AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat : કાપોદ્રા વિસ્તારમાં ડમ્પર ચાલકે વૃદ્ધને અડફેટે લેતા મોત, અકસ્માતની ઘટના CCTVમાં કેદ,જૂઓ Video

કાપોદ્રા વિસ્તારમાંથી મોપેડ લઈને જઈ રહેલા વૃદ્ધને પાછળથી ટક્કર લગાવી (Accident) ડમ્પર માથા ઉપર ચઢાવી દીધુ હતું. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી.

Baldev Suthar
| Edited By: | Updated on: Jun 07, 2023 | 4:07 PM
Share

Surat : સુરતના રસ્તા પર માતેલા સાંઢની જેમ દોડતા ડમ્પરો છાસવારે વાહનચાલકોને કાળનો કોળિયો બનાવી લેતા હોય છે. ત્યારે કાપોદ્રા વિસ્તારમાંથી મોપેડ લઈને જઈ રહેલા વૃદ્ધને ડમ્પરે પાછળથી ટક્કર લગાવી (Accident) હતી. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. કાપોદ્રા પોલીસે (Kapodra police )અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો-અમદાવાદમાં જુલાઇ અંત સુધીમાં આ વિસ્તારોમાં બની જશે EV ચાર્જિંગ સ્ટેશન, 30 મિનિટમાં ઇ-વ્હિકલ થઇ જશે ચાર્જ

જોકે બીજી તરફ મૃતકના પરિવારજનોએ જણાવ્યું હતું કે, ડમ્પર ચાલક સામે આકરા પગલાં લેવાની અમારી માગ છે. પરંતુ પોલીસે આ કેસમાં હળવી કલમો દાખલ કરી છે. જેથી અમારી માગ છે કે, ડમ્પર ચાલક સામે સદોષ માનવ વધનો ગુનો દાખલ કરવામાં આવે.

મૂળ ભાવનગરના ગારીયાધારના વતની અને સુમુલ ડેરી રોડ સરદાર નગર સામે અલૌકિક એપાર્ટમેન્ટ ખાતે રહેતા મુળજીભાઈ વાલજીભાઈ પટેલ (67) કાપડના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેમના બે પુત્રો વેસુ ખાતે કાપડનો ધંધો કરે છે. મુળજીભાઈ શનિવારે સરથાણા ખાતે રહેતા તેમના બનેવીના ખબર અંતર પુછવા માટે ગયા હતા. ત્યાંથી મોપેડ પર પરત ફરતી વેળા કાપોદ્રા બીએસપીએસ મંદિર સામે બ્રીજ પાસે ટ્રક ચાલકે તેમને અડફેટે લેતા વ્હીલ તેમના માથા પરથી ફરી વળતા ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

અન્ય એક બનાવમાં પુણા સરદાર માર્કેટ પાસે લક્ઝરી બસે અડફેટે લેતા યુવકનું મોત થયું હતું.મૃતકના સંતાનોએ જણાવ્યું હતું કે, શહેરમાં પ્રતિબંધ હોવા છતાં બેફામપણે ડમ્પરની અવરજવર રસ્તા પર જોવા મળે છે. ત્યારે અકસ્માત સર્જનાર ડમ્પર કોની પરમિશનથી એ સમયે રસ્તા પરથી પૂરપાટ ઝડપે પસાર થઈ રહ્યો હતો.

સીસીટીવીમાં કેદ થયુ છે કે, ડમ્પર ચાલકે બેફામ રીતે ડમ્પર ચલાવીને મોપેડ ચાલક પર ચડાવી દીધું હતું. જેના કારણે તેમનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જોકે આ સમગ્ર ઘટનામાં પોલીસે હળવી કલમો દાખલ કરી હોવાથી જે જામીન પાત્ર છે. તો અમારી માગ છે કે, સદોષ માનવવધનો ગુનો દાખલ કરવામાં આવે અને આકરી સજા ચાલકને કરવામાં આવે. જેથી આવા અકસ્માતો થતા અટકી શકે.

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
અમદાવાદમાં પાણી ભરાવા મામલે મેયરે કરી ધડ માથા વિનાની દલીલ- જુઓ Video
અમદાવાદમાં પાણી ભરાવા મામલે મેયરે કરી ધડ માથા વિનાની દલીલ- જુઓ Video
સાણંદમાં એક મહિનામાં ત્રીજી વખત દીપડાના પંજાના નિશાન, ગ્રામજનોમાં ભય
સાણંદમાં એક મહિનામાં ત્રીજી વખત દીપડાના પંજાના નિશાન, ગ્રામજનોમાં ભય
શું આ જ સ્માર્ટ સિટી છે? નારોલમાં તંત્રની બેદરકારીથી નાગરિકોમાં આક્રોશ
શું આ જ સ્માર્ટ સિટી છે? નારોલમાં તંત્રની બેદરકારીથી નાગરિકોમાં આક્રોશ
બનાસકાંઠામાં વરસાદ, પાલનપુર અને ડીસામાં ભરાયા પાણી ! Video
બનાસકાંઠામાં વરસાદ, પાલનપુર અને ડીસામાં ભરાયા પાણી ! Video
કલોલમાં વરસાદે ખોલી તંત્રની પોલ,અનેક વિસ્તારોમાં ભરાતા લોકો પરેશાન
કલોલમાં વરસાદે ખોલી તંત્રની પોલ,અનેક વિસ્તારોમાં ભરાતા લોકો પરેશાન
સરેરાશ 3 ઈંચ વરસાદથી અમદાવાદમાં ઠેર ઠેર ભરાયા પાણી
સરેરાશ 3 ઈંચ વરસાદથી અમદાવાદમાં ઠેર ઠેર ભરાયા પાણી
Breaking News : અમદાવાદમાં ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ
Breaking News : અમદાવાદમાં ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ
આજનું રાશિફળ: રોકાણથી લાભ, સંબંધોમાં મધુરતા
આજનું રાશિફળ: રોકાણથી લાભ, સંબંધોમાં મધુરતા
સુરતમાં સાયબર ફ્રોડ નેટવર્કનો પર્દાફાશ, બે આરોપીની ધરપકડ
સુરતમાં સાયબર ફ્રોડ નેટવર્કનો પર્દાફાશ, બે આરોપીની ધરપકડ
વિરમગામમાં વિવિધ માગણી સાથે ખેડૂતોએ યોજી વિશાળ આક્રોશ રેલી
વિરમગામમાં વિવિધ માગણી સાથે ખેડૂતોએ યોજી વિશાળ આક્રોશ રેલી
g clip-path="url(#clip0_868_265)">