સુરત : ડીંડોલી પોલીસે બે હિસ્ટ્રીશીટરોને પિસ્તોલ સાથે ઝડપી પાડ્યા, ગુનાને અંજામ આપવાની પેરવીમાં હતા
સુરત : ત્રણ દિવસ પહેલા લિંબાયતના શ્રીરામ ચોકમાં જાહેરમાં એક યુવકને ચપ્પુના ઘા મારી જીવલેણ ઇજા પહોંચાડી નાસી જનાર રીઢા ગુનેગાર બારકુ વાઘ તથા દિનેશ પાટીલને ગણતરીના સમયમાં ઝડપી પડ્યા છે.
સુરત : ત્રણ દિવસ પહેલા લિંબાયતના શ્રીરામ ચોકમાં જાહેરમાં એક યુવકને ચપ્પુના ઘા મારી જીવલેણ ઇજા પહોંચાડી નાસી જનાર રીઢા ગુનેગાર બારકુ વાઘ તથા દિનેશ પાટીલને ગણતરીના સમયમાં ઝડપી પડ્યા છે. આ શખ્શો પાસેથી માં દેશી હાથ બનાવટની પિસ્તોલ, કારતુસ, તથા બે છરા સાથે ઝડપી પાડી આર્મ્સ એક્ટ હેઠળ કેસ કરી લિંબાયત તથા ડીંડોલી પોલીસ સ્ટેશનના બે ગુના ડિટેક્ટ કરાયા છે.
પોલીસ સૂત્રો અનુસાર સુરતશહેર પોલીસ કમિશનર અજયકુમાર તોમર તથા અધિક પોલીસ કમિશનર સાહેબ સેકટર-1 તથા DCP ઝોન-2 ભગીરથ ગઢવીએ ગુના આચરી નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા તેમજ આર્મ્સ એક્ટ ના ગુના શોધી કાઢવા માટે પોલીસને સૂચના આપી હતી.
ડીંડોલીના પોલીસ ઇન્સ્પેકટર આર.જે.ચુડાસમાના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ PSI હરપાલસિંહ મસાણીએ ટીમ સાથે નવાગામ ડીંડોલી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન કોન્સ્ટેબલ અજય પોપટભાઈ તથા જયદેવ ગોકુળભાઈને બાતમી મળી હતી કે ડીંડોલી તથા લિંબાયત પોલીસ સ્ટેશનના મારામારીના ગુનામાં નાસતા ફરતા આરોપીઓ જયેશ ઉર્ફે બારકુ વાઘ તથા દિનેશ ઉર્ફે દિનીયો પાટીલ ગેરકાયદેસર પિસ્તોલ લઈને નવાગામ આર.ડી. ફાટક રેલવે પટરી પાસે ઊભા છે.
પોલીસે બન્નેને પકડી તપાસ કરતા તેઓ પાસેથી એક દેશી હાથ બનાવટની પિસ્તોલ, એક જીવતો કારતૂસ તથા બે છરા મળી આવેલ હતા. આરોપી જયેશ ઉર્ફે બારકુ વાઘની પૂછપરછ કરતા તેણે જણાવેલ કે “લિંબાયતમાં રહેતા રાકેશ ગોરખ વાઘે સને-૨૦૧૯ માં ડોંડેઈચા મહારાષ્ટ્રમાં પોતાના મોટાભાઈનું મર્ડર કરાવી નાખેલ તેનો બદલો લેવા માટે આજથી દોઢેક મહિના પહેલા શીરપુર મહારાષ્ટ્રના અનિકેત નામના ઈસમ પાસેથી રૂપિયા 35,000 માં દેશી હાથ બનાવટની પિસ્તોલ લીધેલ હતી.”આરોપી 10 થી વધુ ગુનાઓમાં સંડોવાયેલ રીઢો આરોપી છે. બંને આરોપીઓને નામદાર કોર્ટમાં રજૂ કરી દિન-02 ના પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવેલ છે
ધરપકડ કરાયેલ આરોપીઓના નામ
- જયેશ ઉર્ફે બારકુ યુવરાજ વાઘ , ઉંમર 22 વર્ષ રહેવાસી – નવાગામ ડીંડોલી સુરત
- દિનેશ ઉર્ફે દિનીયો રાજેશ પાટીલ વાઘ, ઉંમર 22 વર્ષ રહેવાસી – ગોડાદરા સુરત
આ પણ વાંચો : સુરતમાં રામ મંદિર પ્રતિકૃતિનો નેકલેશ અને સોના ચાંદીની રામ દરબારની ઝાંખી તૈયાર કરાઈ, જુઓ વીડિયો
સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો