Surat : રસ્તા પર હપ્તારાજ વાયરલ : ટ્રાફિક પોલીસ અને ભ્રષ્ટાચાર બન્યું એકબીજાનો પર્યાય
વહેલી સવારે અહીં વીડિયો બનાવવામાં આવ્યો હતો પોલીસ ચોકીમાં બેસેલા વરદીધારી જવાનને પણ સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો હતો. જોકે તે દરમિયાન જેમના દ્વારા આ રૂપિયા ઉઘરાવવામાં આવતા હતા તે મળતિયાઓ ભાગી છૂટતા પણ વીડિયોમાં દેખાઇ રહ્યા છે.
આજે એક પણ ક્ષેત્ર બાકી નથી રહ્યું જ્યાં ભ્રષ્ટાચાર (corruption) વ્યાપેલો ના હોય. સરકારી ખાતામાં પણ ભ્રષ્ટાચાર જોવા મળે છે અને પોલીસખાતું પણ તેમાંથી બાકાત નથી. આજે વાત કરવી છે સુરત ટ્રાફિક પોલીસ (Police) ની જેમાં ભ્રષ્ટાચાર કેટલી હદે વ્યાપ્યો છે તેને ફરી એકવાર પુરાવા સાથે વાયરલ કરવામાં આવ્યો છે. સુરત (Surat) જ એડવોકેટ મેહુલ બોધરા દ્વારા આ વીડિયો (Video) વાયરલ કરવામાં આવ્યા છે. આ વિડિયો છે સુરત સહારા દરવાજા વિસ્તારમાં જ્યાં આવેલી ટ્રાફિક પોલીસ (Traffic police) ચોકી નજીક યુનિફોર્મમાં રહેલા કેટલાક પોલીસકર્મીઓએ તેમના મળતિયાઓ કે જે કોઈ યુનિફોર્મમાં નથી તેઓ હપ્તા ઉઘરાવતા વીડિયોમાં નજરે ચઢી રહ્યા છે.
સહારા દરવાજાથી એપીએમસી માર્કેટ જતા રસ્તા પર બ્રિજ નીચે આવેલી ટ્રાફિક ચોકીનો આ વિડીયો છે.અહીંથી લગભગ 400 થી 500 મીટરના અંતરે જ સુરત એપીએમસી માર્કેટ આવેલું છે. ત્યાથી શહેરમાં પ્રવેશવાનો મુખ્ય રસ્તો પણ છે. અહીં મોટાભાગના શાકભાજીના ટેમ્પો વાળા તેમજ લારી ગલ્લાવાળા અને નાના-મોટા વેપારીઓ, લોકો પસાર થતા હોય છે. તેમની પાસેથી ખોટી રીતે હેરાનગતિ કરી ને પૈસા લેવામાં આવતો હોવાનો વિડીયો તેમના દ્વારા વાયરલ કરવામાં આવ્યો છે.
પહેલા તો ખોટી રીતે તેમને અટકાવીને કનડગત કરવામાં આવે છે. અને પછી હપ્તા રૂપે 500 રૂપિયાથી લઈને 50 રૂપિયા સુધીની નાની રકમ પણ ઉઘરાવવામાં આવે છે. આવું દર શનિવારે થાય છે. દિવસના અજવાળામાં આ લૂંટ શક્ય ન હોય મળસ્કે અંધારામાં આ હપ્તાખોરી બેફામપણે ચલાવવામાં આવે છે. છેલ્લા બે અઠવાડિયાથી તેમને મળી રહી હતી.
તે બાદ તેમના દ્વારા આજે વહેલી સવારે અહીં વીડિયો બનાવવામાં આવ્યો હતો પોલીસ ચોકીમાં બેસેલા વરદીધારી જવાનને પણ સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો હતો. જોકે તે દરમિયાન જેમના દ્વારા આ રૂપિયા ઉઘરાવવામાં આવતા હતા તે મળતિયાઓ ભાગી છૂટતા પણ વીડિયોમાં દેખાઇ રહ્યા છે.
ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા પોલીસ ખાતામાં ભ્રષ્ટાચાર નો ખાત્મો ભરવાની વાત કરવામાં આવી છે ત્યાં જ પોલીસખાતામાં ઉપરી અધિકારીથી લઇને નાના કોન્સ્ટેબલ સુધી હપ્તાખોરી કેવી રીતે ચાલે છે તે વધુ એકવાર સાબિત થયું છે.
આ પણ વાંચોઃ Banaskantha: ખેડૂતોને મળતી અપૂરતી વીજળી મુદ્દે સતત ચોથા દિવસે ખેડૂતોના ધરણા, દિયોદર ગામમાં સજ્જડ બંધ
આ પણ વાંચોઃ ઊર્જા પ્રધાન કનુ દેસાઈની મોટી જાહેરાત, ખેડૂતોને મળશે 6 કલાકથી વધુ વીજળી