે. સુરતના માથાભારે સજ્જુ કોઠારી સાથે વધુ એક વખત ગુજસીટોકનો ગુનો દાખલ થતાં રાજ્યમાં એક જ ગુનેગાર સામે બીજી વખત ગુજસીટોક લાગુ થયો હોવાની પહેલી ઘટના બની છે.

સુરતના રાણીતળાવ મહંમદ મુસ્તુફા પેલેસમાં રહેતા અને જૂના મકાન ખરીદી તેને તોડી ત્યાં નવી બિલ્ડિંગ બનાવતાં આરીફ સાબીર કુરેશીએ ગત 24મી ફેબ્રુઆરીએ સજ્જુ કોઠારી અને તેના 3 સાગરીતો સમીર સલીમ શેખ, અલ્લારખા ગુલામમુસ્તુફા શેખ અને ગુલામ ભોજાણી વિરુદ્ધ ખંડણીની ફરિયાદ અઠવાલાઇન્સ પોલીસ મથકે કરી હતી. જેની તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી હતી.  ક્રાઇમ બ્રાન્ચે આ ગુનામાં ગુજસીટોકની કલમ ઉમેરવા કોર્ટમાં દલીલ કરી હતી. ક્રાઇમ બ્રાન્ચની દલીલ હતી કે, સજ્જુએ નવી ગેંગ ઊભી કરી શહેરમાં ફરી ગુનાહિત પ્રવૃત્તિ હાથ ધરી છે. કોર્ટે મંજૂરી આપતાં જ ક્રાઇમ બ્રાન્ચે આ ગુનામાં ગુજસીટોકની કલમનો ઉમેરો કર્યો હતો.

સજ્જુ કોઠારી વિરુદ્ધ ખંડણીના ગુનામાં કલમ 386, 506(2), 507, 114 અને ગુજસીટોક એક્ટ 2015ની કલમ 3(1)(2), 3(2), 3(4) મુજબ ગુનો નોંધાયો હતો. આ ગુનામાં તેને જૂન મહિનામાં જ જામીન મળી ગયા હતા. જોકે તેમાં કેટલીક શરતો હતી. સુરતમાં પ્રવેશવું નહી અને ગુજરાતની બહાર નહી જવું તેમજ ગુનાખોરી નહી આચરવી. રાંદેર અને નાનપુરાના બિલ્ડરને ધમકી વખતે સજ્જુ સુરતમાં જ હાજર હતો. જામીનની શરતોનો ભંગ કર્યો હોઇ તે ગુનાના જામીન રદ કરાવવા પણ પોલીસ કોર્ટમાં ગઇ હોવાનું પોલીસ અધિકારીએ જણાવ્યું હતું. દરમિયાન સજજુ સામે ખંડણીની વધુ એક ફરિયાદ થતાં પોલીસે ફરી તેની સામે ગુજસીટોકનો ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે.

ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval Wedding: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo
Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો

આ પણ વાંચોઃ મુખ્યમંત્રીએ ભીલોડાંમાં ડો. અનિલ જોશિયારાના પાર્થિવ દેહને પુષ્પાંજલિ અર્પણ કરી તેમના પરિવારને સાંત્વના આપી

આ પણ વાંચોઃ અમેરિકા-કેનેડા સરહદે ડીંગુચા પરિવાર સાથે મહેસાણાની એક મહિલાનું પણ મોત થયાની આશંકા, 11 સભ્યના ગ્રુપ સાથે ગઇ હતી મહિલા

g clip-path="url(#clip0_868_265)">