Surat: ફેમિલી હોલિડે મેમ્બરશીપ આપવાના નામે છેતરપિંડી, ચાર આરોપીઓને સાયબર ક્રાઇમે ઝડપ્યા

TV9 GUJARATI

TV9 GUJARATI | Edited By: Chandrakant Kanoja

Updated on: Oct 14, 2022 | 6:36 PM

ગુજરાતના(Gujarat) સુરત (Surat)અને અલગ અલગ શહેરમાં લોકોને ફેમિલી હોલિડે(Family Holiday)મેમ્બરશિપ પ્રોવાઇડ કરવાની ઓફર આપીને વિશ્વાસધાત અને છેતરપિંડી(Fraud)કરનાર આરોપીઓનું કોલ સેન્ટર સાયબર સેલે ઝડપી પાડ્યું છે. જેમાં છેતરપિંડી કરતા 4 આરોપીને સાયબર ક્રાઇમ સેલે ઝડપી પાડ્યા છે.

Surat: ફેમિલી હોલિડે મેમ્બરશીપ આપવાના નામે છેતરપિંડી, ચાર આરોપીઓને સાયબર ક્રાઇમે ઝડપ્યા
Surat Cyber Crime Arrest Four Accused

ગુજરાતના(Gujarat) સુરત (Surat)અને અલગ અલગ શહેરમાં લોકોને ફેમિલી હોલિડે(Family Holiday)મેમ્બરશિપ પ્રોવાઇડ કરવાની ઓફર આપીને વિશ્વાસધાત અને છેતરપિંડી(Fraud)કરનાર આરોપીઓનું કોલ સેન્ટર સાયબર સેલે ઝડપી પાડ્યું છે. જેમાં છેતરપિંડી કરતા 4 આરોપીને સાયબર ક્રાઇમ સેલે ઝડપી પાડ્યા છે. હાલમાં દિવાળી વેકેશન પાસે આવતા જ છેતરપિંડી, વિશ્વાસઘાત, ચોરી, લૂંટફાટ, સહિત ના ગુનાઓમા વધારો જોવા મળી રહ્યો છે જેને પગલે સુરત પોલીસ ની ટીમ એક્શન મૂડ મા આવી ગઈ છે. ત્યારે સુરતના વેસુ ખાતે થી સુરત સાયબર સેલની ટીમે લોભામણી લાલચ આપી છેતરપિંડી કરતી ગેંગના ચાર આરોપીનું કોલ સેન્ટર ઝડપી પાડ્યું છે.

સાઇટસીન સુવિધા મળતી હોવાની લોભામણી વાતો કરી કરવામાં આવી

જેમાં સુરત સાયબર સેલ પાસેથી મળતી માહિતી મુજબ ધ હિમાલયા હોટેલિયર એન્ડ હોસ્પિટાલિટી પ્રા.લિ. કંપનીમાં મેમ્બરશિપ માટે હોટલ ઓરે ન્યુ મગદલ્લા રોડ, ડુમસ રોડ સુરત ખાતે બોલાવી ત્યા સ્કીમ સમજાવનાર ૠત્વિક રામાણીએ મેમ્બરશિપ લેવાથી વર્ષ માટે સભ્ય બનવા માટે જેમાં હોટલમાં 70 દિવસ રાત્રીનું રોકાણ સ્ટાર અને ફાઇવ સ્ટાર હોટલમાં તથા 10 વર્ષ સુધી ફરવા માટે જઇએ ત્યા રહેવા જમવાની વ્યવસ્થા ,પિકઅપ અને ડ્રોપની સુવિધા આપવામાં આવશે તેમજ સાઇટસીન સુવિધા મળતી હોવાની લોભામણી લલચામણી વાતો કરી કરવામાં આવી હતી.

આ મેમ્બરશીપ લેવાને બહાને ફરિયાદીના ક્રેડિટકાર્ડ પરથી વિલીડીટી ચેક કરવાના બહાને ફરીયાદીની જાણ બહાર ફરીયાદીના મોબાઇલ વિમલભાઇ ફોનમાંથી ઓટીપી મેળવી લઈ 1,28,500 તથા 2,81,500 ના બે ટ્રાન્ઝેશન કરી કુલ્લે 2,10,000 ડેબિટ કરી ફરીયાદીને રિઝ્ડ કરવાનું જણાવેલ તેમ છતા વિમલભાઇ પ્રજાપતિ તેમજ કંપનીના ડાયરેક્ટર પાર્થ રાઠોડ અને સંકેત પ્રજાપતિએ 2,10,000 ની પરત ન આપી હતી.

ઓફિસમાં લોકોને બોલાવીને કપલ સાથે ડિનરનું આમંત્રણ પણ અપાતું હતું.

જેમાં પેટ્રોલપંપ અને વાહનોના શો રૂમોમાંથી ચકાસણીના બહાનો ક્રેડિટ કાર્ડ લઈ મેનેજરના ગ્રાહકોના ડેટા મેળવી ક્લબ મેમ્બરશીપના નામે મોબાઇલમાંથી ઓટીપી નંબર મેળવી બેંકમાંથી વિગતો મેળવતા હોય છે કારણ કે પેટ્રોલ પંપ મોલની અંદર આવા કર્મચારીઓ ફરતા હોય છે અને પોતાને ક્રેડિટ કાર્ડ ન હોય તો ક્રેડિટ કાર્ડ સસ્તા ભાવે અથવા તો સ્કીમોની અંદર મળશે તે રીતની વાતો કરી અને તેમની પાસેથી તમામ ડેટા મોબાઈલ નંબર સુધીની વિગતો લઈ અને એક પછી એક આ રીતના ડેટા ભેગા કરતા હોય છે અને આવી ચીટીંગ કરતી ગેંગોને સપ્લાય કરવામાં આવતા હોય છે.આ ઠગ ટોળકીએ 15થી 20 જેટલી યુવતીઓને રાખીને ગ્રાહકોને કોલ કરી વેસુના એક્યુલ્ટ શોપરની ભાડાની ઓફિસમાં બોલાવતા હતા. કોર્પોરેટ જેવી ઓફિસમાં લોકોને બોલાવીને કપલ સાથે ડિનરનું આમંત્રણ પણ અપાતું હતું,

ફરીયાદી સાથે છેતરપીડી કરી હોવાની ફરિયાદ દાખલ કરવામાં આવી છે.જેને પગલે સુરત સાયબર સેલે ટેક્નિકલ સર્વેલન્સ આધારે તપાસ હાથ ધરી આ ગુન્હામા સંડોવાયેલ આરોપી સંકેત પ્રજાપતી, પાર્થ જીતેન્દ્ર ચમન રાઠોડ, ઇશ્વર કોદર પ્રજાપતિ અને રિતિક રોશન જનાર્દન વિજેન્દ્રપ્રસાદ સમાણીની ધરપકડ કરી કોલ સેન્ટર માથી ત્રણ કોમ્પુટર, પાંચ નંગ, પી.ઓ.એસ મશીન, લેપટોપ, 12 મોબાઇલ ફોન તેમજ ચેકબુક સહિતનું મુદ્દામાલ ક્બજે કરી આગળની તપાસ હાથ ધરી છે.

(With Input, Baldev Suthar, Surat) 

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati