Surat Grishma Murder Case: ફેનિલે હત્યા કરવા ઓનલાઈન સર્ચ કર્યા હતા આ હથિયાર, જાણો તપાસમાં શું આવ્યું બહાર ?

ગ્રીષ્માની હત્યા બાદ તેના એક મિત્રને ફોન કરવામાં આવ્યો હતો જે ઓડિયો ક્લિપ પોલીસને મળી હતી

Surat Grishma Murder Case: ફેનિલે હત્યા કરવા ઓનલાઈન સર્ચ કર્યા હતા આ હથિયાર, જાણો તપાસમાં શું આવ્યું બહાર ?
Grishma vekariya Murder case (File Image)
Follow Us:
Baldev Suthar
| Edited By: | Updated on: Feb 21, 2022 | 9:53 PM

સુરત જિલ્લાના પાસોદરામાં યુવતી ગ્રીષ્મા વેકરિયાની હત્યા (Surat Grishma Murder Case) કરનારા ફેનિલ (Fenil Goyani) વિરૂદ્ધ જિલ્લા પોલીસ સોમવારે કોર્ટમાં એક હજારથી વધુ પાનાનું ચાર્જશીટ રજૂ કરશે. જ્યારે પોલીસની તપાસમાં ફેનીલે અનેક ખુલાસા કર્યા છે. જેમાં હત્યા કરવા પહેલા સોશિયલ મીડિયા નો સહારો લીધો હતો આખો પ્લાન સોસીયલ મીડિયા મારફતે કર્યો હતો..

સુરત જિલ્લા ના પાસોદરા ગામમાં એક ગ્રીષ્મા નામની યુવતીની હત્યા કરવામાં આવી હતી ત્યારે બાદ સુરત જિલ્લા પોલીસ વડા દ્વારા SIT ની રચના કરવાં આવી હતી અને બાદમાં આરોપી ફેનીલ ની કાયદેસરની કાર્યવાહી કરી કોર્ટમાં રજૂ કર્યો હતો બાદમાં રિમાન્ડ માં અનેક પુછપરછ કરવામાં આવી હતી ત્યારે સુરત જિલ્લા રેન્જ આઇજી સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓની મેરેથોન મિટિંગ મળી હતી, જેમાં 150 સાક્ષી, 25 પંચનામા, ફેનિલના મોબાઇલમાંથી મળેલા પુરાવા, તેની ઓડિયો ક્લિપનો એફએસએલનો રિપોર્ટ વગેરે સહિતના પુરાવા ભેગા કરાયા હતા.

ગ્રીષ્માની હત્યા કરવા પહેલા ફેનિલે એકે-47 રાઇફલ ખરીદવા પણ વેબસાઇટ સર્ચ કરી હતી ફેનિલ ગોયાણીએ ગ્રીષ્માની હત્યા કરવા માટે પ્લાનિંગ કર્યું હતું પોલીસે રિમાન્ડ દરમ્યાન અલગ અલગ મુદાઓ પર તપાસ કરવામાં આવી હતી.  જ્યારે વધુમાં હત્યા કેવી રીતે કરી શકાય તે માટે તેણે ઇન્ટરનેટ પર સર્ચ કર્યું હતું, હથિયારો કેવી રીતે ઓનલાઇન મળી શકે અને તેનો ઉપયોગ કેવી રીતે થાય તે બાબતે જાણ્યું હતું…

Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો
આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ
BSNLનો 3 મહિનાનો સૌથી સસ્તો પ્લાન ! રોજ મળશે 3GB ડેટા, કિંમત માત્ર આટલી

ગ્રીષ્માની હત્યા બાદ તેના એક મિત્રને ફોન કરવામાં આવ્યો હતો જે ઓડિયો ક્લિપ પોલીસને મળી હતી.આ ક્લિપના આધારે પોલીસ ફેનિલને રિમાન્ડ દરમિયાન ગાંધીનગર એફએસએલમાં લઈ ગઈ હતી, જ્યાં તેનો વોઇસ રેકર્ડિંગ ટેસ્ટ કરવામાં આવ્યો હતો, જેનો રિપોર્ટ પણ એફએસએલએ પોલીસને સોંપી દીધો છે. પોલીસે ફેનિલ સામે સજ્જડ પુરાવા એકત્ર કરી લેતા હવે આજે કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરવામાં આવશે.

આટલા ઓછા સમયમાં ચાર્જશીટ કરવાનો સુરત જિલ્લા પોલીસનો આ પહેલો કિસ્સો બનશે.વધુમાં ફેનીલે ઓનલાઇન મારફતે એક ચપ્પુ ખરીદી કરવા માટે ઓડર પણ કર્યો હતો બાદમાં લેટ ડિલિવરી મળશે તે માટે ઓડર કેન્સલ કર્યો હતો ત્યાર બાદ સુરતના અમરોલી વિસ્તારના ડી માર્ટમાંથી ચપ્પુની ખરીદી કરી હતી.

આ પણ વાંચો: Surat: કિન્નરે માતાજીનો પ્રસાદ કહી આપેલું પાણી પીતાં જ સાસુ-વહુ બેભાન, ઘરમાંથી 1.42 લાખની ચોરી કરી કિન્નર ફરાર

આ પણ વાંચો: Surat: કાર મેળાના માલિકને રિવોલ્વર બતાવી કાર લૂંટી ગયા બાદ મેસેજ કરી 50 લાખની ખંડણી માગનાર પકડાયો

g clip-path="url(#clip0_868_265)">