Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat Exclusive : મોબાઈલ ચોર મહિલાને લોકોએ પકડીને તેને ભણાવ્યો સ્વચ્છતાનો પાઠ , બિલ્ડીંગમાં ઝાડુ પકડીને કરાવી સફાઈ

વીડિયોમાં મહિલા રડતી દેખાઈ રહી છે. તે લીંબાયત વિસ્તારની રહેવાસી હોવાનું જણાવ્યું હતું. અને તેની સાથેના સાજીદ, બિલાલ અને ચાચા નામના વ્યક્તિ પણ મોબાઈલ ચોરીમાં સામેલ હોવાનું કહ્યું હતું. મહિલાએ પોતાનું નામ શબાના હોવાનું કહ્યું હતું. 

Surat Exclusive : મોબાઈલ ચોર મહિલાને લોકોએ પકડીને તેને ભણાવ્યો સ્વચ્છતાનો પાઠ , બિલ્ડીંગમાં ઝાડુ પકડીને કરાવી સફાઈ
Mobile thief woman in surat (File Image )
Follow Us:
| Updated on: Apr 01, 2022 | 11:01 AM

સુરત શહેરમાં મોબાઈલ(Mobile ) ચોરોનો આતંક દિવસે ને દિવસે વધી રહ્યો છે. રસ્તા (Road )પર પસાર થતા લોકોના હાથમાંથી મોબાઈલની તફડંચી હોય કે પછી રિક્ષામાં બેસેલા મુસાફરોની (Passengers )નજર ચૂકવીને મોબાઈલ ચોરી લેતી ગેંગ હોય. આ ગુનેગારો સુરત પોલીસને ખુલ્લેઆમ પડકાર ફેંકી રહ્યા છે. આવા ચોરોને પકડવા માટે સુરત પોલીસ દ્વારા પેટ્રોલિંગ સઘન કરવામાં આવે છે. શહેરના ખૂણે ખૂણે સીસીટીવી કેમેરાની વ્યવસ્થા પણ ઉભી કરવામાં આવી રહી છે. પણ લોકો પણ હવે જાગૃત થઇ રહ્યા છે. અને આવા ગુનેગારોને પકડીને પોલીસને હવાલે કરતા થતા છે. સુરતના વેલંજા વિસ્તારમાં આવી જ એક મોબાઈલ ચોર મહિલાને સ્થાનિકોએ પકડીને તેને બરાબરનો પાઠ ભણાવ્યો હતો. મળતી માહિતી પ્રમાણે આ મહિલા એકલી નહોતી તેની સાથે અન્ય ત્રણ શખ્શો હતા, જે શહેરના લીંબાયત વિસ્તારના રહેવાસી હોવાનું માલુમ પડ્યું છે. જોકે લોકોના હાથે આ મહિલા ઝડપાઇ છે. જયારે બાકીના ત્રણ શખ્સો ભાગી જવામાં સફળ રહ્યા છે.

આ બનાવનો વિડીયો પણ વાયરલ થયો છે. જેમાં સ્થાનિકોએ આ મહિલાને મોબાઈલ ચોરતી પકડતી હતી. એટલું જ નહીં લોકોએ તેને માર મારવાને બદલે હાથમાં ઝાડુ પકડાવીને બિલ્ડિંગની સાફસફાઈ કરાવી હતી. અને મહેનતના રોટલા ખાવાનો પાઠ પણ આપ્યો હતો. સ્થાનિકોએ એક રીક્ષા પણ પકડી પાડી છે. વીડિયોમાં મહિલા રડતી દેખાઈ રહી છે. તે લીંબાયત વિસ્તારની રહેવાસી હોવાનું જણાવ્યું હતું. અને તેની સાથેના સાજીદ, બિલાલ અને ચાચા નામના વ્યક્તિ પણ મોબાઈલ ચોરીમાં સામેલ હોવાનું કહ્યું હતું. મહિલાએ પોતાનું નામ શબાના હોવાનું કહ્યું હતું.

ગરમીમાં પણ છતની ટાંકીનું પાણી નહીં થાય ગરમ ! અજમાવો આ 3 ટ્રિક
Vitamin B12: ઉનાળામાં વિટામિન B12 ની ઉણપ કેવી રીતે દૂર કરવી?
IPL 2025ની એન્કર નશપ્રીત કૌરની આ 8 ગ્લેમરસ તસવીરોએ મચાવી ધૂમ ! જુઓ અહીં
ભગવાનની મૂર્તિ કે તસવીર પરથી ફૂલનું પડવું શુભ કે અશુભ? જાણો અહીં
Vastu Tips : ઘરે ખરેખર કાળા રંગનું માટલું રાખવું જોઈએ ? જાણો
આજનું રાશિફળ તારીખ : 22-03-2025

છેલ્લા લાંબા સમયથી રિક્ષામાં મોબાઈલ ચોરતી ટોળકી સક્રિય થઇ છે. જેના કારણે મુસાફરો હવે રીક્ષામાં જતા પણ ડરી રહ્યા છે. મુસાફરોને આંતરીને અથવા તેમને ધાકધમકી આપીને કે પછી તેમની નજર ચૂકવીને આ ટોળકી તેમના મોબાઈલ અને કિંમતી સામાન ચોરી લેતી હોય છે. હવે જોવાનું એ રહેશે કે લોકોએ પકડેલી મોબાઈલ ટોળકીના આ સભ્યની પૂછપરછ કરીને પોલીસ અન્ય ચોરો સુધી કેવી રીતે પહોંચે છે.

આ પણ વાંચો :

Surat : અસહ્ય મોંઘવારી અને ભાવવધારાના વિરોધમાં શહેર કોંગ્રેસ દ્વારા ધરણાં પ્રદર્શન, 25થી વધુની અટકાયત

Surat : કીમ રેલવે ફાટક ફરી શરૂ કરવા સ્થાનિકોની કલેકટરને રજુઆત, ફ્લાયઓવરની કામગીરી મંથરગતિએ ચાલતા લોકોમાં આક્રોશ

g clip-path="url(#clip0_868_265)">