Surat: કાર મેળાના માલિકને રિવોલ્વર બતાવી કાર લૂંટી ગયા બાદ મેસેજ કરી 50 લાખની ખંડણી માગનાર પકડાયો
રિવોલ્વર બતાવી ત્યારે કાર લૂંટનારે ધમકી આપી હતી કે તેરે આદમી કો બોલ ગેટ ખોલ દે, કોઇ ચાલાકી મત કરના, મેરે પાસ એક મિનીટ કા ટાઇમ હે, તુજે મારને કે લીયે, દસ લાખ કી સુપારી મીલી હૈ, ત્યાર બાદ લૂંટારું કાર લઈને ભાગી છૂટ્યો હતો
સુરત (Surat) ના સરથાણા વિસ્તારમાં અઠવાડિયા અગાઉ કાર મેળામાંથી રિવોલ્વર (revolver) બતાવી કાર લૂંટી જવાની ઘટના બની હતી. અને કાર મેળા માલિકને 50 લાખની ખંડણી (ransom) માટે મેસેજ કર્યો હતો. બાદમાં કાર બિનવારસી મળી પણ આવી હતી. આ ઘટનાની ફરિયાદને પગલે સુરત ક્રાઇમ બ્રાન્ચે રિવોલ્વર સાથે આરોપીને ઝડપી લીધો હતો.
સુરત શહેરના સરથાણા-સીમાડા કેનાલ રોડ પર આવેલ કુબેર કાર મેળામાં થોડા દિવસ અગાઉ ગ્રાહકના સ્વાંગમાં આવેલ એક ઈસમ બલેનો કારની ટ્રાયલ લીધા બાદ કાર મેળાના ભાગીદારને રિવોલ્વર વડે બાનમાં લઇ કારની લૂંટ કરી હતી સાથે લૂંટ કરવા ઉપરાંત કાર મેળાના અન્ય ભાગીદારને તારી 10 લાખની સોપારી મળી છે, તારે જીવતા રહેવું હોય તો ખંડણી પેટે 50 લાખ રૂપિયાની માંગણી કરતો મેસેજ કરતા ફરિયાદી ગભરાઇ ગયા હતા અને તાત્કાલિક આ બાબતે સુરત શહેર ક્રાઇમ બ્રાંચમાં ફરિયાદ કરતા પોલીસે ખડણી ખોરને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સરથાણા-સીમાડા કેનાલ રોડ સ્થિત કુબેર કાર મેળામાં અઠવાડિયા અગાઉ ગ્રાહકના સ્વાંગમાં આવેલ એક યુવાન ઓફિસમાં આવીને પહેલા બલેનો કાર ખરીદી કરવા માટે વાત કરી હતી અને બાદમાં કારની ટ્રાયલ લીધી હતી ત્યાર બાદ ઓફિસમાં આવીને કાર મેળાના ભાગીદાર દિલીપ વલ્લભ રાખોલીયાને રિવોલ્વર બતાવી કાર લૂંટીને ભાગી ગયો હતો.
રિવોલ્વર બતાવી ત્યારે કાર લૂંટનારે ધમકી આપી હતી કે તેરે આદમી કો બોલ ગેટ ખોલ દે, કોઇ ચાલાકી મત કરના, મેરે પાસ એક મિનીટ કા ટાઇમ હે, તુજે મારને કે લીયે, દસ લાખ કી સુપારી મીલી હૈ. આમ લૂંટારું કાર લઈને ભાગી છૂટ્યો હતો અને આખી ઘટના સીસીટીવી માં પણ કેદ થઈ હતી ત્યાં તાત્કાલિક સરથાણા પોલીસને જાણ કરતા પોલીસ તપાસ શરૂ કરી હતી ત્યાં જો કે કાર ઓવીયાણ ગામની સીમમાંથી બિનવારસી મળી આવી હતી.
પોલીસ કાર લૂંટનારનું પગેરૂ મેળવે તે પહેલા કાર મેળાના ભાગીદાર સંજય ભીખા કાવઠિયા પર બે દિવસમાં ધમકી ભર્યો મેસેજ આવ્યો હતો કે યે મેરા 22 વા મર્ડર હોનેવાલા થા પર તુમ કો છોડ દિયા, તુકો મારને કે લિયે 10 લાખ મીલ રહે હૈ, અગર તુમકો જીન્દા રહેના હૈ તે 50 લાખ ચાહિયે. આ મેસેજ આવતા સંજયે આ અંગે સરથાણા પોલીસમાં ફરીયાદ નોંધાવી હતી.
બીજી બાજુ મામલો ગંભીર લાગતા સુરત શહેર ક્રાઇમ બ્રાંચે પણ તપાસ શરૂ કરી હતી. ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઇ સાવલિયાની ટિમને માહિતી મળી હતી તે આધારે પાંડેસરા વિસ્તારમાંથી આરોપી સુનીલ નાયક (ઉ.વ. 24 રહે. બી/239, ભોલાભાઇના મકાનમાં, કૈલાશ નગર, પાંડેસરા અને મૂળ. ઠાકુર ઘૌડા, તા. ખલારી, જિ. રાંચી, ઝારખંડ)ને દેશી બનાવટની પિસ્ટલ અને 5 નંગ જીવતા કાર્ટીજ સાથે ઝડપી પાડયો હતો.
આરોપીની પૂછપરછ કરતા અગાઉ એસ્સાર કંપનીમાં કોન્ટ્રાક્ટમાં નોકરી કરતો મનિષ છેલ્લા એક વર્ષથી બેકાર છે અને મોરા ખાતે રહેતા રાકેશ ચૌટાની સાથે 70 હજારની લેતીદેતીના ઝઘડામાં સ્વબચાવ માટે મિત્ર અશોક પાંડે (રહે. મોરા ગામ, હજીરા રોડ) પાસેથી પિસ્ટલ ખરીદી હોવાની કબૂલાત કરી છે. મહત્વનું એ છે કે આ આરોપીએ શોર્ટકટમાં રૂપિયા કમાવવા ક્રાઇમ થ્રીલર વેબસિરીઝ અને શુટરની ગેમ જોઇ પ્લાન ઘડયો હતો.
આ પણ વાંચો- બે વર્ષ બાદ આજથી ગુજરાતમાં સ્કૂલો-કોલેજો સંપૂર્ણપણે ઓફલાઈન ચાલશે, વિદ્યાર્થીઓની હાજરી ફરજીયાત રહેશે