Surat ઇકો સેલે છેતરપિંડી, લૂંટ તથા હત્યાના ગુનામા વોન્ટેડ આરોપીની ધરપકડ કરી

સુરત(Surat)શહેર ઇકો સેલ દ્વારા છેતરપિંડી, લૂંટ તથા હત્યાના(Fraud) પ્રયાસના ગુનામાં ભાગતા ફરતા આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે. આ આરોપીએ માઉન્ટ આબુમાંથી મિત્રો સાથે મળીને બુલેટ ભાડે મેળવીને તેનું વેચાણ રાજસ્થાનમાં (Rajasthan)કર્યું હતું.

Surat ઇકો સેલે છેતરપિંડી, લૂંટ તથા હત્યાના ગુનામા વોન્ટેડ આરોપીની ધરપકડ કરી
Surat Police Eco Cell Arrest Wanted Accused
Follow Us:
Baldev Suthar
| Edited By: | Updated on: Sep 24, 2022 | 4:23 PM

સુરત(Surat)શહેર ઇકો સેલ દ્વારા છેતરપિંડી, લૂંટ તથા હત્યાના(Fraud) પ્રયાસના ગુનામાં ભાગતા ફરતા આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે. આ આરોપીએ માઉન્ટ આબુમાંથી મિત્રો સાથે મળીને બુલેટ ભાડે મેળવીને તેનું વેચાણ રાજસ્થાનમાં (Rajasthan)કર્યું હતું. ઇકોસેલ પોલીસે આરોપી રાજુસિંગ નામના ઇસમની ધરપકડ કરી રાજસ્થાન પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે. સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચ પોલીસ દ્વારા અલગ અલગ ગુનાઓમાં ભાગતા ફરતા આરોપીને પકડવામાં આવી રહ્યા છે. ત્યારે પોલીસ કમિશનર સુરત શહેરની સૂચનાથી આર્થિક ગુનાઓમાં વોન્ટેડ આરોપીઓને પકડવામાં આવી રહ્યા છે. ત્યારે બાતમીના આધારે ઇકોસેલે પેટ્રોલિંગ દરમિયાન સુરત શહેર સરદાર માર્કેટ પુણા ગામ નજીકથી રાજુસિંગ નામના ધરપકડ કરી છે મહત્વની વાત છે કે રાજુસિંગ નામનો આ ઈસમ માઉન્ટ આબુ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા છેતરપિંડીના ગુનામાં વોન્ટેડ છે.

માઉન્ટ આબુથી રાજસ્થાન ચાલ્યા ગયા હતા

રાજુસિંગ નામના ઇસમની ધરપકડ બાદ તેની પૂછપરછ કરતા તેને કબુલાત કરી હતી કે ઓગસ્ટ 2021માં તેને પોતાના મિત્ર ગોપાલ, શ્રવણસિંહ અને નરેશ સાથે મળી માઉન્ટ આબુ ખાતે તેઓ ફરવા ગયા હતા અને માઉન્ટ આબુમાં શ્રવણ નામના વ્યક્તિએ એક બુલેટ ભાડેથી લઈને તેને રાજસ્થાનમાં જઈને વેચી દીધુ હતું.ત્યારબાદ રાજુસિંગના મિત્રો ગોપાલ અને નરેશે પણ ડ્રાઇવિંગ લાઇસન્સ લઈ ભાડેથી આ પ્રકારે બે બુલેટ લાવ્યા હતા અને ત્યારબાદ રાજુસિંગ, ગોપાલ, નરેશ અને શ્રવણ આ તમામ બુલેટ લઈને માઉન્ટ આબુથી રાજસ્થાન ચાલ્યા ગયા હતા અને રાજસ્થાનમાં બુલેટ વેચી દીધા હતા ત્યારે માઉન્ટ આબુ પોલીસ સ્ટેશનમાં તેમની સામે ફરિયાદ નોંધાઈ હતી. ઇકોસેલ પોલીસે આરોપીની ધરપકડ કરીને રાજસ્થાન પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

રાજસ્થાનના શિવાના પોલીસ સ્ટેશનમાં ત્રણ ગુનાઓ નોંધાઇ ચૂક્યા છે

આરોપી સામે અગાઉ રાજસ્થાનના શિવાના પોલીસ સ્ટેશનમાં, પાલનપુર રેલવે પોલીસ સ્ટેશનમાં અને માઉન્ટ આબુ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. આરોપીના ગુનાહિત ઇતિહાસની વાત કરવામાં આવે તો તેની સામે અગાઉ રાજસ્થાનના શિવાના પોલીસ સ્ટેશનમાં ત્રણ ગુનાઓ નોંધાઇ ચૂક્યા છે.

g clip-path="url(#clip0_868_265)">