Surat : પિતાની છત્રછાયા ગુમાવનાર વિદ્યાર્થીનીએ ધોરણ 12માં સમગ્ર શહેરમાં પ્રથમ સ્થાને

જેમાં એક ખાનગી શાળામાં અભ્યાસ કરતી નીતીશા પટેલે સમગ્ર શહેરમાં સૌથી વધુ ગુણ મેળવ્યા છે. બે વર્ષ અગાઉ જ નીતીશાએ પોતાના પિતાને ગુમાવ્યા હતા. ત્યારબાદ હિંમત હાર્યા વગર તેણે ધોરણ 12ની બોર્ડની પરીક્ષાની તૈયારી કરી હતી. શાળાના સહકારથી અને પોતાના પરિશ્રમથી સૌથી વધુ ગુણ મેળવવામાં સફળતા મેળવી.

Surat : પિતાની છત્રછાયા ગુમાવનાર વિદ્યાર્થીનીએ ધોરણ 12માં સમગ્ર શહેરમાં પ્રથમ સ્થાને
Surat std 12th Result
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 31, 2023 | 10:33 AM

GSEB HSC Result 2023 Declared :  ગુજરાત(Gujarat) બોર્ડના સામાન્ય પ્રવાહનું(GSEB 12th Result) આજે પરિણામ જાહેર થતાં જ વિદ્યાર્થીઓમાં ખુશીની લહેર જોવા મળી હતી. જેમાં વિદ્યાર્થીઓએ વર્ષ દરમિયાન કરેલી મહેનતનું આજે પરિણામ આવતા વિદ્યાર્થીઓ પણ આનંદમાં જોવા મળ્યા હતા. સુરત(Surat) શહેરમાં પિતાની છત્રછાયા ગુમાવનાર દીકરીએ સૌથી ઊંચું પરિણામ મેળવ્યું અને શાકભાજી વિક્રેતાના દીકરાએ પણ ઝળહળતી સિદ્ધિ મેળવી છે.

શાળાના સહકારથી અને પોતાના પરિશ્રમથી સૌથી વધુ ગુણ મેળવવામાં સફળતા મેળવી

જેમાં એક ખાનગી શાળામાં અભ્યાસ કરતી નીતીશા પટેલે સમગ્ર શહેરમાં સૌથી વધુ ગુણ મેળવ્યા છે. બે વર્ષ અગાઉ જ નીતીશાએ પોતાના પિતાને ગુમાવ્યા હતા. ત્યારબાદ હિંમત હાર્યા વગર તેણે ધોરણ 12ની બોર્ડની પરીક્ષાની તૈયારી કરી હતી. શાળાના સહકારથી અને પોતાના પરિશ્રમથી સૌથી વધુ ગુણ મેળવવામાં સફળતા મેળવી.

છેલ્લા ઘણા વર્ષથી વર્ષાબેન આશા વર્કર તરીકેનું કામ કરે છે. દર મહિને ખૂબ જ ઓછી આવક હોવા છતાં પણ પોતાની દીકરીને ભણાવવામાં તેમણે કોઈ કસર રાખી નથી. એકાએક પિતાની છત્રછાયા ગુમાવ્યા બાદ પણ તેમણે દીકરીને માનસિક રીતે તૈયાર રાખી હતી. તેમણે શાળાનો વિશેષ આભાર માન્યો હતો કારણ કે તેમણે દીકરીના પરિણામ લાવવા માટે ખૂબ જ ધ્યાન આપ્યું હતું.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

ખાનગી શાળા સ્કુલના ડિરેક્ટર મહેશ સવાણીએ જણાવ્યું કે અમારી શાળાનું પરિણામ ખૂબ જ સારું આવ્યું છે વિદ્યાર્થીઓએ ખૂબ સારી સફળતા મેળવી છે.જે વિદ્યાર્થીનીએ ટોપર કર્યું છે. તેણે પોતાના પિતાની છત્રછાયા ગુમાવી છે. તેથી અમે નક્કી કર્યું છે કે આ વિદ્યાર્થીની જે પણ ઉચ્ચ અભ્યાસ કરવા જતી હશે તેનો તમામ ખર્ચ અમારા ગ્રુપ દ્વારા આપવામાં આવશે. અન્ય એક વિદ્યાર્થી જેના પિતા શાકભાજી વેચે છે. તેને પણ ખૂબ જ સારા માર્કસ સાથે સફળતા મેળવી છે તેનો અમને ખૂબ જ આનંદ છે.

g clip-path="url(#clip0_868_265)">