Surat: જિલ્લા સંકલન બેઠકમાં લોક સમસ્યા ઉકેલવામાં ધારાસભ્યોને કોઈ રસ ન હોય તેવા દૃશ્યો સામે આવ્યા
પ્રજાના પ્રશ્નોને અધિકારીઓ સમક્ષ રજૂ કરીને તેને દૂર કરવા માટે સંકલન બેઠકમાં રજૂઆત કરવી જરૂરી છે, પરંતુ જાણે સુરતના ધારાસભ્યોને સ્થાનિક લોકોના પ્રશ્નો સાથે કોઈ નિસ્બત ન હોય તે રીતે 9 જેટલા ધારાસભ્યો ગેરહાજર રહ્યા હતા
લોકોની સમસ્યાની રજૂઆત માટે યોજાયેલી જિલ્લા સંકલન બેઠક (district coordination meeting) માં સુરતના માત્ર 3 ધારાસભ્ય હાજર રહ્યા. સુરત જિલ્લા કલેક્ટર કટેરી ખાતે યોજાયેલી સંકલન બેઠકમાં જાણે શહેરના ધારાસભ્યોને કોઈ રસ ન હોય તેવા દૃશ્યો જોવા મળ્યા હતા. પ્રજાના પ્રશ્નોને અધિકારીઓ સમક્ષ રજૂ કરીને તેને દૂર કરવા માટે સંકલન બેઠકમાં રજૂઆત કરવી જરૂરી છે, પરંતુ જાણે સુરતના ધારાસભ્યો (MLA)ને સ્થાનિક લોકોના પ્રશ્નો (public problem) સાથે કોઈ નિસ્બત ન હોય તે રીતે 9 જેટલા ધારાસભ્યો ગેરહાજર રહ્યા હતા અને માત્ર 3 ધારાસભ્ય જ હાજર રહ્યા હતા.
જિલ્લા સેવા સદન-2ના સભાખંડ ખાતે યોજાયેલી બેઠકમાં કલેક્ટરએ જનપ્રતિનિધિ દ્વારા રજૂ કરવામાં આવેલા પ્રશ્નોનું સમયમર્યાદામાં નિરાકરણ આવે તે દિશામાં જે-તે વિભાગના અધિકારીઓને કાર્યવાહી કરવા જણાવ્યું હતું. સંકલનની બેઠક તો યોજાય પણ માત્ર 3 ધારાસભ્યની જ હાજરી હોય તે ગંભીર બાબત છે.
મળતી માહિતી મુજબ યુપી અને અન્ય રાજ્યમાં ઇલેક્શન ને પગલે ધારાસભ્યો ઇલેક્શનમાં પડ્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. બીજી તરફ સુરતના લોકોએ ખોબલે ખોબલે મત આપી ચૂંટાયેલા ધારાસભ્યોને જાણે શહેર માટે કંઈ પડ્યું ન હોવાના અનેક સવાલો લોકોએ સોશિયલ મીડિયા મારફતે ઉઠાવ્યા છે.
સંકલની બેઠકમાં હાજર રહેલ ધારાસભ્ય અરવિંદ રાણાએ શહેરના કોમન સર્વિસ સેન્ટરમાં લોકોને પડતી મુશ્કેલીઓ અને સેન્ટરધારકોને કમિશનના નાણા, સેવાનું વળતર સમયસર ચૂકવવા અંગે તેમજ પ્રધાનમંત્રી આયુષ્માન ભારત યોજનાનો શહેરીજનો મહત્તમ લાભ મેળવી શકે એ માટે વધુ વ્યવસ્થા ઊભી કરવા અને આ સેવાનું સરલીકરણ કરવાની રજૂઆત કરી હતી.
હાઈટેન્શન લાઈન અંગે રજૂઆત કરી
બીજા ધારાસભ્ય વિવેક પટેલે ઉધના વિસ્તારમાં જનતાને નડતરરૂપ થતા હાઈટેન્શન લાઈન, વિજ ટ્રાન્સફોર્મર અંગે રજૂઆત કરી હતી. જે અંગે કલેકટરે જે તે અધિકારીને સંકલન કરી કાર્યવાહી કરવાની સુચના આપી હતી
ગેરહાજર રહેલ ધારાસભ્યો એ શું કહ્યું?
આ મામલે અમારા સંવાદતા ગેરહાજર રહેલ ધારાસભ્ય પ્રવીણ ધોધરી સાથે ટેલીફોનીક વાત કરતા ધારાસભ્ય કહ્યું હતું હું એક માંગલિક પ્રસંગમાં હોવાથી હાજર રહી શક્યો ન હતો પણ મારો પી.એ. વિરલ સંકલનની બેઠક હાજર રહ્યો હતો જેમાં સ્થાનિક પ્રશ્નો બાબતે રજૂઆત કરી હતી. ધારાસભ્યના કહેવા પ્રમાણે વન નેશન વન રેશન યોજના અંતર્ગત અન્ય રાજ્યોમાંથી કામ અર્થે આવેલા લોકોને પણ આ સેવાનો લાભ મળે તેવી રજૂઆત કરાઈ હતી જેમાં કલેકટર આ બાયધરી આપી હોવાની વાત કરી હતી વધુમાં csc સેન્ટ્રરો પર એક ફેમિલી મેમ્બરના હેલ્થ કાર્ડ કાઢવામાં આવે છે તેની જગ્યા દરેક ફેમિલી મેમ્બરના એક સાથે કાર્ડ ઉપલબ્ધ થાય તેની રજૂઆત કરાઇ હતી. આ મામલે ધારાસભ્ય કાંતિ બલર સાથે ટેલીફોનીક વાત કરતા તેમણે કહ્યું હતું કે હું બહારગામ હોવાથી બેઠકમાં હાજર રહ્યો ન હતો.
કલેકટરને સંકલનની બેઠકમાં ધારાસભ્યને રસ નથી ?
સુરતમાં હાજર ધારાસભ્ય કેમ સંકલન બેઠકમાં ગયા નહીં તે મોટો પ્રશ્ન છે ઉભો થઈ રહ્યો છે શું ધારાસભ્ય ને કલેકટરની સૂચનાનું અનાદર કરે છે? શું ધારાસભ્યોને સંકલનની બેઠકમાં સર નથી? તેવા અનેક સવાલો પણ લોકો ઉઠવાઈ રહ્યા છે.
આ પણ વાંચોઃ Rajkot : કમિશન કાંડને લઈ પોલીસ કમિશનર પર તવાઇ, મનોજ અગ્રવાલનું વધુ એક વખત નિવેદન નોંધાયુ
આ પણ વાંચોઃ કોંગ્રેસને બાય બાય કરનાર જયરાજસિંહ પરમાર મંગળવારે ભાજપમાં જોડાશે, ટ્વિટ કરીને જાણકારી આપી