Surat : ફૂટવેર કંપનીએ ચીંધી નવી રાહ, કિન્નરને બનાવ્યો બ્રાન્ડ એમ્બેસેડર અને કરાવ્યું ફોટો શૂટ
સામાન્ય રીતે બ્રાન્ડેડ કંપનીઓ પોતાની બ્રાન્ડ માટે યુવાન અને સુંદર યુવક યુવતીઓની પસંદગી કરતી હોય છે. પણ સુરતની એક શૂઝ કંપનીએ બીજા કોઈની પસંદગી નહિ કરતા કિન્નર રાજવીની પસંદગી કરી છે.
આપણા સમાજમાં કિન્નરને માતાજી તરીકે સ્વીકારવામાં તો આવે છે, પરંતુ ઘણી વખત તેનું અપમાન પણ કરવામાં આવે છે. પરંતુ આજે એક એવા કીન્નરની વાત કરીશું કે જેણે કિન્નર સમાજને એક નહી રાહ ચીંધી છે. આપ સૌ જાણો છો તેમ કિન્નરનું જીવન આસાન નથી હોતું. સમાજમાં રહેવું આસન નથી હોતું. સમાજનો તિરસ્કાર તેને સહન કરવો પડે છે. પરંતુ આજે આપણે એક એવા કિન્નરની વાત કરીશું કે જેણે સમાજનો ધિક્કાર પણ સહન કર્યો છે. પરંતુ આજે પોતે સ્વનિર્ભર બનીને સમાજમાં એક ઉતમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
આ કિન્નર નું નામ છે રાજવી જાન, કે જેણે હવે સુરતના અડાજણ વિસ્તારમાં એક નમકીનની દુકાન શરુ કરી છે અને હવે સુરતની એક બ્રાન્ડેડ શૂઝ કંપનીએ તેને પોતાના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે પસંદ કરી છે. આ પહેલી જ વખત જશે જ્યારે કોઈ કિન્નરની પસંદગી મોડેલ તરીકે કરવામાં આવી છે.
સામાન્ય રીતે બ્રાન્ડેડ કંપનીઓ પોતાની બ્રાન્ડ માટે યુવાન અને સુંદર યુવક યુવતીઓની પસંદગી કરતી હોય છે. પણ સુરતની એક શૂઝ કંપનીએ બીજા કોઈની પસંદગી નહિ કરતા કિન્નર રાજવીની પસંદગી કરી છે અને લોકોને સમાનતા એ જ મહાનતાનો સંદેશો આપવાનો પ્રયત્ન કર્યો છે.
રાજવી જાનનો સંઘર્ષ જન્મતાની સાથે જ શરુ થઇ ગયો હતો. તેના માતા-પિતાને જ્યારે ખબર પડી કે તે કિન્નર છે. ત્યારે તેઓએ ઓળખ છુપાવી દીધી, શાળા અને કોલેજમાં તેણે છોકરાની જ ઓળખ બતાવીને અભ્યાસ કર્યો. પરંતુ પછી અંદરો અંદર જ કાંઇક ખોટું કર્યાનો અહેસાસ થયા કરતો હતો.
રાજવીએ પહેરવેશમાંથી બહાર આવી તેણે સમાજને સાચી રાહ બતાવવાનું શરુ કર્યું કે તરત જ તેના પિતાનો વિરોધ શરુ થઇ ગયો હતો. પિતાએ તેને ઘરમાંથી કાઢી મૂકી હતી. પિતાના ઘરેથી નીકળ્યા બાદ કિન્નર સમાજમાં જવાની જગ્યાએ સારી રીતે સોસાયટીમાં ઘર લઈને સ્વનિર્ભર બનાવવાનું નક્કી કર્યું હતું અને આજે તેણે સુરતના અડાજણ વિસ્તારમાં એક નમકીનની દુકાન શરુ કરી છે.
રાજવી હવે ખુશ છે કે સમાજમાં બદલાવ લાવવા કોઈ તો આગળ આવ્યું છે. તેની મોડેલ તરીકે પસંદગી થતા તે બહુ ખુશ છે. સુરતની શૂઝ કંપની દ્વારા પોતાના બ્રાન્ડના શૂટ માટે કોઈ યુવાન અને આકર્ષક યુવક યુવતીની નહિ પણ કિન્નરની પસંદગી કરવામાં આવી છે. તેમનું કહેવું હતું કે અમે સમાજમાં એક સંદેશો આપવા માંગતા હતા જેથી અમે અમારા મોડેલમાં રાજવીની પસંદગી કરી છે.