Surat: શિક્ષણમંત્રી પ્રફુલ પાનશેરિયાએ સીમાડા ગામમાં આવેલી સરકારી સાયન્સ કોલેજમાં કેમેસ્ટ્રી લેબનું કર્યુ ઉદ્દઘાટન
Surat: રાજ્ય શિક્ષણમંત્રી પ્રફુલ પાનશેરિયાએ શહેરના સીમાડા ગામમાં આવેલી સરકારી સાયન્સ કોલેજની મુલાકાત લીધી હતી. અહીં તેમણે કેમેસ્ટ્રી લેબનું ઉદ્દઘાટન કર્યુ અને વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો.
રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનશેરીયા સુરત શહેરના સીમાડા ગામ ખાતે આવેલ સરકારી સાયન્સ કોલેજની મુલાકાત લઈ સરકારી સાયન્સ કોલેજના કેમેસ્ટ્રી લેબનું ઉદ્ઘાટન કર્યું અને કેમેસ્ટ્રી લેબના વિદ્યાર્થીઓ જોડે વાર્તાલાપ કર્યો. રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ પાનશેરીયા શહેરના સીમાડા ગામ ખાતે આવેલ સરકારી સાયન્સ કોલેજની મુલાકાત લીધી હતી. સરકારી સાયન્સ કોલેજમાં કેમેસ્ટ્રી લેબનું ઉદ્દઘાટન કર્યું અને કેમેસ્ટ્રી લેબના વિદ્યાર્થીઓ જોડે વાર્તાલાપ કર્યો હતો.
શિક્ષણ મંત્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યુ કે અમારા સુરતના વરાછા વિસ્તારમાં બે કોલેજ માટે ભાજપ દ્વારા માગણી કરવામાં આવી હતી. તે માંગણી પૂરી કરી દેવામાં આવી છે. તેની એડમિશન પ્રક્રિયા નવા સત્રથી શરૂ કરી દેવામાં આવી છે. આજે 77 જેટલાં વિદ્યાર્થીઓ BSC સાયન્સમાં અભ્યાસ કરી રહ્યા છે. આજે કેમેસ્ટ્રી લેબનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું છે.
આ ભવન તત્કાલ શરૂ કરવાથી એસ.એમ.સીની શાળામાં કોલેજ ચલાવી રહ્યા છીએ. ત્યારે ગત અઠવાડિયે આ ભવન ખુબ જ સરસ અને શ્રેષ્ઠ બને અને લિંબાયતની કોલેજ પણ બને એ માટે અમે રાજ્યના નાણા વિભાગ અને શિક્ષણ વિભાગમાં રજૂઆત કરી છે. અમને આશા છે કે જમીનની માંગણીઓ છે તે પૂરી થઈ જાય એટલે એક વર્ષની અંદર જ કોલેજનું નવું ભવન બનાવી દેવામાં આવશે તેવા લક્ષ સાથે અમે ચાલી રહ્યા છીએ.
શિક્ષણમંત્રીએ વધુમાં જણાવ્યુ કે વિપક્ષને ખબર જ નથી કે વરાછામાં સાયન્સ કોલેજ શરૂ થઈ ગઈ છે. વિદ્યાર્થીઓ પણ અભ્યાસ કરવા માંડ્યા છે. આજે કેમેસ્ટ્રી લેબનું ઓપનિંગ પણ કરી દેવામાં આવ્યું છે. આવનારા સમયમાં અમે પાંચ છ મહિનામાં અમે નવા ભવનનું નિર્માણ કરીશું તેવુ લક્ષ્ય છે. ટેક્નિકલ બાબતોમાં થોડું આમતેમ થાય, બે-ત્રણ મહિના આગળ પાછળ થાય. પરંતુ નવું ભવન એક વર્ષમાં બને તેવું અમારું લક્ષ્ય છે. સુરત મહાનગરપાલિકાના હદ વિસ્તરણમાં ગ્રામ્યની 34 નગર પ્રાથમિક શાળાઓનું સુરત મહાનગરપાલિકામાં સમાવેશ કરવામાં આવ્યો છે.
સુરત મહાનગરપાલિકાના હદ વિસ્તરણમાં ગ્રામ્યની 34 નગર પ્રાથમિક શાળાઓનું સુરત મહાનગરપાલિકામાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ તમામ શાળાઓનું વહીવટી ખર્ચ જિલ્લા પંચાયત દ્વારા કરવામાં આવતું હતું. રાજ્ય સરકારે મંજૂરી આપી છે. ત્યારે હવે આ 34 શાળાઓનો વહીવટી ખર્ચ સુરત મહાનગરપાલિકાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ કરશે.