Rajkot : કમિશન કાંડને લઈ પોલીસ કમિશનર પર તવાઇ, મનોજ અગ્રવાલનું વધુ એક વખત નિવેદન નોંધાયુ
તપાસ ટીમે અગાઉ ફરિયાદી સખિયા બંધુ, તેના સાક્ષીઓ, મનોજ અગ્રવાલ, પીઆઇ ગઢવી, પીએસઆઇ સાખરા સહિતના લોકોના નિવેદનો નોંધ્યા હતા. શુક્રવારે ફરીથી જગજીવન સખિયા તપાસનીશ અધિકારી સમક્ષ રજૂ થયા હતા
રાજકોટમાં (Rajkot) કમિશન કાંડને (Commission scandal) લઈ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલની (Police Commissioner Manoj Agarwal)મુશ્કેલીમાં વધારો થઈ શકે છે. મનોજ અગ્રવાલ સામે કડક પગલાં ભરાય તેવી શક્યતા સેવાઈ રહી છે. મનોજ અગ્રવાલ અને ક્રાઇમ બ્રાંચના પીઆઇ ગઢવી સહિતના સ્ટાફ સામે રૂપિયા 75 લાખના કમિશન કાંડની તપાસ ટ્રેનિંગ વિભાગના ડીજીપી વિકાસ સહાય ચલાવી રહ્યા છે. તપાસ ટીમે અગાઉ ફરિયાદી સખિયા બંધુ, તેના સાક્ષીઓ, મનોજ અગ્રવાલ, પીઆઇ ગઢવી, પીએસઆઇ સાખરા સહિતના લોકોના નિવેદનો નોંધ્યા હતા. શુક્રવારે ફરીથી જગજીવન સખિયા તપાસનીશ અધિકારી સમક્ષ રજૂ થયા હતા અને મહત્વના પુરાવા રજૂ કર્યા હતા. પુરાવા હાથ લાગ્યા બાદ શુક્રવારે રાત્રે જ કમિશનર અગ્રવાલને ગાંધીનગર હાજર થવા સૂચના અપાઇ હતી અને શનિવારે વધુ એક વખત અગ્રવાલનું નિવેદન નોંધવામાં આવ્યું હતું.
રાજકોટ પોલીસ કમિશનર સામે ગંભીર આરોપ લાગ્યા છે. પોલીસ હપ્તાખોરી કરતી હોવાનો ધારાસભ્યએ આરોપ લગાવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. ધારાસભ્ય ગોવિંદ પટેલે આરોપ લગાવતા કહ્યું કે પોલીસ કમિશનરે રૂ.75 લાખ પડાવ્યા છે અને હજુ પણ રૂ.30 લાખની ઉઘરાણી કરે છે. તેમજ ઠગાઈની 8 કરોડની રકમ પેટે 15% લેખે ઉઘરાણું કરે છે.
આ સિવાય ગોવિંદ પટેલે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે ફરિયાદ કોઇ સાંભળતું જ ન હતું. તેમજ જરૂર પડશે ત્યારે હું પુરાવા આપીશ. તેમજ પુરાવા હતા એટલે મેં ફરિયાદ કરી અને કાયદો અને વ્યવસ્થાને અનુસંધાને જ આ પ્રશ્ન ઉઠાવ્યો છે. તેમજ મારી જાણમાં આવ્યું એટલે જ મેં ફરિયાદ કરી છે.
આ પણ વાંચો : કોંગ્રેસને બાય બાય કરનાર જયરાજસિંહ પરમાર મંગળવારે ભાજપમાં જોડાશે, ટ્વિટ કરીને જાણકારી આપી
આ પણ વાંચો : અમરેલી : પાલીતાણા- શેત્રુંજી ડિવિઝન સિંહો માટે કેમ છે જોખમી ? જાણો શું છે કારણ ?