Surat : ગ્રીષ્મા હત્યાકાંડ બાદ સુરત પોલીસ અને સ્થાનિક એનજીઓની મદદથી બહેનોને મફતમાં અપાઈ સ્વ સુરક્ષાની તાલીમ

તાજેતરમાં બનેલ દુઃખદ ગ્રીષ્મા હત્યાકાંડ બાદ સુરત(Surat ) શહેર પોલીસ દ્વારા આવી અમાનવીય ઘટના ફરી વખત ભવિષ્યમાં બનતી અટકાવવા તથા "સશકત નારી, સશક્ત સમાજ"નાં નિર્માણ હેતુથી શરૂ કરેલ "સ્વ-રક્ષા અભિયાન" ખુબ જ પ્રશંસનીય છે.

Surat : ગ્રીષ્મા હત્યાકાંડ બાદ સુરત પોલીસ અને સ્થાનિક એનજીઓની મદદથી બહેનોને મફતમાં અપાઈ સ્વ સુરક્ષાની તાલીમ
Self Defense Training by Surat Police and NGO(File Image )
Follow Us:
| Updated on: May 02, 2022 | 3:38 PM

સુરત(Surat ) શહેર જ નહીં પણ આખા રાજ્યમાં ચકચાર જગાવનાર ગ્રીષ્મા વેકરીયા હત્યાકાંડ બાદ શહેર પોલીસ(Police ) અને સામાજિક સંસ્થાઓના(NGO) સહયોગથી આવી ઘટનાઓ બનતી રોકવા માટે જનજાગૃતિ અભિયાન તો ચલાવવામાં આવી જ રહ્યું છે. સાથે સાથે દીકરીઓને પણ સ્વસુરક્ષા માટે તૈયાર કરવામાં આવી રહી છે. સુરત પોલીસ દ્વારા પણ આવી એક એનજીઓની મદદથી બહેનોને મફતમાં સ્વ સુરક્ષાની તાલીમ આપવામાં આવી હતી.

સુરત ખાતે પૂણાગામ વિસ્તારમાં પોલીસ વિભાગ દ્વારા બનાવવામાં આવેલ “સુરક્ષા સેતુ સોસાયટી”નાં માધ્યમથી સુરત શહેર પોલીસ દ્વારા સંચાલીત “સ્વ-રક્ષા અભિયાન” અંતર્ગત “કાપોદ્રા પોલીસ સ્ટેશન” દ્વારા “રાષ્ટ્રભૂમી સેવા સંઘ”નાં સહયોગથી મહિલા સશકિતકરણ માટે “નિઃશુલ્ક સ્વ-સંરક્ષણ તાલીમ શિબીર”નો પૂર્ણાહુતી સમારોહ યોજાયો હતો. 21 એપ્રિલથી શરૂ થયેલી તાલિમ-શિબિરમાં નિષ્ણાંત તાલીમ-શિક્ષક દ્વારા 80-જેટલી બહેનોને તદ્દન નિઃશુલ્ક સ્વ-સંરક્ષણની તાલીમ આપવામાં આવી હતી.

self defense training

અત્રે ઉલ્લેખનીય છે કે “રાષ્ટ્રભૂમી સેવા સંઘ”નાં સહયોગથી આયોજીત આ નિઃશુલ્ક તાલીમ-શિબીરનાં પૂર્ણાહુતી પ્રસંગે કાપોદ્રા પોલીસ સ્ટેશનનાં P.I. એન.એમ.ચૌધરી, મહિલા P.S.I. કે.વી. ચાવડા સહિતનાં પોલીસ અધીકારીઓનાં હસ્તે “પ્રશસ્તિ-પત્ર” એનાયત કરવામાં આવ્યા હતા. તેમજ તમામ બહેનો કે જેઓ તાલિમ-શિબીરમાં ઉત્સાહ પૂર્વક સહભાગી બની હતી તેઓને તાલીમ પૂર્ણ કરવા બદલ સન્માનીત કરવામાં આવ્યા હતા.

અંકિતા લોખંડે અને વિકી જૈન બંન્નેમાંથી કોણ વધુ પૈસાદાર છે, જુઓ ફોટો
Black and Red Carrot : કાળા અને લાલ ગાજર વચ્ચેનો શું છે તફાવત
આજનું રાશિફળ તારીખ : 18-12-2024
સંજુ સેમસનને ટીમમાંથી બહાર કરવામાં આવ્યો
પાકિસ્તાનમાં કેટલા છે હિન્દુ મંદિરો, કોણ રાખે છે તેની સંભાળ ?
ગુજરાતી સિંગર કૈરવી બુચે ડોક્ટર સાથે લગ્ન કર્યા, જુઓ ફોટો

self defense training

સામાજીક કાર્યકર નિલેશ જીકાદરાએ જણાવ્યું હતુ કે તાજેતરમાં બનેલ દુઃખદ ગ્રીષ્મા હત્યાકાંડ બાદ સુરત શહેર પોલીસ દ્વારા આવી અમાનવીય ઘટના ફરી વખત ભવિષ્યમાં બનતી અટકાવવા તથા “સશકત નારી, સશક્ત સમાજ”નાં નિર્માણ હેતુથી શરૂ કરેલ “સ્વ-રક્ષા અભિયાન” ખુબ જ પ્રશંસનીય છે. તેઓએ તમામ વાલીને દિકરો-દિકરી એકસમાન માનવા માટે વિનમ્ર અપીલ કરી હતી.

self defense training

આ પ્રસંગે ઉપસ્થીત કાપોદ્રા પોલીસ સ્ટેશનનાં P.I. એન.એમ. ચૌધરી દ્વારા આપણા દેશનું આવતીકાલનું ભવિષ્ય એટલે આપણા બાળકો કોઈ સંગતફેરનાં લીધે દુષણનાં ભોગ ન બને તે હેતુથી તેમનાંમાં પરિવારીક સંસ્કારનું સીંચન થાય તે દિશામાં યોગ્ય પગલા ભરવા માટે ઉપસ્થીત વાલીને ટકોર કરાઇ હતી.

તેમજ મહિલા P.S.I  કે.વી.ચાવડા દ્વારા પણ એવું ભારપૂર્વક જણાવવામાં આવ્યું હતુ કે જો તમારી સાથે કોઈ અઘટીત ઘટના ઘટે તો તેને હળવાશમાં ના લેતા તાત્કાલીક પોલીસ-સ્ટેશનમાં તેની અચુક જાણ કરો જેથી ન્યાયિક પ્રક્રિયા સરળ બને અને કોઈ મોટો ગુનો બનતો અટકાવી શકાય તથા આજકાલ વધતા જતા ઓનલાઇન સાયબર છેતરપીંડીનાં સામાન્ય પ્રકારો તેમાંથી બચવાનાં ઉપયો વિશે પણ લોકોને માહિતગાર કર્યા હતા.

Surat : મહાનગરપાલિકાની સામાન્ય સભામાં મોડી રાત સુધી AAPના ધરણાં, દરખાસ્તો પર ચર્ચા પહેલા જ સભા પુરી કરી દેતા રોષ

જામીન મળ્યા બાદ જીગ્નેશ મેવાણી આકરા પાણીએ, કહ્યું ‘ભાજપ મારી બદલે આસામની સમસ્યાઓ પર ધ્યાન આપે’

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

અમદાવાદ મહાનગરપાલિકાએ ટેક્સ વસુલવા અપનાવી નવી રીત
અમદાવાદ મહાનગરપાલિકાએ ટેક્સ વસુલવા અપનાવી નવી રીત
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ભૂવાએ કરી તાંત્રિકવિધિ
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ભૂવાએ કરી તાંત્રિકવિધિ
બ્રાન્ડેડ કંપનીના નામે નકલી લિપ બામ બનાવાતી હોવાનો પર્દાફાશ
બ્રાન્ડેડ કંપનીના નામે નકલી લિપ બામ બનાવાતી હોવાનો પર્દાફાશ
તસ્કરોએ બેંકના 6 લોકર તોડી લાખો રુપિયાની કરી ચોરી
તસ્કરોએ બેંકના 6 લોકર તોડી લાખો રુપિયાની કરી ચોરી
ઉત્તર-પૂર્વથી પૂર્વના પવન ફુંકાતા ગુજરાતમાં હાડ થીજવતી ઠંડીની આગાહી
ઉત્તર-પૂર્વથી પૂર્વના પવન ફુંકાતા ગુજરાતમાં હાડ થીજવતી ઠંડીની આગાહી
કચ્છ: હાજીપીરના બિસ્માર રોડનુ સમારકામ ન થતા ફુટ્યો જન આક્રોષ- Video
કચ્છ: હાજીપીરના બિસ્માર રોડનુ સમારકામ ન થતા ફુટ્યો જન આક્રોષ- Video
ગાંધીનગર મનપા દ્વારા અટલ વૃદ્ધ સહાય આરોગ્ય રથને અપાઈ લીલી ઝંડી
ગાંધીનગર મનપા દ્વારા અટલ વૃદ્ધ સહાય આરોગ્ય રથને અપાઈ લીલી ઝંડી
ઊંઝા APMCની ચૂંટણીમાં પૂર્વ ચેરમેન દિનેશ પટેલ પેનલનો દબદબો યથાવત
ઊંઝા APMCની ચૂંટણીમાં પૂર્વ ચેરમેન દિનેશ પટેલ પેનલનો દબદબો યથાવત
APPAR કાર્ડ કઢાવવામાં આવી રહેલી સમસ્યા અંગે શિક્ષણમંત્રીએ કહી મોટી વાત
APPAR કાર્ડ કઢાવવામાં આવી રહેલી સમસ્યા અંગે શિક્ષણમંત્રીએ કહી મોટી વાત
અંકલેશ્વરમાં નરાધમે બાળકીને નિર્દયતાથી માર મારી આચર્યુ દુષ્કર્મ
અંકલેશ્વરમાં નરાધમે બાળકીને નિર્દયતાથી માર મારી આચર્યુ દુષ્કર્મ
g clip-path="url(#clip0_868_265)">